________________
૪૦
શીલેાપદેશમાલા ગ્રંથના
આર્દ્રક અભયકુમાર પાસે જવાના અવસર જોવા લાગ્યા. ઉડીને પેાતાની ઈચ્છા પ્રમાણે જતા પક્ષીઓને તેણે પેાતાનાથી અધિક માન્યા. હવે આર્દ્ર કરાજાએ પાતાના પુત્રને અભયકુમારની પાસે જવાની ઈચ્છાવાળા જાણીને પાંચસો સામાને તેનું રક્ષણ કરવાના આદેશ કર્યો. છાયાની જેમ રાત-દિવસ પેાતાના પડખાને નહિ મૂકતા સામત રાજાએથી આર્દ્ર કુમારે પાતાને કેદી જેવા માન્યા. નગરની બહાર ઘેાડાઓને ચલાવતા તે પેાતાની ઈચ્છા પ્રમાણે દૂર પણ જતા હતા અને સામાને વિશ્વાસ ઉપાવવા સ્વયં પાછે આવી જતા હતા. એકવાર સમુદ્રમાં રત્નાથી ભરેલું વહાણ તૈયાર કરાવ્યું. વહાણના આગળના ભાગમાં જિનપ્રતિમાને મૂકી, સામતા પેાતાને જોતા ન હતા ત્યારે જલદી વહાણુમાં બેસીને તે આ દેશમાં આવ્યા. ત્યાં ધનને સાતક્ષેત્રમાં વાપર્યું, જિનપ્રતિમા અભયકુમારને આપીને પ્રત્યેકબુદ્ધ તે સાધુવેશ પહેરીને જેટલામાં સામાયિક ઉચ્ચરે છે તેટલામાં આકાશમાં દેવીએ કહ્યું: તું વ્રત ન લે. કારણ કે તારે ભાગલવાળાં કર્મો ભાગવવાનાં છે. ભાગલવાળાં કર્મો તીથ કરાને પણ ભાગવવા પડે છે. માટે તે કર્મી ભાગવ્યા વિના તું વ્રત લેવાને ચાગ્યા નથી. તે ધમ થી શું ? કે જેનાથી નરકમાં જવુ પડે, અર્થાત્ જે ધર્મીના સ્વીકાર કર્યા પછી તેના ભંગ કરીને નરકમાં જવું પડે તે ધર્મીના સ્વીકાર ન કરવા જોઇએ. આદ્ર કુમારે દૈવીવાણીના અનાદર કરીને વ્રત સ્વીકાર્યું". અતિ ઉગ્ર ચારિત્રને પાળતા આ કમુનિ એકવાર વસ ંતપુર નગરમાં આવ્યા.
મધુમતીના જીવ વસંતપુર નગરના શ્રેષ્ઠીના ઘરે ધનવતી નામની પત્નીની શ્રીમતી નામની પુત્રી થયેા. એકવાર આક મુનિ નગરની બહાર દેવમંદિરમાં કાઉસ્સગ્ગમાં રહ્યા હતા. આ વખતે સખીઓથી યુક્ત શ્રીમતી ત્યાં રમવા માટે આવી. પછી ત્યાં “હે સખીએ ! પતિને વ” એમ ખાલિકાએ કહ્યું. ખાલિકા મંદિરના ૧એક એક થાંભલાને ભેટીને “આ મારો પતિ આ મારા પતિ” એમ કહીને વરવા લાગી, શ્રીમતીએ પણ કાઉસ્સગમાં ઉભેલા આ મુનિને થાંભલાના ભ્રમથી ભેટીને “આ મારા પતિ” એમ કહ્યું. આ અવસરે સારી પસ ઢગી કરી સારી પસ ંદગી કરી” એમ દૈવી ખાલી. પછી ગારવ કરતી દેવીએ ત્યાં રત્નાની વૃષ્ટિ કરી. ગ િરવથી ભય પામેલી શ્રીમતી મુનિના પગમાં પડી. આ અનુકૂલ ઉપસર્ગ છે એમ જાણીને મુનિએ ખીજા સ્થળે વિહાર કર્યાં. માલિક વિનાનું ધન રાજાને આધીન થાય એવા નિયમ હતા. આથી રાજપુરુષો જેટલામાં તે રત્નાને લે છે તેટલામાં દેવી મેલી કે આ રત્ના મેં શ્રીમતીની આ મુનિ સાથે થયેલી સગાઈમાં આપ્યાં છે. દેવીનું આ વચન સાંભળીને અને ત્યાં સર્પોને જોઈને રાજપુરુષો પલાયન થઈ ગયા.
૧. આ વિગત ટીકામાં નહાવા છતાં વિશેષ સ્પષ્ટતા માટે અન્ગ્રથના આધારે લખી છે..