________________
૪૧
ગુજરાતી ભાવાનુવાદ તે ધન શ્રીમતીના પિતા દેવદત્ત કઈ જાતના વિદન વિના લઈ લીધું. બાકીના લોકે કેવળ કૌતુક જતા રહ્યા. શ્રીમતી જુવાન થવા છતાં અને પિતાના કહેવા છતાં કોઈને વરી નહિ. તેણે પિતાને કહ્યું: જેના ગૃહદેવતાએ (=ઘરમાં રાખેલી પ્રતિમાના અધિષ્ઠાતા દેવે) ધન આપ્યું છે તે જ મારે વર છે. તે ધન લઈને આપે પણ એમાં અનુમતિ આપી દીધી છે. આથી આપે મને બીજાને ન આપવી.
લૌકિકે એ પણ કહ્યું છે કે રાજાઓ એકવાર બોલે છે, સાધુઓ એકવાર બોલે છે. કન્યાઓ એકવાર પરણાવાય છે. આ ત્રણ એક એક વાર થાય છે. હે વત્સ! ભ્રમરની જેમ ભમતા તે મુનિને તું કેવી રીતે મેળવી શકીશ? કદાચ મળી જાય તે પણ તું તેને કેવી રીતે ઓળખી શકીશ? કારણ કે સેંકડોથી અધિક સાધુઓ હોય છે. શ્રીમતીએ કહ્યું : હે પિતાજી! ત્યારે તેમના પગમાં પડેલી એવી મેં ચિહ્ન જોયું છે. એથી જે તેમને હું જોઉં તે સહેલાઈથી ઓળખી લઉં. ત્યારથી ત્યાં જે જે સાધુએ આવે તે સર્વને તે ભિક્ષાદાન અને વંદન કરવા લાગી. બારમા વર્ષે આવેલા તે મુનિને શ્રીમતીએ ચિત્ર જોઈને ઓળખી લીધા. શ્રીમતીએ મુનિને કહ્યું: હે સ્વામી! આપ મારા વર છે. કારણ કે તે વખતે મેં આપને પતિ કર્યા છે. તે વખતે આપ થુંકેલાની જેમ મને મૂકીને અને તિરસ્કારીને જતા રહ્યા. પણ હમણાં હે નાથ ! મારી ઉપેક્ષા ન કરો, મને ભેગ. હે સ્વામી ! હવે પણ જે આપ મારી અવજ્ઞા કરશે તે આપને શ્રીહત્યાના પાપથી લેપીને હું અગ્નિમાં બળી મરીશ. રાજા અને લોકેથી પ્રાર્થના કરાયેલા આદ્રક મુનિએ દેવવાણીને વિચારીને શ્રીમતીને પરણ્યા. શું ભાવી અન્યથા થાય છે?
ક્રમે કરીને તેમને ત્રીજા વર્ષે પુત્ર થયે. તે પુત્ર નવ વર્ષના થયા ત્યારે આદ્રકુમારે શ્રીમતીને કહ્યુંઃ તને સહાયક પુત્ર થયેલો છે. આથી હું હવે દીક્ષા લઉં છું. બુદ્ધિમતી શ્રીમતી તે વખતે રેંટિયે લઈને રૂ કાંતવા માંડી. બાળકે કહ્યું: હે મા ! આ તેં શું શરૂ કર્યું છે? શ્રીમતીએ કહ્યું: હે વત્સ ! તારો પિતા તપ કરવા માટે જશે અને તું તે હજી નાખે છે. આથી રેંટિયે જ મારું શરણ છે. આ પ્રમાણે સાંભળીને બાળકે પોપટની જેમ કાલી ભાષામાં કહ્યુંહે મા ! મારા પિતા ક્યાં જવાના છે? એમને હું બાંધીને રાખું છું. પછી રેંટિયાથી કાંતેલા સૂતરથી પિતાના પગને બાંધતા તેણે આ પ્રમાણે કહ્યું : હે મા ! તું ભય ન પામ. ઝુંડ નામનું જલચર પ્રાણી જેમ હાથીને બાંધી લે (=પકડી લે) તેમ મેં પિતાને સૂતરના તાંતણુઓથી બાંધી જ લીધા છે. બાળકની તે ચેષ્ટ જોઈને આદ્રકનું ચિત્ત દયાળુ બન્યું. આથી તેણે કહ્યું : બાળકે મારા પગમાં સૂતરના જેટલા બંધન=આંટા કર્યા છે તેટલાં વર્ષો સુધી હું ગૃહવાસમાં રહીશ, તેથી અધિક નહિ. પછી સૂતરના બંધન ગણ્યા તે બાર થયા. આથી તેણે ઘરમાં રહીને બાર વર્ષો પસાર કર્યા. અવધિ પૂર્ણ થતાં તેણે વિચાર્યું. પૂર્વભવમાં મેં મનથી પણ ચારિત્ર ભાંગ્યું તે અનાર્યપણાને પામ્ય, પણ હમણાં તે સર્વથા ચારિત્ર છોડી દીધું