SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ શીલપદેશમાલા ગ્રંથને ટીકાથ: શીલપરીક્ષાના અવસરે ચમત્કારને ઉત્પન્ન કરનારી મહાસતીઓએ બીજાતિને ત્રણે જગતમાં પ્રશંસનીય કરી છે. તુરછ એટલે ગંભીરતાથી રહિત, સ્ત્રીઓનું તુચ્છપણું જગપ્રસિદ્ધ છે. આગમમાં કહ્યું છે કે- “સ્ત્રીઓ તુચ્છ, ઘણું ગવવાળી અને ધતિથી દુર્બલ હોય છે. આથી જે સ્ત્રીઓને દષ્ટિવાદ ભણાવવામાં આવે તે “હું દષ્ટિવાદ પણ ભણું છું' એમ ગર્વવાળી બનીને પુરુષનો પરાભવ થાય ઈત્યાદિ પ્રકારની પ્રવૃત્તિ કરીને દુર્ગતિમાં જાય. આથી પરાનુગ્રહમાં પ્રવૃત્ત તીર્થકરેએ અતિશયવાળા “ઉત્થાનશ્રત' વગેરે અધ્યયન અને દૃષ્ટિવાદ સ્ત્રીઓને ભણવા માટે નિષેધ કર્યો છે.” (વિ. આ. ગા. ૫૫૨) नियसीलमहामंतेण, पबलजलणं जलं कुणंतीए । सीलग्घोसणपडहो, अज्जवि झणहणइ सीयाए ॥५१॥ ગાથાર્થ – પિતાના શીલરૂપી મહામંત્રથી પ્રબલ અગ્નિને જલ કરતા શ્રી સીતાજીના શીલની ઉદ્દઘાષણ કર પટહ આજે પણ વાગી રહ્યો છે=જાણે કે આજે પણ તેના પડઘા પડી રહ્યા છે.' ટીકાથ - શ્રી રામચંદ્રજીએ રાવણનો વધ કર્યો. ત્યારબાદ શીલભંગની શંકાને દૂર કરવા શ્રી સીતાજીએ દેવ, દાનવ અને મનુષ્યની સમક્ષ બળતા ખેરના અંગારાવાળા ખાડામાં પ્રવેશ કર્યો. તે જ વખતે શીલના પ્રભાવથી ખાડામાં જલ પ્રગટ થયું. જલના પુરની ઉપર સુવર્ણકમળ તરવા માંડયું. શ્રી સીતાજી એ સુવર્ણકમળની કણિકા ઉપર બેસી ગયા. તે વખતે “ય જય” એવા શબ્દો થયા. જય જય એવા શબ્દોથી સીતાજીએ લેકના ઉદરને યશથી ભરી દીધો. આ પ્રમાણે ગાથાને સંક્ષેપથી અર્થ છે. વિસ્તારથી અર્થ તે આગળ કહેવામાં આવનારા શ્રી રાવણના ચરિત્રમાં પ્રગટ કરવામાં આવશે. (૫૧) શીલના પ્રભાવને અન્ય ચમત્કાર જણાવે છે: चालणिधरियजलाए, संघमुहुग्घाडणं कुणतीए । चंपादारुघाडण-मिसेण नंदउ सुभद्दा सा ॥५२।। ગાથાર્થ – ચાલણીમાં પાણી ધારણ કરીને ચંપાનગરીના દ્વારને ઉઘાડવાના બહાને જેણે સંઘના મુખનું ઉદ્દઘાટન કર્યું=સંઘની પ્રભાવના કરી તે સતી સુભદ્રા દિર્ધાયુ બને. ૧, અથવા મૂળગાથામાં ઘણા એવું વચન સાનુકરણ અનુકરણવાળું છે. (કઈ “મહાનુભાવ” એ શબ્દ બોલે, તે સાંભળીને બીજો કોઈ માણસ “મહાનુભાવ” એમ બોલે તે તે શબ્દ સાનુકરણ= અનુકરણવાળા કહેવાય.) અર્થાત સીતાજીના શીલની ઉદ્ઘોષણા કરતો પટહ આજે પણ ઝહણે છે.
SR No.022170
Book TitleShilopadeshmala
Original Sutra AuthorN/A
AuthorJaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
PublisherSalvina Adishwar Bhagwan Jain Derasar Trust
Publication Year1993
Total Pages346
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy