________________
अधिकार चौदमो ऋतु परिमाण
२७३
છે તેથી સૂર્યઋતુની પરિસમાપ્તિમાં કર્મમાસની અપેક્ષાએ અધિક અહોરાત્ર થાય છે તથા યુગ ચન્દ્ર-ચંદ્ર-અભિવર્ધિત-ચંદ્ર-અભિવર્ધિત રૂપ પાંચ સંવત્સરકાળ રૂપ છે. તે પાંચે સંવત્સરો ચંદ્રમાસની અપેક્ષાએ છે તેથી જો પર્વ યુગસહિત-ચંદ્રમાસથી યુક્ત વિવક્ષાય ત્યારે વિવક્ષિત પર્વ ત્રીજું વગેરે વર્ષાકાળાદિ સંબંધિ અવમરાત્ર યુક્ત થાય છે, કર્મમાસની અપેક્ષાએ તે-તે ત્રીજાદિ પર્વમાં નિયમા એક અહોરાત્ર પડે છે. એ જ બતાવે છે. રવિ સહિત અધિક૨ાત્ર અર્થાત્ સૂર્યમાસથી બનતા ઋતુની વિચારણામાં તે તૃતીયાદિ વર્ષાકાળાદિ સંબંધિ પર્વમાં તે-તે સૂર્યઋતુ પરિસમાપ્તિમાં કર્મમાસની અપેક્ષાએ એક-એક અધિક અહોરાત્ર પ્રાપ્ત થાય છે. શશિ સહિત અવમરાત્ર ચંદ્રથી નિષ્પાદિત તિથિઓને આશ્રયીને કર્મમાસની અપેક્ષાએ વિવક્ષિત તૃતીયાદિ પર્વમાં હીન રાત્ર થાય છે. ૫૨૬૮ાા
અવમરાત્ર
-
-
હવે, જે માસોમાં સૂર્યઋતુ પરિસમાપ્તિની વિચારણામાં પૂર્વ-પૂર્વ સૂર્યઋતુ ગત તિથિઓની અપેક્ષાએ અધિક અહોરાત્ર થાય છે. તેને બતાવીએ છીએ - અષાઢમાં કૃષ્ણપક્ષમાં તથા ભાદ્રપદમાં કૃષ્ણપક્ષમાં એમ કાર્તિક, પોષ, ફાલ્ગુન, વૈશાખમાં અતિરાત્ર જાણવા, પૂર્વ-પૂર્વ સૂર્ય ઋતુ ગત તિથિની અપેક્ષાએ આ છ માસોમાં પણ અધિક અહોરાત્ર જાણવો. શેષ માસોમાં અધિક અહોરાત્ર થતો નથી એને જ વિશેષથી જણાવે છે
ગાથાર્થ : એકાંતરિત માસો અને તિથિઓ જેમાં તે ઋતુઓ સમાપ્ત થાય છે તે અષાઢાદિ માસો અને ભાદ્રપદાદિ તિથિઓ સર્વે એકાંતરિત જાણવી. ॥ ૨૬૯ ॥
-
ટીકાર્થ : અહીં સૂર્યઋતુની વિચારણામાં અષાઢાદિ માસો જાણવા. અષાઢ માસથી આરંભીને પ્રથમથી ઋતુઓ પ્રવર્તે છે. ભાદ્રપદાદિ માસોમાં પ્રથમાદિ ઋતુઓ પરિસમાપ્ત થાય છે. તેમાં જે માસો અથવા જે તિથિઓમાં પ્રાવૃટાદિ ઋતુઓ સમાપ્ત થાય છે તે અષાઢાદિ માસો અને ભાદ્રપદાદિ માસ અનુગત તે સર્વે તિથિઓ એકાન્તરિત જાણવી, તે આમ પ્રથમ ઋતુ ભાદ્રપદ માસમાં પૂર્ણ થાય છે ત્યારબાદ આસો માસ રૂપ એક માસને વચ્ચે છોડીને કાર્તિક માસમાં બીજો ઋતુ પૂર્ણ થાય છે એમ ત્રીજો પોષ માસમાં, ચોથો ફાલ્ગુનમાં, પાંચમો વૈશાખમાં અને અષાઢ માસમાં છઠ્ઠો ઋતુ આ રીતે શેષ ઋતુઓ પણ એકાન્તરિત છ મહિનાઓમાં વ્યવહારથી પૂર્ણ થાય છે. શેષ માસોમાં નથી રહેતી. તથા પ્રથમ ઋતુ એકમની સમાપ્ત થાય છે, બીજી ઋતુ ત્રીજના દિવસે, ત્રીજી ઋતુ પાંચમની, ચોથી ઋતુ સાતમની, પાંચમી ઋતુ નોમની,