________________
૩૦૮
શીલપદેશમાલા ગ્રંથને પછી એ ત્રણ પ્રહર સુધી બેસવું નહિ. ૪. ઇન્દ્રિય –રાગથી સ્ત્રીઓની ઇઢિયે કે અન્ય અંગોપાંગ તરફ દષ્ટિ પણ નહિ કરવી જોઈએ. અચાનક દષ્ટિ પડી જાય તે સૂર્યની સામેથી દષ્ટિ જેટલી ઝડપથી ખેંચી લેવામાં આવે છે, તેટલી જ ઝડપથી પાછી ખેંચી લેવી જોઈએ. પ. કુડ્યાંતર - જ્યાં ભીતના અંતરે પુરુષ–સ્ત્રીની કામચેષ્ટા સંબંધી અવાજ સંભળાતા હોય તેવા સ્થાનને ત્યાગ કરવો જોઈએ. ૬. પૂર્વક્રીડિત :પૂર્વે કરેલી કામક્રીડાનું સ્મરણ ન કરવું. ૭. પ્રણતઆહાર - પ્રણીત એટલે સ્નિગ્ધ. અત્યંત સ્નિગ્ધ દૂધ, ઘી આદિ આહારનો ત્યાગ કર. ૮. અતિમાત્ર આહાર - અપ્રણત આહાર પણ ભૂખથી વધારે ન લે ૯. વિભૂષા –શરીરની અને ઉપકરણોની વિભૂષા (=ટાપટીપને) ત્યાગ કરવો. [૯].
ગૃહસ્થના પણ શીલની રક્ષાને ઉપાય કહે છે :वेसादासीइत्तर-पमुहाणमसेसदुटुनारीणं । सीलवयरक्खणटुं, गिहीवि संगं विवजिजा ॥१०॥
ગાથાર્થ-ગૃહસ્થ પણ બ્રહ્મચર્યની રક્ષા માટે વેશ્યા, દાસી, અસતી અને નટી વગેરે સર્વ દુષ્ટ સ્ત્રીઓના સંગને ત્યાગ કરે.
ટીકાથે વેશ્યા=નટ વગેરે વ્યભિચારી પુરુષને ભોગવવા યોગ્ય સી. દાસી= કામ કરનારી છી. અસતી=પતિને છેતરીને પરપુરુષ સાથે કામક્રીડા કરનારી સી. ગૃહસ્થ વેશ્યા આદિના સંગને ત્યાગ કરવો જોઈએ. કહ્યું છે કે-“રાજા ખરાબ મંત્રીશ્રી, સાધુ કુસંગથી, પુત્ર લાલનથી (=બહુ લાડ લડાવવાથી), બ્રાહ્મણ ન ભણવાથી, કુલ કુપુત્રથી, શીલ દુષ્ટોની સોબતથી, મત્રી દ્વેષથી, સમૃદ્ધિ અનીતિથી, સ્નેહ પ્રવાસ કરવાથી, સ્ત્રી મદ્યપાનથી, ખેતી તપાસ ન રાખવાથી, ધન ત્યાગથી અને પ્રમાદથી નાશ પામે છે.”[૧૦]
મુનિ અને ગૃહસ્થને હિતશિક્ષા આપે છે :वेसादासीइत्तर-परंगणालिंगिणीण सेवाओ। वजिन्ज उत्तरोत्तर, एए दोसा विसेसेणं ॥१०१॥
ગાથા -વેશ્યા, દાસી, ઈત્વરી, પરસ્ત્રી અને લિંગિની, આ સ્ત્રીઓની સાથે ઉત્તરોત્તર અધિક અધિક કામક્રીડાને ત્યાગ કરે. કારણ કે આ સ્ત્રીઓ ઉત્તરોત્તર વિશેષ
ટીકા - ઇત્વર=ધન લઈને પુરુષને સંગ્રહ કરનારી (=સ્વીકાર કરનારી) સી. પરમી=ધન, રૂપ અને સૌભાગ્ય વગેરેમાં આસક્ત. લિંગિની=બતધારિણી શ્રી. આ વિષે કહ્યું છે કે- “સાધ્વીની સાથે કામક્રીડા કરવાથી, દેવદ્રવ્યનું ભક્ષણ કરવાથી, મુનિને ઘાત કરવાથી અને શાસનની અપભ્રાજના કરવાથી બધિને ઘાત થાય એમ શાસ્ત્રમાં કહ્યું છે.” [૧૦૧]
દૂષિત કરનારી છે.