________________
અધિકાર-૧૨ ઃ આવૃત્તિ
तदेवमुक्तमेकादशं प्राभृतं, साम्प्रतमावृत्तिप्रतिपादकं द्वादशं प्राभृतं वक्तुकामस्तदुपक्षेपमाह
एत्तो आउट्टीओ वोच्छं जह य क्कमेण सूरस्स ।
चंदस्स य लहुकरणं जह दिटुं (सव्वदंसीर्हि) ॥ २३१ ॥ 'इतः' अयनविभागप्रतिपादनानन्तरं सूर्यस्य चन्द्रस्य चावृत्ती:-भूयो भूयो दक्षिणोत्तरगमनरूपा 'यथाक्रमेण' परिपाट्या वक्ष्यामि, तासां चावृत्तीनां प्रतिनियतप्रथमदिवसपरिज्ञानाय यथादृष्टं 'सर्वदर्शिभिः' सर्वज्ञैः तथा 'लघुकरणं' लघूपायं वक्ष्ये ॥ २३१ ॥ प्रतिज्ञातमर्थं निर्वाहयितुकामः प्रथमत आवृत्तीः प्रतिपादयति
અગિયારમું પ્રાભૃત કહ્યું, હવે આવૃત્તિ જણાવનારું બારમું પ્રાભૃત કહે છે
ગાથાર્થ : હવે પછી યથાક્રમ સૂર્યની તથા ચંદ્રની આવૃત્તિઓ જણાવીશું તેમના પ્રતિનિયત પ્રથમ દિવસ જણાવવા માટે સર્વજ્ઞોએ જોયા અનુસાર “લઘુકરણ” જણાવીશું. ॥ २१ ॥
ટીકાર્થ : અયનના વિભાગો બતાવ્યા પછી સૂર્ય અને ચંદ્રની વારંવાર દક્ષિણ-ઉત્તર ગમનરૂપ આવૃત્તિઓ યથાક્રમથી જણાવીશું તે આવૃત્તિઓના પ્રતિનિયત પ્રથમ દિવસના પરિજ્ઞાન માટે સર્વજ્ઞો દ્વારા જે રીતે જોવાયું છે તે રીતે “લઘુકરણ” ટુંકો ઉપાય જણાવીશું. ॥ २३१ ॥ સૌપ્રથમ આવૃત્તિઓનું પ્રતિપાદન કરે છે
सूरस्स य अयणसमा आउट्टीओ जुगंमि दस होति । चंदस्स य आउट्टी सयं च चोत्तीसयं चेव ॥ २३२ ॥