SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ ज्योतिष्करण्डकम् ટીકાર્થ : મેરુ પર્વતના મધ્યભાગમાં જે દેશ છે ત્યાંથી માંડીને લવણ સમુદ્રના વિસ્તીર્ણતાથી ૬ ભાગ પ્રમાણ તાપક્ષેત્રનો આયામ છે અને આ તાપ નિયમા શકટોદ્ધિ સંસ્થાન છે તે અંદરથી સંકુચિત અને બહારથી વિસ્તૃત છે એટલે કે, જંબુદ્રીપના અડધામાં ૫૦૦૦૦ યોજનો અને લવણના છઠ્ઠા ભાગમાં ૩૩૩૩૩ યોજન છે. એ બંને ભેગા કરતાં ૮૩૩૩૩ યોજન થયા. આટલું પ્રમાણ સર્વાવ્યંતર મંડળમાં સૂર્ય હોતે છતે તાપક્ષેત્રનો આયામ છે. અહીં જો મંદરથી સૂર્યનો પ્રકાશ રોકાય નહિ તો સૂર્ય જંબૂઢીપના અડધા ભાગમાં રહેલા ૫૦૦૦૦ યોજનો પ્રકાશે છે એમ ભાવિને મૂળ ટીકાકારે ૮૩૦૦૦ યોજન કહ્યા છે એટલે અમે પણ તેમ જ કર્યું છે. જંબુદ્વીપના અર્ધમાં મેરુપર્વતના આગળ સૂર્યને ૪૫૦૦૦ યોજન જ પ્રકાશવાના હોય છે તેથી એટલો જ તાપક્ષેત્રનો આયામ પરિમાણ ૭૮૩૩૩ થાય છે. ‘સૂર્ય પ્રશપ્તિ’માં કહ્યું છે “તે ક્ષેત્રમાં કેટલા આયામથી પ્રકાશે છે એમ બેલાય ? તે ૭૮૩૩૩ યોજન આયામથી પ્રકાશે છે એમ કહેવાય.” આ રીતે આટલા પ્રમાણ તાપક્ષેત્રનો આયામ સદૈવ અવસ્થિત છે. ફક્ત નીકળતો સૂર્ય જ્યારે લવણ તરફ સરકે છે ત્યારે ઘટે છે અને પ્રવેશતો સૂર્ય મેરુ તરફ સરકે છે ત્યારે વધે છે. ॥ ૨૯૭ | ૨ ३२४ ત્યાં, પ્રવેશતા સૂર્યના વિશે જેટલો તાપક્ષેત્રનો આયામ વધે છે અને નીકળતા સૂર્યના વિશે ઘટે છે તેટલું પ્રમાણ જણાવીએ છીએ. छत्तीसे भागसए सट्टे काऊण जंबूदीवस्स । तिरियं तत्तो दो दो भागे वड्डड व हायइ वा ॥ २९८ ॥ 'जंबूदीवस्स' जंबूद्वीपार्द्धस्य षट्त्रिंशद् भागशतानि षष्ट्याऽधिकानि कृत्वा - बुद्धया परिकल्प्य, इत्थं परिकल्पनायां किं निबंधनमिति चेद्, उच्यते, इहैकैकं मण्डलं द्वाभ्यां सूर्याभ्यामेकेनाहोरात्रेण परिसमाप्यते, अहोरात्रश्च त्रिंशन्मुहूर्त्तप्रमाणः प्रतिसूर्यमहोरात्रगणने द्वावहोरात्रौ भवतः, द्वयोश्चाहोरात्रयोः षष्टिमुहूर्त्ताः, ततो जंबूद्वीपचक्रवालं प्रथमतः षष्ट्या विभज्यते, प्रतिदिवसं च निष्क्रामति सूर्ये द्वौ मुहूत्र्तैकषष्टिभागौ हीयेते प्रविशति च परिवर्द्धेते, तत एकैकस्य चक्रवालगतस्य षष्टिभागस्य एकषष्टिभागाः क्रियन्ते ततो भवन्ति षष्ट्यधिकानि षट्त्रिंशद्भागशतानि ३६६० तानि बुद्ध्या परिकल्प्य ततस्तिर्यक् सर्वबाह्यामण्डलादभ्यन्तरं प्रविशन् प्रतिदिवसं द्वौ द्वौ भागौ तापक्षेत्रस्य बर्द्धयति, सर्वाभ्यन्तराच्च
SR No.022166
Book TitleJyotish Karandakam
Original Sutra AuthorN/A
AuthorParshvaratnasagar
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2013
Total Pages466
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anykaalin
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy