________________
૩૩૨
શીલપદેશમાલા ગ્રંથન ધનશ્રીના ચરણોમાં પડીને બોલ્યો : મારે આ અપરાધ માફ કર. તારો પતિ આ સમુદ્રદત્ત કોણ છે તે મને કહે. ધનશ્રીએ કહ્યું ઃ ઉજજયિની નામની મહાનગરમાં સાગરચંદ્ર શેઠ છે. તેને આ પુત્ર છે. તે ગુણોની ખાણ છે. જેમ સમુદ્ર રત્નોનું સ્થાન છે તેમ તે કલાઓનું સ્થાન છે. વિનીતક બોલ્યો : તે તારા ગુણેથી પ્રસન્ન થયેલા હું તારા પતિને જ્યાં ત્યાંથી શોધીને લઈ આવીશ. આ પ્રમાણે કહીને તે ત્યાંથી નિકળી ગયે. ધનશ્રીના ઉજજવલ શીલને વિચારતા તેણે જેમ જ્ઞાની ગર્વને છેડી છે તેમ “શ્રીએ દુરશીલવાળી હોય છે” તેવા આગ્રહને મૂકી દીધો. ઉજજયિની જઈને તેણે માતા-પિતાના મનને આનંદ પમાડ્યો. તેના પિતાએ ધનશેઠને તેનું આગમન જણાવ્યું. માતા-પિતા અને સસરે તેને ફરી જન્મ પામેલો માનવા લાગ્યા. બંને સ્થળે વધામણીના મહોત્સવ થયા. ધનશ્રીને ઘણી સમૃદ્ધિથી લઈ જવાની ઇચ્છાવાળો સમુદ્રદત્ત જલી ગિરિપુરનગરમાં ગયો. જેમ ભેગી ભવરૂપી સમુદ્રના કાંઠાને જોઈને આનંદ પામે તેમ જમાઈને જોઈને બધા એકદમ આશ્ચર્ય પામ્યા અને હર્ષમય બની ગયા. સતી ધનશ્રી પણ કલંક રહિત શીલના પ્રભાવરૂપી અદભુત વૈભવથી આ લેક અને પરલોકમાં ઉત્પન્ન થયેલાં કલ્યાણકારી સર્વ સુખને ઘણુ કાળ સુધી પામી. [૧૧૩ ] હવે ગ્રંથસમાપ્તિમાં પિતાનું નામ નિર્દેશપૂર્વક મંગલ આશીર્વાદ આપે છે –
इइ जयसिंहमुणीसर-विणेयजयकित्तिणा कयं एयं ।
सीलोवएसमालं आराहिय लहह बोहिसुहं ॥ ११४ ॥ ગાથાથ:- હે ભવ્ય! આ પ્રમાણે જયસિંહસૂરિના શિષ્ય શ્રી જયકીર્તિ (સૂરિ)એ કરેલી આ શીલોપદેશમાલાને આરાધીને બોધિસુખને પામો.
ટીકાથ:- આ પ્રકરણના કર્તા આચાર્યશ્રી જયસિંહસૂરિના શિષ્ય શ્રી જયકીર્તિ (સૂરિ) છે, જયકીર્તિ એ નામનો અર્થ આ પ્રમાણે છે – જેમાં જય પ્રધાન છે એવી જે કીર્તિ તે જયપ્રધાન કીર્તિ. જયપ્રધાન કીર્તિ છે જેની તે જયકીર્તિ, અથવા જગતમાં કીર્તિ છે જેની તે 'જયકીર્તિ. સ્વ–પરને હિતકર ઉપદેશ આપનાર હોવાથી આ મહાત્માનું જયકીર્તિ એવું નામ સાર્થક ( =બંધ બેસતું) છે. તેમણે આગમમાં કહેલી ગાથાઓના અર્થને સંગ્રહ કરીને આ શીલપદેશમાલા રચી છે. શીલપદેશમાલા શબ્દનો અર્થ આ પ્રમાણે છે – શીલના સારવાળા જે ઉપદેશે તે શીલપદેશ. શીલપદેશની માલા=શ્રેણિ તે શીલપદેશમાલા, અથવા માલા એટલે પુપોની માળા જેવી માળા. જેમ પુષ્પમાળા સર્વ જીવોના ઉત્તમ અંગ કંઠે ધારણ કરવા લાયક છે તેમ આ શિલપદેશમાલા પણ કંઠે ધારણ કરવા લાયક છે. શીલપદેશમાલાને આરાધીને એટલે તેમાં કહેલા ઉપદેશને
૧. સંસ્કૃતમાં ગતિ એ શબ્દ થાય. પ્રાકૃતમાં કાત્તિ થાય. ગુજરાતીમાં જયકીર્તિ શબ્દ થાય.