________________
ज्योतिष्करण्डकम्
ટીકાર્થ : કૃષ્ણપક્ષમાં પ્રથમ તિથિ - પ્રતિપત્ બીજી બીજ, ત્રીજી ત્રીજ એ રીતે પક્ષની સમાપ્તિ કરનારી પંદરમી - અમાવસ્યા. શુક્લ પક્ષમાં પણ આ જ વિધિ નામોનો જાણવો - પ્રથમ પ્રતિપતું, બીજી બીજ, ત્રીજ એમ પક્ષની પરિસમાપ્તિ કરનારી પંદરમી પૂર્ણમાસી તિથિ. અહીં આગમમાં માસથી તિથિ સુધીના નામોનો વિચિત્રવિધિ જણાવેલો છે. તેથી તિથિના નામના પ્રસ્તાવથી વિનેયજનના ઉપકાર માટે બતાવાય છે. અહીં એક સંવત્સરમાં ૧૨ માસો છે, તેમનાં નામો ૨ પ્રકારે છે. લૌકિક અને લોકોત્તર. માસના લૌકિક નામોઃ
શ્રાવણ, ભાદ્રપદ, અશ્વિન, કાર્તિક, માર્ગશીર્ષ, પૌષ, માઘ, ફાલ્ગન, ચૈત્ર, વૈશાખ, જયેષ્ઠ, આષાઢ. લોકોત્તર નામો:
અભિનંદિત, પ્રતિષ્ઠ, વિજય, પ્રીતિવર્ધન, શ્રેયાન્, શિવ, શિશિર, હેમવાનું, વસંત, કુસુમસંભવ, નિદાધ, વનવિરોહ. “જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિમાં પણ આ રીતે જણાવેલું છે. એકએક માસમાં ૨ પક્ષો છે તેમનાં ગુણનિષ્પન્ન નામો - બહુલપક્ષ અને શુક્લપક્ષ છે. ત્યાં જે અંધકાર બહુલ પક્ષ છે તે બહુલ પક્ષ અને જે સ્નાથી ધવલિત હોવાથી શુક્લ પક્ષ છે તે શુક્લપક્ષ. એક-એક પક્ષમાં ૧૫ દિવસો છે. પ્રતિપથી પંચદશી દિવસ.
૧૫ દિવસોનાં નામો:
(૧) પૂર્વીગ, (૨) સિદ્ધમનોરમ, (૩) મનોહર, (૪) યશોભદ્ર, (૫) યશોધર, (૬) સર્વકર્મ(કામ)સમૃદ્ધ, (૭) ઈન્દ્ર મૂદ્ધભિષિકત, (૮) સૌમનસ, (૯) ધનંજય, (૧૦) અર્થસિદ્ધ, (૧૧) અભિજાત, (૧૨) અત્યશયન, (૧૩) શતંજય, (૧૪) અગ્નિવૈશ્ય, (૧૫) ઉપશમ.
એક-એક પક્ષમાં ૧૫ રાત્રિઓ છે - પ્રતિપતુ રાત્રિથી પંચદશી રાત્રિ સુધી. ૧૫ રાત્રિના નામો:
(૧) ઉત્તમ, (૨) સુનક્ષત્રા, (૩) એલાપત્યા, (૪) યશોધરા, (૫) સૌમનસી, (૬) શ્રીસંભૂતા, (૭) વિજયા, (2) વૈજયંતી, (૯) જયંતી, (૧૦) અપરાજિતા, (૧૧) ઇચ્છા, (૧૨) સમાહારા, (૧૩) તેજા, (૧૪) અતિતેજા, (૧૫) દેવાનંદા.
એક-એક પક્ષમાં ૧૫ તિથિઓ છે તે બે પ્રકારે - દિવસતિથિઓ અને રાત્રિતિથિઓ.