________________
अधिकार छट्टो - नक्षत्र परिमाण
નક્ષત્રોનાં સંસ્થાનો ૧ અભિજિત્ નક્ષત્ર - ગોશીર્ષસંસ્થાન, ૨ શ્રવણ નક્ષત્ર - કાસારસંસ્થાન, ૩ ઘનિષ્ઠા નક્ષત્ર - શકુનિપિંજર સંસ્થાન, ૪ શતભિક - પુષ્પોપચાર સંસ્થાન, ૫ પૂર્વભાદ્રપદા - અર્ધવાપી સંસ્થાન, ૬ ઉત્તરાભાદ્રપદા - અધેવાપી સંસ્થાન, ૭ રેવતી - નૌકા સંસ્થાન, ૮ અશ્વિની - અશ્વસ્કંધ સંસ્થાન, ૯ ભરણી - ભગ સંસ્થાન, ૧૦ કૃતિકા નક્ષત્ર - સુરધાર સંસ્થાન, ૧૧ રોહિણી – શકટોદ્ધિ સંસ્થાન, ૧૨ મૃગશિર નક્ષત્ર – મૃગશીર્ષ સંસ્થાન, ૧૩ આદ્ર નક્ષત્ર - રૂધિરબિંદુ સંસ્થાન, ૧૪ પુનર્વસુ નક્ષત્ર - તુલા સંસ્થાન, ૧૫ પુષ્ય નક્ષત્ર - સુપ્રતિષ્ઠિતવદ્ધમાનક સંસ્થાન, ૧૬ આશ્લેષા નક્ષત્ર - પતાકા સંસ્થાન, ૧૭ મઘા નક્ષત્ર - પ્રાકાર સંસ્થાન, ૧૮ પૂર્વાફાલ્યુની - અદ્ધપત્યેક સંસ્થાન, ૧૯ ઉત્તરાફાલ્યુની નક્ષત્ર - અદ્ધપત્યેક સંસ્થાન, ૨૦ હસ્ત નક્ષત્ર - હસ્ત સંસ્થાન, ૨૧ ચિત્રા નક્ષત્ર - મુખમંડન સુવર્ણ પુષ્પ સંસ્થાન, ૨૨ સ્વાતિ નક્ષત્ર - કીલક સંસ્થાન, ૨૩ વિશાખા નક્ષત્ર - દામની સંસ્થાન, ૨૪ અનુરાધા નક્ષત્ર - એકાવલિ સંસ્થાન, ૨૫ જ્યેષ્ઠ નક્ષત્ર - ગજદંત સંસ્થાન, ૨૬ મૂળ નક્ષત્ર - વૃશ્ચિકમૃચ્છક સંસ્થાન, ૨૭ પૂર્વાષાઢા નક્ષત્ર - ગજવિક્રમ સંસ્થાન, ૨૮ ઉત્તરાષાઢા નક્ષત્ર - સિંહનિષાદન સંસ્થાન | ૧૨૭-૧૨૯ / તારાનું પ્રમાણ
હવે તારાઓનું પ્રમાણ પ્રતિનક્ષત્ર કહેવાની ઇચ્છાથી જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સંબંધિ બે ગાથા કહે છે “તિ” ઇત્યાદિ. અભિજિતુ - ત્રિતારા, શ્રવણ - ત્રણતારા, ઘનિષ્ઠા – પાંચ તારા, શતભિઃ - સો તારા, પૂર્વભાદ્રપદા – બે તારા, ઉત્તર ભાદ્રપદા - બે તારા, રેવતી - બત્રીશ તારા, અશ્વિની – ત્રણ તારા, ભરણી – ત્રણ તારા, કૃતિકા - છ તારા, રોહિણી - પાંચ તારા, મૃગશિર - ત્રણ તારા, આ – એક તારો, પુનર્વસુ – પાંચ તારા, પુષ્ય - ત્રણ તારા, અશ્લેષા – છ તારા, મઘા – સાત તારા, પૂર્વા – ઉત્તરા ફાલ્ગની બે-બે તારા, હસ્ત - પાંચ તારા, ચિત્રા – એક તારા, સ્વાતિ - એક તારા, વિશાખા - પાંચ તારા, અનુરાધા - ચાર તારા, જ્યેષ્ઠા - ત્રણ તારા, મૂળા – અગિયાર તારા, પૂર્વ તેમજ ઉત્તરાષાઢા - ચારચાર તારા, આ નક્ષત્રોનું યથાક્રમ તારા પરિમાણ છે. તે ૧૩૦-૧૩૧ ||
હવે, પ્રસ્તુત વક્તવ્યતાનો ઉપસંહાર અને વક્ષ્યમાણ વક્તવ્યતાનો આરંભ કરે છે - આ રીતે નક્ષત્રોનાં સંસ્થાન અને તારા પ્રમાણ કહ્યું. હવે, પછી તે જ નક્ષત્રોનાં ક્રમસર નામો અને દેવતા જણાવીશું. || ૧૩૨ //.
ગાથા નં. તે ૧૩૩-૧૩૫ // આ ત્રણેય ગાથાઓ નિગદસિદ્ધ છે. હવે દેવોનાં નામ જણાવીશું.