________________
अधिकार छट्टो - नक्षत्र परिमाण
१२५ नक्षत्राणां विष्कम्भसीमा-चन्द्रयोगयोग्यसीमा पूर्वापरपरिच्छिन्नभागपरिमाणरूपा भणिता, सूत्रे च नपुंसकता प्राकृतत्वात् ।
इति श्रीमलयगिरिविरचितायां ज्योतिष्करण्डकटीकायां नक्षत्रपरिमाणं नाम षष्ठं प्राभृतं समाप्तम् ॥ ६ ॥
ગાથાર્થ :- સર્વ અનંત જ્ઞાનીઓ એ છસો ત્રીશ ભાગોનો સૌથી નાનો સીમા વિખંભ અભિજિત નક્ષત્રનો જોયો છે. શતભિષક, ભરણી, આદ્ર, અશ્લેષા, સ્વાતિ, જયેષ્ઠા નક્ષત્રોનો સીમા વિખંભ ૧૦૦૫ ભાગો અને એનો જ ત્રણ ગુણો પુનર્વસુ રોહિણી, અને વિશાખા એ ત્રણનો અને બીજા બધા ઉત્તરોનો બમણો વિખંભ હોય છે, આ રીતે સર્વ નક્ષત્રોની વિખંભસીમા કહી છે.
ટીકાર્ય - સર્વે પણ અનંત જ્ઞાની તીર્થકરો દ્વારા અભિજિત નક્ષત્રનો ચંદ્રનાયોગને યોગ્ય સીમાવિષ્ઠભ પૂર્વી પર સીમાથી પરિચ્છિન્ન ક્ષેત્ર પરિમાણ ૧૦૯૮૦૦ ભાગોના ૬૩૦ ભાગ જોવાયો છે.
પ્ર. એ કઈ રીતે જણાય?
ઉ. અભિજિતના ૬૭ ભાગ કરાયેલા 1 અહોરાત્ર સંબંધિ ૨૧ ભાગો ચંદ્રના યોગ માટે યોગ્ય છે. એક ભાગમાં ૩૦ ભાગની પરિકલ્પનાથી ૨૧ને ૩૦થી ગુણતાં ૬૩૦ થયા. આ અભિજિત્ નક્ષત્રનો સીમા વિષ્કમ્ભ સર્વ નક્ષત્રોથી નાનો છે. || ૧૪૦ |
શતભિફ, ભરણી, આદ્ર, અશ્લેષા, સ્વાતિ અને જ્યેષ્ઠા આ છ નક્ષત્રોનો સર્વસંખ્યાથી પ્રત્યેક સીમા વિખંભ ચંદ્રના યોગને યોગ્ય-પૂર્વ પર સીમા પરિચ્છિન્ન ક્ષેત્રપરિમાણ ૧૦૯૮૦૦ ભાગ સંબંધિ ૧૦૦૫ ભાગ છે. આ રીતે - આ પ્રત્યેક નક્ષત્રોનો ૬૭ ભાગ કરાયેલા અહોરાત્ર ગમ્ય ક્ષેત્ર સંબંધિ ૩૩ ભાગો ચંદ્ર યોગ્ય છે તેથી ૩૩ને ૩૦ થી ગુણતાં ૯૯૦ તથા ને પણ ૩૦ થી ગુણતાં ૧૫ અર્થાત્ કુલ ૧૦૦૫ ભાગ થયા. / ૧૪૧ |
પુનર્વસુ, રોહિણી અને વિશાખા આ ત્રણ અને ઉત્તરના ત્રણ - ઉત્તરાષાઢા, ઉત્તરભદ્રપદા અને ઉત્તર ફાલ્ગની આમ સર્વસંખ્યાથી ૬ નક્ષત્રોનાં પ્રત્યેકનો પણ ભાગ પરિમાણ ૧૦૦૫ થી ૩ ગણો ૩૦૧૫ જાણવો, આ નક્ષત્રો સાર્ધક્ષેત્ર નક્ષત્રો છે તેથી