________________
२४०
ज्योतिष्करण्डकम्
આવ્યું તેટલા પર્વો પસાર થતા તે વિવક્ષિત આવૃત્તિ આવે છે અને જે અંશો પાછળ બચ્યા છે તે દિવસો જાણવા, ત્યાં તે દિવસોમાંથી ચરિમ - અંતિમ દિવસે આવૃત્તિ જાણવી. અહીં આવૃત્તિઓનો ક્રમ આમ છે, યુગની પ્રથમ આવૃત્તિ શ્રાવણ માસમાં, બીજી માઘ માસમાં, ત્રીજી શ્રાવમ માસમાં, ચોથી માઘમાં, પાંચમી શ્રાવણમાં, છઠ્ઠી માઘમાં, સાતમી શ્રાવણમાં, આઠમી માઘમાં, નવમી શ્રાવણમાં અને દશમી માઘમાં હોય છે ત્યાં પ્રથમ આવૃત્તિ કઈ તિથિમાં હોય છે ? એમ જો જિજ્ઞાસા છે તો પ્રથમ આવૃત્તિ સ્થાને ૧ ધારવો તેને રૂપ ન્યૂન કરતાં ૦ આવે છે. તેથી પાછળના યુગભાવી જે ૧૦મી આવૃત્તિ છે તેની સંખ્યા ૧૦ રૂપ ધારવી, તેને ૧૮૩થી ગુણતાં ૧૮૩૦ થયા. ૧૮૩ને ૧૦થી ગુણ્યા એટલે તે ૧૦ને ત્રણ ગુણા કરવા એટલા ૩૦ થયા તેને ૧ રૂપ અધિક કરવા એટલે ૩૧ થયા તે પૂર્વરાશિમાં નાંખવા તેથી ૧૮૩૦ + ૩૧ = ૧૮૬૧ થયા તેનો ૧૫થી ભાગ કરવો એટલે ૧૨૪ આવ્યા. ૧ બાકી શેષ રહ્યો. પરિણામે ૧૨૪ પર્ધાત્મક પાછળનું યુગ પસાર થતાં નવું યુગ પ્રવૃત્ત થતે છતે પ્રથમ આવૃત્તિ પ્રથમ તિથિ એકમમાં થાય છે તથા કઈ તિથિમાં માઘમાસમાં થનારી બીજી આવૃત્તિ થાય છે? એવી જિજ્ઞાસા છે તો ૨ ધારવા તેને ૧ રૂપ ન્યૂન કરતાં ૧ આવ્યો તેને ૧૮૩થી ગુણવો ૧૮૩ થયા. ૧થી ૧૮૩ ગુણ્યા એટલે ૧ ને ૩થી ગુણવો એટલે ૩ થયા. તેને પૂર્વરાશિ ૧૮૩માં ઉમેરતાં ૧૮૬ થાય છે તેને રૂપાધિક કરતાં ૧૮૭ થયા. તેનો ૧૫થી ભાગ કરતાં ૧૨ આવ્યા શેષ ૭ રહ્યા. પરિણામે યુગમાં ૧૨ પર્વ પસાર થતા માઘમાસમાં કૃષ્ણપક્ષમાં સાતમના દિવસે બીજી માઘમાસ ભાવિની પ્રથમ આવૃત્તિ થાય છે તથા ત્રીજી આવૃત્તિ કઈ તિથિમાં થાય છે એ જિજ્ઞાસામાં ત્રિક (૩) ધારવો તેને ૧ રૂપ ન્યૂન કરતા રે આવ્યા તેને ૧૮૩થી ગુણતાં ૩૬૬ આવ્યા. ૨ ને ૩ ગુણા કરતાં ૬ આવ્યા તેને ૩૬૬માં ઉમેરતા ૩૭૨ એને રૂપાધિક કરતાં ૩૭૩ તેનો ૧૫થી ભાગ કરતાં ૨૪ આવ્યા, શેષ ૧૩ વધ્યા. પરિણામે યુગમાં ત્રીજી આવૃત્તિ અને શ્રાવણ માસમાં થનારીમાંથી બીજી ૨૪ પક્ષ પસાર થતાં શ્રાવણ માસમાં કૃષ્ણપક્ષની ૧૩ના દિવસે થાય છે, એમ અન્ય આવૃત્તિઓમાં પણ કરણ ભાવના કરવી. . ૨૩૯-૨૪૦ ||
હવે, નક્ષત્રના પરિજ્ઞાન માટે કરણ કહેવાની ઇચ્છાથી પહેલા તેના વિષયમાં ધ્રુવરાશિ કહે છે
ગાથાર્થ : પરિપૂર્ણ પ૭૩ મુહૂર્તા ઉપર છત્રીશ બાસઠીયા ભાગો તથા ૬ ચૂર્ણિત ભાગો નિયમા જાણવા. તે ૨૪૧ .