________________
ज्योतिष्करण्डकम्
મુલાયમ અલ્પરોમ અને કુરૂવિંદ જેવા ગોળ જંઘા યુગલવાળા, નિગૂઢ સુબદ્ધ સન્ધિવાળા જાનુ પ્રદેશોવાળા, હાથીની સૂંઢ જેવા સમ-વૃત્ત ઉરુવાળા, સિંહ સમાન કમરવાળા, ચક્રાયુધસમાન મધ્યભાગવાળા, પ્રદક્ષિણાવર્ત્ત નાભિમંડળવાળા, શ્રીવત્સલંછિતવિશાલમાંસલછાતીવાળા, નગરની પરિઘ જેવા દીર્ઘબાહુવાળા, સુકોમળ મણિબંધવાળા, રક્તકમળના પત્ર જેવા શોણિમપાણિ-પાદતલવાળા, ચાર આંગળ પ્રમાણ સમવૃત્તકમ્બુ જેવી ગરદ૨નવાળા, શારદચંદ્ર જેવા મુખવાળા, છત્રાકાર મસ્તકવાળા, ફાટ્યા વગરનાસ્નિગ્ધ કાન્તિવાળા કોમળ વાળવાળા, કમંડલ-કલશ-સ્તુપ-વાવડી-છત્ર-ધ્વજ-પતાકાસ્વસ્તિક-યવ-મત્સ્ય-મગર-કાચબો-રથવર-સ્થાલ-પોપટ-અષ્ટાપદ-અંકુશ-સુપ્રતિષ્ટિક-મયૂરશ્રીદામ-અભિષેક-તોરણ-મેદિની-જલધિ-વરભવન-આદર્શ-પર્વત-હાથી-બળદ-સિંહચામર-રૂપ પ્રશસ્ત ઉત્તમ બત્રીશ લક્ષણવાળા હોય છે. સ્ત્રીઓ પણ સુજાત સર્વાંગ સુંદર, સમસ્ત મહિલા ગુણોથી સમન્વિત, સંહત અંગુલિદલ પદ્મ, સુકુમાર કુર્મસંસ્થાન મનોહર ચરણવાળી, રોમરહિત પ્રશસ્ત લક્ષણયુક્ત જંઘા યુગલવાળી, નિગૂઢમાંસલ, જાનુપ્રદેશવાળી, કેળ સ્તંભ સમાન સુકોમળ પીવર ઊરુવાળી, મુખ જેવી દીર્ઘ પ્રશસ્ત લક્ષણયુક્ત કુક્ષિવાળી, સુસંગત પાર્શ્વ ભાગવાળી, કનક કળશની ઉપમાવાળા સમ સહિત ઉન્નત ગોળ આકૃતિ-પુષ્ટપયોધરવાળી, સુકોમળ બાહુલતાવાળી, સ્વસ્તિક-શંક-ચક્રાદિ આકૃતિ રેખાથી અલંકૃતપાણિ-પદતલવાળી, વદનથી ત્રીજા ભાગની ઊંચી માંસલ ગરદનવાળી, પ્રશસ્ત લક્ષણોપેત માંસલ હડપચીવાળી, દાડમના પુષ્પના આકારના રક્ત અધર-ઔષ્ઠવાળી, રક્તકમળ જેવા તાલુ અને જીભવાળી, વિકસિત કુવલયપત્ર જેવા દીર્ઘકાન્ત નયનોવાળી, આરોપિત ધનુષ્યના પૃષ્ઠની આકૃતિવાળી સુસંગત ભ્રમરલતાવાળી, પ્રમાણયુક્ત લલાટવાળી, સુસ્નિગ્ધકાન્ત-કોમળ વાળવાળી, પુરુષોથી કાંઈક ન્યૂન ઊંચાઈવાળી, સ્વભાવ શ્રૃંગાર સુંદર વેશવાળી, પ્રકૃતિથી જ હસિત-ભણિતવિલાસ-વિષયમાં પરમ નિપુણતાયુક્ત હોય છે. તથા મનુષ્યો સ્વભાવથી જ સુરભિવદન-પ્રતનુક્રોધમાનમાયા લોભવાળા-સંતોષી–ઉત્સુકતારહિત-માર્દવ-આર્જવ સંપન્ન, મનોહર મણિ-કનક મોતીઓ વગેરે હોવા છતાં મમત્વના કારણભૂત મમત્વના અભિનિવેશ વિનાના, સર્વત્ર અપગત વૈરના અનુબંધવાળા, હાથી-ઘોડા-ઊંટ-ગાય-ભેંસ આદિ હોવા છતાં તેના પરિભોગથી પરાંમુખ, પાવિહારી, જ્વર આદિ રોગ-યક્ષભૂત-પિશાચાદિગ્રહ-મારી-વ્યસન-ઉપનિપાત રહિત, કંકુક્ષિ પરિણામવાળા, અહમિન્દ્ર તયા પુરુષો પરસ્પર સેવક - સ્વામિભાવ રહિત હોય છે. આહાર પણ ત્યારે મનુષ્યોનો
८०