________________
२०८
ज्योतिष्करण्डकम्
ગાથાર્થ :- અત્યંતર મંડળોમાં રહેલા સૂર્યોની પરસ્પર અબાધા ૯૯,૬૪૦ યોજન હોય છે.
ટીકાર્થ:- અત્યંતર મંડળમાં રહેલા બે સૂર્યોની પરસ્પર અબાધા નવ્વાણુહજાર છસો ચાલીશ (૯૯૬૪૦) યોજન હોય છે તે બતાવે છે - એક સૂર્ય જંબૂદ્વીપમાં ૧૮૦ યોજના અવગાહીને સર્વઅભ્યતર મંડળમાં રહેલો છે બીજો પણ આ જ રીતે રહેલો છે. તેથી ૧૮૦ને રથી ગુણતાં ૩૬૦ જંબૂદ્વીપના ૧ લાખ યોજન વિષ્ઠભમાંથી બાદ કરતા આટલું ૯૯૬૪૦ પરિમાણ થાય છે. જયારે સર્વાભ્યાંતરથી તરત જ રહેલા બીજા મંડળમાં ઉપસંક્રમ કરીને બન્ને સૂર્યો ચારો ચરે છે ત્યારે તે બંનેનું પરસ્પર અંતર ૯૯૬૪૫ યોજન છે. તે આમ, એક સૂર્ય બીજા મંડળમાં સંક્રમ કરતો ર યોજન મૂકીને સંક્રમે છે તથા બીજો પણ, સૂર્યનો આટલો વિકંપ છે. જે પહેલાં જ બતાવેલું છે, તેથી ૫૫ યોજના અંતર બીજા મંડળમાં બંને સૂર્યોનું પરસ્પર વિચારણામાં અધિક પ્રાપ્ત થાય છે, એમ આગળના મંડળોમાં ભાવવું. જ્યારે સર્વાત્યંતર મંડળથી ત્રીજા મંડળમાં બે સૂર્યો ચારો ચરે છે ત્યારે એ બંનેનું પરસ્પર અંતર ૯૯૬૫૧ યોજન હોય છે. એ રીતે સર્વ અત્યંતર મંડળોમાંથી બહારના મંડળમાં સંક્રમતા બે સૂર્યોના પરસ્પર અંતરની વિચારણામાં મંડળ-મંડળે ૫ યોજન : ભાગની વૃદ્ધિ ત્યાં સુધી માનવી કે જ્યાં સુધી સર્વબાહ્ય મંડળ આવે. // ૨૧૪ અને તે સર્વબાહ્ય મંડળમાં અબાધા પરિમાણ જણાવે છે.
एक्कं च सयसहस्सं छच्चेव सया य होंति सट्टीय ।
सूराण ऊ अबाहा बाहिरगे मंडले नेया ॥ २१५ ॥ सर्वबाह्ये मण्डले सूर्ययोः परस्परमबाधा एकं योजनशतसहस्रं षट् शतानि 'षष्टानि' षष्ट्यधिकानि भवन्ति १००६६०, तथाहिसर्वाभ्यन्तरान्मण्डलादनन्तरं यदक्तिनं द्वितीयं मण्डलं तस्मादारभ्य सर्वबाह्यं मण्डलं त्र्यशीत्यधिकशततमं, तेन त्र्यशीत्यधिकं शतं पंचभिर्योजनैर्गुण्यते, जातानि नव शतानि पंचदशोत्तराणि ९१५, तथा तदेव त्र्यशीत्यधिकं शतं पंचत्रिंशता एकषष्टिभागैर्गुण्यते, जातानि चतुष्षष्टिशतानि पंचोत्तराणि ६४०५,