________________
શીલપદેશમાલા ગ્રંથને
पइदिवसं दहदह-बोहगोवि सिरिवीरनाहसीसोवि ।
सेणियसुओवि सत्तो, वेसाए नंदिसेणमुणी ॥३१॥ ગાથાથ-દરરોજ દશ દશ પુરુષોને પ્રતિબોધ પમાડનારા (=પ્રતિબોધીને ચારિત્ર લેવા માટે મોકલનારા) હેવા છતાં, શ્રીવીરના હસ્તે દીક્ષિત બનેલા હોવાં છતાં અને શ્રી શ્રેણિક રાજાના પુત્ર હોવા છતાં શ્રી નંદણમુનિ વેશ્યામાં આસક્ત બન્યા=બાર વર્ષ સુધી વેશ્યાના ઘરે રહ્યા. ટીકાથ-ગાથાને ભાવાર્થ દષ્ટાંતથી જણાવો. તે આ પ્રમાણે –
નંદિષેણમુનિનું દૃષ્ટાંત કઈક દેશમાં કઈક બ્રાહ્મણે યજ્ઞ કરવાનું શરૂ કર્યું. તેમાં એક કરને યજ્ઞભૂમિનું રક્ષણ કરવાનું કહ્યું. જિનધર્મને જાણકાર તે નેકરે એકવાર તે બ્રાહ્મણને કહ્યું. યજ્ઞમાં અન્ન વગેરે જે કંઈ વધે તેને હું પણ મને ઠીક લાગશે તે પ્રમાણે ઉપયોગ કરીશ. બ્રાહ્મણે તે પ્રમાણે સ્વીકાર્યું એટલે તે યજ્ઞભૂમિનું રક્ષણ કરવા લાગ્યો. યજ્ઞક્રિયા માટે વિદ્વાન બ્રાહ્મણોને બોલાવવામાં આવ્યા. મધુપર્ક વગેરેને તથા સેંકડે ઘડા પ્રમાણ ઘીને હોમ કર્યો. દરરોજ ભાત, મોદક આદિથી અતિથિઓને જમાડવામાં આવે છે. સદાચારી તે નેકર દરરેજ વધેલું પ્રાસુક અન્ન અને ચેખાનું અતિશય શુદ્ધ પાણી મુનિઓને ભક્તિથી વહોરાવતો હતો. તે અવસર પ્રમાણે વસ્ત્ર વગેરે પણ મેળવીને મુનિઓને વહેરાવતે હતું અને વહોરાવ્યા પછી વંદન વગેરેથી આત્માને પવિત્ર કરતે હતે. તે મરીને દેવલોકમાં ઉત્પન્ન થયે ત્યાં તેણે ઘણા કાળ સુધી ભેગેને ભગવ્યા. ભાવપૂર્વક કરેલી થેડી પણ ક્રિયા ફલવાળી થાય છે. ત્યાંથી તે શ્રેણિક રાજાના પુત્રપણે ઉત્પન્ન થયે, અને નંદિષણ એવા નામથી પ્રસિદ્ધ થયે. કેમે કરીને તે યૌવનની શેભાને પામ્યા. પિતાએ તેને અનુપમ લાવણ્ય, રૂપ, સૌભાગ્ય અને શરીરની શોભાવાળી પાંચસો રાજકન્યાઓ પરણાવી. - આ તરફ સલ્લકીવનમાં રહેલ હાથણુઓના ટેળાને અધિપતિ એક હાથી જેમ અધિપતિદેવ દેવીઓની સાથે કીડા કરે તેમ હાથણીઓની સાથે સ્વેચ્છા મુજબ કીડા કરતે હતે. કેઈ હાથી મને મારીને આ હાથણીઓના ટેળાને નાયક ન થાઓ એમ વિચારીને ઉત્પન્ન થયેલા હાથીરૂપ બચ્ચાને મારી નાખતા હતા. યજ્ઞ કરનાર બ્રાહ્મણનો જીવ તે ટેળામાં હાથણીના ઉદરમાં અવતર્યો. હાથણીએ આ ગર્ભનું હું કઈ પણ પ્રકારે રક્ષણ કરીશ એમ વિચાર્યું. પછી તે કપટથી પગે લંગડી બનીને ધીમે ચાલતી હતી. આથી તે પાછળ રહી જતી હતી. એક પહોર પછી પ્રેમથી રાહ જોતા નાયક પાસે જઈને ભેગી થઈ જતી હતી. આ પ્રમાણે કપટથી ક્યારેક એક દિવસે તે ક્યારેક બે દિવસે ભેગી
૧. દહીં, ઘી, પાણી, મધ, અને સાકર એ પાંચ દ્રવ્યોના મિશ્રણને મધુપક કહેવામાં આવે છે.
૨. સલકી હાથીઓને પ્રિય એક જાતની વનસ્પતિ છે. સલકીવનમાં એટલે સલકી જેમાં અષ્કિ હોય તેવા વનમાં.