SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ २७७ अधिकार चौदमो - ऋतु परिमाण પુષ્યનક્ષત્રના અને બેતાલીશ અભિજિતુ નક્ષત્રના શોધવા એ બાદ કરીને જે શેષ રહ્યું તે નક્ષત્ર નિયમા સૂર્ય-ચંદ્રનું ત્રીશ ઋતુઓ સમાપ્ત થયે છતે જાણવું. / ૨૭૧-૨૭૨ / ટીકાર્થઃ એકસો ચોત્રીશના છેદથી છેદાયેલા ત્રણસો પાંચ અંશો 19 આ ધ્રુવરાશિ એકાદિ દ્વિઉત્તરગુણ છે એટલે કે ૧ થી માંડીને આગળ આગળ બે-બે થી ગુણવા એ રીતે ઇચ્છિત ૧ આદિ ઋતુથી ૩૦ સુધી ૧થી માંડીને દ્વિ ઉત્તરગુણ વૃદ્ધિથી ગણવી ત્યારબાદ, એમાંથી શોધનકો શોધવા. / ૨૭૦ | શોધનક બતાવે છે - અહીં જે નક્ષત્ર અર્ધક્ષેત્રી છે તેમાં ૬૭ શોધવા-બાદ કરવા, તેજ બમણા કરેલા સમસક્ષેત્રી નક્ષત્રમાં બાદ કરવા તથા સાર્ધ નક્ષત્રમાં તે જ ત્રણ ગુણા બાદ કરવા અર્થાત્ અનુક્રમે ૬૭, ૧૩૪, ૨૦૧ થી બાદ કરવા. અહીં સૂર્યના પુષ્યાદિ નક્ષત્રો શોધવા. ચંદ્રના અભિજિત આદિ નક્ષત્રો શોધવા. ત્યાં સૂર્ય નક્ષત્ર યોગની વિચારણામાં પુષ્ય નક્ષત્ર વિષયક ૮૮ અંશો બાદ કરવા તથા ચંદ્ર નક્ષત્ર યોગની વિચારણામાં અભિજિત્ નક્ષત્ર વિષયક ૪૨ અંશો બાદ કરવા. // ૨૭૧ | આ કહેલા શોધનકો અર્ધ-સમ-સાર્ધક્ષેત્ર વિષયક બાદ કરીને ઉક્ત પ્રકારથી જે નક્ષત્ર સંપૂર્ણપણે શુદ્ધ થતું નથી ત્રીશ ઋતુઓની સમાપ્તિ થતે છતે તે સૂર્ય-ચંદ્રનું નક્ષત્ર નિયમા જાણવું. અર્થાત્ સૂર્ય કે ચંદ્ર ત્યારે તે આવેલ નક્ષત્ર સાથે યોગ કરે છે. આ રીતે ત્રણ કરણ ગાથાનો અક્ષરાર્થ બતાવ્યો. હવે કરણભાવના કરાય છે ત્યાં પ્રથમ ઋતુ કયા ચંદ્રનક્ષત્રમાં પૂર્ણ થાય છે એ જાણવા માટે ધ્રુવરાશિ ૩૦૫ ધારવો. તેને ૧થી ગુણતાં ૩૦૫ ત્યાં અભિજિતના ૪૨ અંશો શુદ્ધ છે, ૩૦૫ - ૪૨ = ૨૬૩, ત્યારબાદ ૧૩૪ અંશથી શ્રવણ નક્ષત્ર શુદ્ધ છે. ૨૬૩ - ૧૩૪ = ૧૨૯ રહ્યા તેનાથી ઘનિષ્ઠા નક્ષત્ર શુદ્ધ થતું નથી. તેથી ઘનિષ્ઠા નક્ષત્રના ૧૨૯ અંશ પસાર કરીને ચંદ્ર પ્રથમ સૂર્યઋતુ સમાપ્ત કરે છે. જો બીજી સૂર્યઋતુની જિજ્ઞાસા છે તો ધ્રુવરાશિ ૩૦પને ૩ થી ગુણતાં ૯૧૫ થયા. તેમાંથી અભિજિતના ૪૨ અંશો શુદ્ધ બાદ કરતાં ૮૭૩ ત્યારબાદ ૧૩૪થી શ્રાવણ શુદ્ધ છે શેષ ૭૩૯ - ૧૩૪થી ઘનિષ્ઠા શુદ્ધ છે તે બાદ કરતાં ૬૦૫ - ૬૭ શતભિષના બાદ કરતાં પ૩૮ તેમાંથી ૧૩૪થી પૂર્વભાદ્રપદા શુદ્ધ છે. શેષ ૪૦૪ તેમાંથી ૨૦૧ અંશો દ્વારા ઉત્તરાભાદ્રપદા શુદ્ધ બાદ કરતાં ૨૦૩ રહ્યા. તેમાંથી ૧૩૪થી રેવતીના શુદ્ધ અંશો બાદ કરતાં ૬૯ રહ્યા. એના પછી અશ્વિની નક્ષત્રના અંશો પસાર કરીને બીજો સૂર્યઋતુ ચંદ્ર પૂર્ણ કરે છે. એમ શેષ ઋતુઓમાં પણ ભાવના કરવી. ૩૦મા ઋતુની જિજ્ઞાસામાં ઘુવરાશિને ૫૯થી ગુણવો. ૩૦૫ ૪
SR No.022166
Book TitleJyotish Karandakam
Original Sutra AuthorN/A
AuthorParshvaratnasagar
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2013
Total Pages466
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anykaalin
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy