________________
શીલપદેશમાલા ગ્રંથનો सज्झाय-झाण-तव-ओसहेसु उवएस-श्रुह-पयाणेसु ।।
संतगुणकित्तणेसु य, न हुंति पुणरुत्तदोसाउ ॥१॥
સ્વાધ્યાય, ધ્યાન, તપ, ઓષધ, ઉપદેશ, સ્તુતિ, દાન અને (અન્યમાં) વિદ્યમાન ગુણેનું કીર્તન કરવામાં પુનરુક્તિ દોષ લાગતો નથી.”
(વિવેરિફાસ્ટ :-) વિવેક એટલે હેય (=ત્યાગ કરવા યોગ્ય) અને ઉપાદેય (=સ્વીકારવા યોગ્ય) ને વિચાર. વિવેક એ જ કરિ=હાથી. આ શીલપદેશમાલા વિવેકરૂપી હાથીની શાલા સમાન છે. કારણ કે જેમ હાથી શાલામાં રહે છે, તેમ વિવેક શીલેપદેશમાલામાં રહે છે, અર્થાત્ જ્યાં શીલપદેશમાલા હોય છે ત્યાં વિવેક રહે છે.
અહીં વાચ્ય–વાચકરૂપ સંબંધ છે. પ્રકરણને અર્થ વાગ્ય છે અને પ્રકરણ વાચક છે. શીલ સંબંધી ઉપદેશ અભિધેય (=કહેવા યોગ્ય) છે. વિવેવરિરાઢાં એ શબ્દોથી પ્રોજન જણાવ્યું છે. પ્રયોજન કર્તાનું અને શ્રોતાનું એમ બે પ્રકારે છે. એ બંને પ્રજનના પરંપરા અને અનંતર એમ બે પ્રકાર છે. તેમાં કર્તાનું પરંપરા પ્રજન મોક્ષપ્રાપ્તિ છે. અનંતર પ્રયજન ભવ્ય જીવો ઉપર અનુગ્રહ કરવો એ છે. શ્રેતાનું પણ પરંપર પ્રયજન મેક્ષગમન છે, અને અનંતર પ્રયજન પ્રકરણના અર્થનું જ્ઞાન થવું એ છે.
અહીં મંગલાચરણમાં અન્ય તીર્થકરોને નમસ્કાર ન કરતાં શ્રી નેમિનાથ ભગવાનને જ નમસ્કાર કર્યો તે ગ્રંથની શીલસંબંધી પ્રધાનતાને જ વ્યક્ત કરે છે.
અહીં તીર્થકરોના ચાર અતિશનું સૂચન આ પ્રમાણે છે:- કચરા એ પદથી અપાયાપગમ એ અતિશયનું સૂચન કર્યું છે. નાસા એ પદથી પૂજાતિશયનું સૂચન કર્યું છે. જ્ઞાનાતિશય વિના પૂજાતિશય ન હોય એથી પૂજાતિશયના સૂચનથી જ્ઞાનાતિશયનું પણ સૂચન કરી દીધું છે. જ્ઞાનાતિશયથી અવશ્ય ઉપદેશની પ્રવૃત્તિ થાય છે. આથી જ્ઞાનાતિશયના સૂચન દ્વારા વચનાતિશયનું સૂચન કરી દીધું છે. આ પ્રમાણે અહીં ચાર અતિશનું સૂચન કર્યું છે. [૧] હવે ફલ બતાવવાપૂર્વક શીલને જ ઉપદેશ આપતા ગ્રંથકાર કહે છે –
निम्महियसयलहीलं, दुहवल्लीमूलउक्खणणकीले ।
कयसिबसुहसंमील, पालह निच्चं विमलसीलं ॥२॥ ગાથાથ – સર્વ પરાભને ચૂરો કરી નાખનાર, દુઃખરૂપી વેલડીએના ભૂલને ઉખેડી નાખવા કોદાળી સમાન અને મોક્ષસુખની પ્રાપ્તિ કરાવનાર નિર્મલ શીલનું તમે નિરંતર પાલન કરે
ટીકાથ:- જેવી રીતે રવૈયે દહીંના (માટીના) વાસણને ચૂરે કરી નાખે તેવી રીતે શીલ સર્વ પરાભવને ચૂરે કરી નાંખે છે. આથી જ શીલનું પાલન કરનારાઓને સિંહ, બલવાન હાથી, સાપ, યુદ્ધ આદિના પરાભવ પીડા કરતા નથી.