________________
१२२
ज्योतिष्करण्डकम् દેવતાઓના નામો
ગાથાર્થ :- બ્રહ્મા, વિષ્ણુ, વસુ, વરુણ, આર્ય, અભિવૃદ્ધિ, પુષ્ય, ગંધર્વ, યમ, અગ્નિ, પ્રજાપતિ, સોમ, રુદ્ર, અદિતી, બૃહસ્પતિ, નાગ, પિત, ભગ, અર્યમ, સવિતા, ત્વષ્ટા, વાયુ, ઇન્દ્રાગ્ની, મિત્ર, ઈન્દ્ર, નૈઋત, વાયુ, વિધ્વક આ દેવોના નામો છે. એ પછી સીમા પણ સાંભળો. આ નક્ષત્રોની સીમાનો મંડલોચ્છેદ એક લાખ અઢાણ સો (૧૦૯૮૦૦) પ્રતિપૂર્ણ જાણવો. તે ૧૩૬-૧૩૯
ટીકાર્ય - અભિજિતાદિ નક્ષત્રોનાં અધિપતિ દેવતાઓનાં યથાક્રમ આ નામો છે. અભિજિતના અધિપતિ દેવતા-બ્રહ્મા, શ્રવણના-વિષ્ણુ, ઘનિષ્ઠાના - વસુ, શતભિષફના - વરૂણ, પૂ.ભા.પદાના - અજ, ઉ.ભા. પદાના - અભિવૃદ્ધિ, રેવતીના - પુષ્ય, અશ્વિનીના - ગંધર્વ, ભરણીના - યમ, કૃતિકાના - અગ્નિ, રોહિણીના - પ્રજાપતિ, મૃગશિરના – સોમ, આદ્રના - દ્ર/ભવ, પુનર્વસુના – અદિતિ, પુષ્યના – બૃહસ્પતિ, અશ્લેષાના - નાગ, મઘાના - પિતૃ, પૂ.ફા.ના - ભાગ, ઉં. ફાલ્ગનીના - અર્યમા, હસ્તના - સવિતા, ચિત્રાના - ત્વષ્ટા, સ્વાતિના - વાયુ, વિશાખાના - ઇન્દ્રાગ્ની, અનુરાધાના - મિત્ર, જયેષ્ઠાના - ઈન્દ્ર, મૂલના - નૈઋત, પૂર્વાષાઢાના - આપ, ઉત્તરાષાઢાના - વિશ્વક આ અનાર્ષ લખેલા નથી કારણ કે “સૂર્યપ્રજ્ઞપ્તિ'માં પણ જણાવાયેલા છે. તે ૧૩૬-૧૩૮ // નક્ષત્રોની સીમાઓ
નક્ષત્રાધિપતિ દેવોનાં નામો જણાવ્યા હવે સીમા જણાવે છે
અત્યારે નક્ષત્રોનાં મંડળોમાં યોગને આશ્રયીને એમની સીમા પણ આગમાનુસાર કહેતા મને સાંભળો. યોગને આશ્રયીને કહેવાનારા સ્વરૂપવાળી સીમાઓના પરિજ્ઞાન માટે અહીં એક મંડળનું ૨૮ નક્ષત્રો સાથે સ્વભાવિક ગતિથી સ્વ-સ્વ કાળપરિમાણથી અનુક્રમે જેટલું ક્ષેત્ર બુદ્ધિથી વ્યાપ્ત થતું સંભવે તેટલું એક અધમંડળ કલ્પવું અને આટલા જ પ્રમાણનું બીજું મંડળ. આ રીતના પ્રમાણનું બુદ્ધિથી પરિકલ્પિત એક મંડળ છેદ જાણવો તે એક લાખ નવજાર આઠસો છે.
પ્ર. આ છેદ કઈ રીતે થાય છે?
ઉ. અહીં ત્રણ પ્રકારનાં નક્ષત્રો છે. ૧. સમક્ષેત્ર, ૨. અર્ધક્ષેત્ર અને ૩. સાર્ધક્ષેત્ર.