________________
૨૧૦
શીલપદેશમાલા ગ્રંથને પણ જે ઈષ્ટ હોય તે તારે લેવું. નલે કહ્યું: હે દેવ! જેટલી પૃથ્વીમાં આપનું શાસન પ્રવર્તે છે તેટલી પૃથ્વીમાં જુગાર, દારૂ અને શિકાર બંધ કરાવે. નલ ઉપર આદરવાળા રાજાએ તે બધું તે જ પ્રમાણે કર્યું. આ પ્રમાણે ત્યાં રહેતા તેના દિવસે સુખપૂર્વક પસાર થતા હતા. એક દિવસ સરોવરના કાંઠે વૃક્ષની છાયામાં બેઠેલા નલની પાસે પરદેશી કેઈ બ્રાહ્મણ આવીને બેઠે. બંને પરસ્પર વાત કરી રહ્યા હતા. આ દરમિયાન નલને સર્વ અંગેમાં કુબડે જોઈને વિકસિત નેત્રવાળો તે બ્રાહ્મણ બે કલેકે
સ્પષ્ટ છે . તે આ પ્રમાણે છે – अनार्याणामलज्जाना, दुर्बुद्धीनां हतात्मनां । रेखां मन्ये नलस्यैव, यः सुप्तामत्यजत् प्रियां १॥ विस्रब्धां वल्लभां स्निग्धां, सुप्तामेकाकिनींवने त्यक्तुकामोऽपिजातःकि, तत्रैव स न भस्मसात्।।
“હું અનાર્ય, લજજાહીન, દુબુદ્ધિવાળા અને હણાયેલા છમાં નલને જ અગ્રેસર માનું છું, કે જેણે સુતેલી પત્નીને ત્યાગ કર્યો. વિશ્વાસ પામેલી અને સનેહાળ પત્નીને જંગલમાં એકલી સૂતેલી છોડવાની ઇરછાવાળે તે ત્યાં જ ભસ્મસાત્ કેમ ન થઈ ગયે ?”
પછી ભલે તે સારું કહ્યું એમ પ્રશંસા કરીને બ્રાહ્મણને પૂછ્યું તું કેણ છે? ક્યાંથી આવ્યું છે? નલને આ વૃત્તાંત તેં ક્યાં સાંભળે? બ્રાહ્મણે જવાબ આપ્યઃ હું કુશલ નામને બ્રાહ્મણ છું, અને કુંડિનનગરથી આવ્યો છું ત્યાં મે નલની આ વાત સાંભળી. વિકસિત મુખરૂપી કમલવાળા તેણે ફરી કહ્યું: નલે દમયંતીને ત્યાગ કર્યો ત્યાં સુધી વૃત્તાંત મેં સાંભળે છે, બાકીને વૃત્તાંત કહે. બ્રાહ્મણે કહ્યું: દમચંતીને સૂતેલી એકલી છેડીને નલ જો રહ્યો, પછી રવિ શેડી બાકી રહી ત્યારે દમયંતીએ સ્વમ જોયું. તે આ પ્રમાણે – આંબાના વૃક્ષ ઉપર ચઢીને મેં વેચ્છાથી તેનાં ફલે ખાધાં. પછી હાથીએ તે વૃક્ષને ઊખેડી નાખ્યું એટલે હું પૃથ્વી ઉપર પડી. સવારે જાગેલી તે પતિને ન જેવાથી મનમાં ભય પામી. આમતેમ નજર નાખીને તેણે ચિત્તમાં આ પ્રમાણે વિચાર્યું : હે દુષ્ટ ભાગ્ય ! બળેલી મારા ઉપર હજી પણ શું કરવાની તારી ઈચ્છા છે કે જેથી આવી અવસ્થાને પામેલી હું પતિને નજરથી જોતી નથી. અથવા મુખ દેવા માટે સરેવરમાં ગયેલા સૈભાગ્યના અસાધારણ ભંડાર તેમને વનદેવતા હરી ગયે (લાગે) છે. અથવા કીડા કરવાના હેતુથી ક્યાંક લતાઓના ઝુંડમાં સંતાઈ ગયા (લાગે) છે. આમ વિચારીને ત્યાંથી ઉઠીને દમયંતી દરેક વૃક્ષમાં પતિને શેધવા લાગી. પતિને ક્યાંય નહિ જેવાથી શેકના કારણે જાણે મન ભેદાઈ ગયું હોય તેમ સઘળા વનને રેવડાવતી તે રડી અને મૂછ પામી. પછી જલદી સ્વપ્નને યાદ કરીને તેના અર્થની તેણે વિચારણા કરી. તે આ પ્રમાણે - સ્વપ્નમાં જે આ આમ્રવૃક્ષ દેખાય તે સર્વશ્રેષ્ઠ મારા પતિ છે. ફલે એ રાજ્યલમી છે, અને હાથી ફૂબર છે. વૃક્ષ ઉપરથી મારું જે પતન થયું એ મને પતિને વિરહ થયે એ ચેકસ