________________
ગુજરાતી ભાવાનુવાદ
૨૫૩
પરદેશમાં રહેનારા હોય છે. ત્યારથી સખીવૃંદથી યુક્ત રોહિણી મસ્તકમાં વેણ બાંધીને, અર્થાત્ વાળ ઓળવાનું બંધ કરીને, ધર્મકાર્યોથી દિવસે પસાર કરવા લાગી.
આ તરફ ધૂળ અને કદંબપુષ્પોના સમૂહની રેણુથી આકાશને ધોળા અને પીળા રંગવાળું કરનાર ગ્રીષ્મકાળે તાપના યૌવનને ઉતાર્યું, અર્થાત્ ઘણું તાપવાળે ઉનાળો આવ્યો. ઉદ્યાનની લહમીને સફલ કરવા જતા શ્રીનંદરાજાએ ઘામથી પીડાયેલી અને ઝરુખામાં રહેલી રહિણીને જોઈ. ઘણા કાળથી (પતિના) વિર હવાળી અને સુંદર લાવણ્યની રચનાથી શોભતી રહિણીને જોઈ જોઈને તે કામથી અત્યંત હણાયે. તેથી તે ઉદ્યાન કીડાને ભૂલી ગયા. લજજાથી રહિત ચિત્તવાળા તેને સંતાપ બમણું થઈ ગયે. તે ત્યાંથી પાછા ફરીને ઘરે ગયો. કામરૂપી અપસ્મારથી ઢંકાઈ ગયેલી ચેતનાવાળા રાજાએ દૂતીને ભેટ આપીને રોહિણી પાસે મેકલી. તેની પાસે જઈને દૂતીએ કહ્યું કે સુભ્ર ! આજે તારા ઉપર કામદેવ તુષ્ટ થયું છે, જેથી શ્રીનંદરાજા પિતે તને ચાહે છે. તેથી તેનો સંગ કરીને સુંદર યૌવનને સફલ કર. આ સાંભળીને જેને રેષ ઉત્પન્ન થઈ રહ્યો છે એવી રોહિણીએ મનમાં વિચાર્યું. અહ! પિતાના કુલને વિચાર્યા વિના નિરંકુશ રાજા ઉન્મત્તહાથીની જેમ મારા શીલરૂપી વૃક્ષને ભાંગશે. તેથી તે જયાં સુધી પોતાની ધારણ ન છોડે ત્યાં સુધીમાં તેને ઉપાયથી બંધ પમાડવો જોઈએ. આ પ્રમાણે વિચારીને સતીએ દૂતીને મધુરવાણીથી કહ્યું હે સખી! સ્ત્રીઓ સ્વભાવથી સુંદર પુરુષને ઈચ્છે છે. મને તે રાજા સ્વયં ઈચ્છે છે. તેથી આ દૂધમાં સાકર સમાન થયું. પણ ચંદ્ર અને લક્ષમીની જેમ અમારું કુલ નિર્મલ છે. તેથી સુંદર પુરુષોમાં શ્રેષ્ઠ રાજા રાતે ગુપ્તપણે આવે. આ પ્રમાણે રાજાનું ભૂટણું લઈને અને પોતે પણ રાજા માટે ભેટશું આપીને મહાસતીએ પ્રસન્ન થયેલી દૂતીને જલદી રજા આપી. દૂતીએ સતીના વચનરૂપ અમૃતથી શ્રીનંદરાજાને આનંદ પમાડ્યો. રાજાએ તે દિવસને એક વર્ષ સમાન પસાર કર્યો. જાણે શ્રીનંદરાજાના હૃદયમાંથી પ્રગટ થયું હોય તેવા ઘણા અંધકારથી દિશાઓનું મંડલ ચારે બાજુથી મલિન થયું ત્યારે, શ્રેષ્ઠ શિંગાર કરીને, સેવકને રજા આપીને, અને મશ્કરા મંત્રીને સાથે લઈને રાજા રહિણીના ઘરે ગયો. સહસા ઊભી થયેલી દાસીઓએ રાજાને સત્કાર કર્યો. રાજા જાણે મનોરથ ઉપર બેસતે હોય તેમ ઊંચા સિહાસન ઉપર બેઠે. પછી રાજાએ દષ્ટિને દૂતીની જેમ ચારે બાજુ ફેરવી. રેહિણી પણ ભૂમિ ઉપર દષ્ટિ રાખીને રાજાની આગળ આવી. રાજાની (હર્ષના આંસુઓથી) ભીની થયેલી. ચારે બાજુ ત્રાંસી ફેલાતી અને ચંચળ એવી આ મના જેવી આંખોવાળી રોહિણીને જોઈને જડ બની ગઈ
રાજ વિઠ્ઠાઈ ધારણ કરીને જેટલામાં કહેવાનો પ્રારંભ કરે છે તેટલામાં રહિણીએ સખીવૃંદને રાજા માટે રસોઈ લાવવાની આજ્ઞા કરી. પછી રહિણીએ રાજાની આગળ
૧. અપસ્માર વાઈને રોગ. તે રેગમાં જીવને શુદ્ધિ રહેતી નથી.