________________
ગુજરાતી ભાવાનુવાદ
૨૧૧ અર્થ છે. આ પ્રમાણે વિચારીને જે કંઈ બને છે તે બધું પૂર્વભવના કર્મના કારણે બને છે એમ માનતી તે સતી વસ્ત્રના છેડે શબ્દને જોઈને વાંચ્યા. વાંચીને તેણે વિચાર્યુંજેમ હંસનું માનસ સરોવરમાં સ્થાન હોય તેમ તેમના ચિત્તમાં હજી પણ મારું સ્થાન છે, જેથી તેમણે જાતે શબ્દ લખીને મને જવાની આજ્ઞા આપી. પતિ વિનાની સ્ત્રીઓને પિતા જ શરણ હોવાથી હું વડના રસ્તે પિતાના ઘરે જઈશ. પછી હરણીની જેમ ભયથી વિહલ બનેલી અને મંત્રની જેમ નલને યાદ કરતી દમયંતી પિતાના ઘર તરફ ચાલી. તીક્ષણ ઘાસથી એના પગ ભેદાઈ રહ્યા હતા. એથી એના ચરણે પીળા રંગથી યુક્ત લાલ રંગવાળા થઈ ગયા હતા. આથી તે જાણે 'લાખના રસથી પૃથ્વીને નિશાનીવાળી કરી રહી હતી. એનું શરીર પરસેવાથી ભિનું થઈ ગયું. ઉડતી ધૂળથી કંઈક પાંડુ વર્ણવાળું થઈ ગયું. આગળ જઈને તેણે નાના તળાવમાં હંસીની જેમ સ્નાન કર્યું. પછી તેણે વનમાં પ્રવેશ કર્યો. દમયંતીને સિંહે અંબિકાદેવી જેવી, સર્પો જાંગુલી વિદ્યાથી સર્પ પકડનારી સ્ત્રી જેવી અને હાથીઓ સિંહણ જેવી માનતા હતા. નિર્જન વનમાં જતી તેને શીલના પ્રભાવથી હિંસક પશુઓ પણ જાણે પોતાના સહાયક હોય તેવા થયા. વનને ઓળંગવા માટે કંઈક ઉપાયને વિચારતી દમયંતીએ ઘણા ગાડાઓથી ગીચ બનેલ એક સાર્થ જે. સાર્થને જેવાથી તેનું મન જેટલામાં સ્વસ્થ બન્યું તેટલામાં તો જેમ વિષયે કામુકને ઘેરી લે તેમ ચરોએ સાર્થને ઘેરી લીધે. સતી દમયંતીએ હાથ ઊંચા કરીને એને કહ્યું હે રે ! તમે જતા રહે. જેમ નાળિયેર વિષે પોપટને પ્રયત્ન નિષ્ફળ જાય છે તેમ સાથે વિષે કરેલે તમારો પ્રયત્ન નિષ્ફળ જશે. સતીના એ વચનની અવજ્ઞા કરીને સાર્થને લુંટવા પ્રવૃત્ત થયેલા ચેરેને દમયંતીએ મંત્રાક્ષની જેમ હુંકારાઓથી અટકાવ્યા. સાર્થવાહ પરિવાર સહિત દમયંતીની પાસે આવ્યો. દમયંતીને કુલદેવીની જેમ જેતા સાર્થવાહે સારી રીતે વંદન કર્યું. પછી સાર્થવાહે દમયંતીને પૂછ્યું: હે કલ્યાણી ! તું કેણ છે? નિર્જન વનમાં ભમતી તું અમારા પુણ્યગથી અહીં ક્યાંથી આવી છે? તેણે નલના જુગારથી આરંભી સઘળે પોતાનો વૃત્તાંત એને કહ્યો. સાર્થવાહે આ નલની પત્ની છે એમ જાણીને એને પોતાની બહેન જેવી માની. સાર્થવાહના તંબુમાં રહેતી તે માર્ગને સુખપૂર્વક ઓળંગવા લાગી. ક્રમે કરીને મુસાફરોને સંતાપ કરનારે ચેમાસાને કાળ આવ્યો. ગળિયા બળદની જેમ ગાડાંઓ કાદવમાં ખેંચવા લાગ્યા. વર્ષીદને અભાવ થતાં વસ્તુઓને તડકામાં રાખવા લાગ્યા. ત્યાં સાર્થને
૧. સ્તબક શબ્દનો અર્થ ગુચ્છ' થાય છે. પણ અહીં તે અર્થ બંધ બેસતો જણાતા નથી. આથી અનુવાદમાં “રસ અર્થ લખ્યો છે. -
૨ વર્ષાદના કારણે અનાજ વગેરે બગડી ગયું હોય એથી બગાડને દૂર કરવા તડકામાં રાખવા લાગ્યા;