________________
ગુજરાતી ભાવાનુવાદ
૩૩૩ સ્વયં પાળીને કે શ્રોતાઓને તેને ઉપદેશ આપીને. બેધિસુખ એટલે સમ્યક્ત્વથી પરંપરાએ પ્રાપ્ત થતું મોક્ષસુખ. કારણ કે મોક્ષસુખ જ સર્વ શ્રેષ્ઠ, શાશ્વત, દુખથી રહિત, વિકાર ( ફેરફાર) વિનાનું, સંપૂર્ણ અને મંગલનું મૂળ છે. [૧૧૪]
આ પ્રમાણે શીલપદેશમાલા નામનું પ્રકરણ પૂર્ણ થયું. તે પૂર્ણ થતાં તેની શીલતરંગિણ નામની આ ટીકા પૂર્ણ થઈ
ભાવાનુવાદકારની પ્રશસ્તિ - પૂજયપાદ આચાર્યદેવશ્રી જયકીર્તિસૂરિ વિરચિત અને પુજયપાદ આચાર્યદેવશ્રી મતિલકસૂરિ કૃત શીલતરંગિણી ટીકા સહિત શીલપદેશમાલા ગ્રંથને સિદ્ધાંતમહેદધિ સ્વ. પ. પૂ. આચાર્યદેવશ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજના પટ્ટાલંકાર પરમગીતાર્થ સ્વ. પ. પૂ. આચાર્યદેવશ્રી હીરસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પરાર્થપરાયણ પ. પૂ. આચાર્યદેવશ્રી લલિતશેખરસૂરીશ્વરજી મહારાજના શિષ્ય આચાર્યશ્રી રાજશેખરસૂરિએ કરેલ ગુજરાતી ભાવાનુવાદ વિ. સં. ૨૦૪૬ના પિષ માસમાં દહેજગામમાં શરૂ થયું અને તે જ વર્ષના જેઠ માસમાં
ભરુચનગરમાં એની સમાપ્તિ થઈ.
Titlltil"