________________
ગુજરાતી ભાવાનુવાદ
૩૦૯ સાધુ-ગૃહસ્થ બંનેએ કુસંગને ત્યાગ કરે જોઈએ એમ કહે છે - जूआरपारदारिअ-नड विडपमुहेहि सह कुमित्तेहिं । संगं वजिज सया, संगाओ गुणावि दोसावि ॥१०२।।
ગાથાર્થ – જુગારી, પરીગામી, નટ, વ્યભિચારી વગેરે કુમિત્રની સાથે સેબતને સદા ત્યાગ કર. કારણ કે સંગથી (=સુસંગથી) ગુણે પણ થાય અને સંગથી (કુસંગથી) દોષ પણ થાય.
ટીકાર્ચ - સંગની અસર વિષે કહ્યું છે કે- “ગુણેના યથાર્થ જ્ઞાનવાળા જીવમાં ગુણ ગુણરૂપ બને છે, ગુણેના યથાર્થ જ્ઞાનથી રહિત જીવમાં ગુણે દેષરૂપ બની જાય છે. નદીએ સ્વાદિષ્ટ પાણીવાળી હોય છે. સ્વાદિષ્ટ પાણીવાળી પણ નદીએ સમુદ્રમાં જઈને ખારાપાણીવાળી બની જાય છે.” [૧૦૨]
સ્ત્રીઓના ગુણને કહે છે - मिउभासिणी सुलजा, कुलदेसवयाणुरूववेसधरा । अभमणसीला चत्ता-सइसंगा हुज नारीवि ॥१०३॥
ગાથાથ – એ પણ ઓછું બેસવું જોઈએ, સુલજાવાળી બનવું જોઈએ, કુલ, દેશ અને વયને અનુરૂપ વેબ પહેરવો જોઈએ, અર્થાત્ બેટો આડંબર ન કરે જોઈએ, બહાર ન ફરવું જોઈએ. અર્થાત્ પિતાના ઘરના ઉંમરાનો ત્યાગ ન કર જોઈએ, અસતી સ્ત્રીને સંગ છોડવો જોઈએ. આવી સ્ત્રીઓ પ્રશંસનીય બને છે.
ટીકાથ :- સ્ત્રીઓના લજજાગુણ વિષે કહ્યું છે કે– “અસંતેવી બ્રામણે, સંતોષી રાજાઓ, લજજાળુ વેશ્યાઓ અને લજજાહીન કુલનારીઓ નાશ પામે
છે. સ્ત્રીઓએ પોતાના ઘરને ઊમરો ન છોડવો જોઈએ એ વિષે કહી છે કે-“લજજાહિન જે સ્ત્રી પોતાના ઘરના ઊમરાને છેડીને બહાર જાય છે તે સુકલમાં જન્મી હોય તે પણ કુલમર્યાદાનો લેપ કરવાના કારણે કુલટા જાણવી.”
ફરી પણ જીઓના ગુણોને જ કહે છે – देवगुरुपियरसुसराइ-एसु भत्ता थिरा वरविवेआ। कंताणुरत्तचित्ता, विरला महिला सुदढचित्ता ॥१०४॥
ગાથા-ટીકાથ :- દેવ, ગુરુ, પિતા, સસરો, દિયર, પતિને મિત્ર આદિ વિષે ભક્તિવાળી, સ્થિર (=દઢ મનોબળવાળી), ઉત્તમ વિવેકથી યુક્ત, પતિ પ્રત્યે અનુરક્તચિત્તવાળી અને સુદઢ ચિત્તવાળી (=પોતાના શીલની રક્ષા કરવામાં દઢ) હેય એવી સ્ત્રીઓ વિરલ હોય છે. [૧૦૪]