________________
એટલે જ્યોતિષકરંડકના કર્તા પાદલિપ્તસૂરિ હોવાનો તેમનો મત જણાય છે. જેસલમેર અને ખંભાતની પ્રતો પ્રમાણે મૂલગ્રન્થ જ્યોતિષ્કરંડક આ. પાદલિપ્તસૂરિજીની રચના છે.
જ્યો.ક.ની જેસલમેર અને ખંભાતની પ્રતના અંતે આ ગાથા પાદલિપ્તાચાર્યનું કર્તૃત્વ સ્પષ્ટ કરે છે. જેસલમેરની સં. ૧૪૮૯માં લખાયેલી પ્રતમાં
पुव्वायरियकयाणं करणाणं जोतिसम्मि समयंम्मि ।
पालित्तकेण इणमो रइया गाहार्हि परिवाडी ॥ ખંભાતની સં. ૧૫૮૦ની પ્રતમાં થોડોક ફેરફાર પૂર્વાર્ધમાં છે. ઉત્તરાર્ધ તો આ પ્રમાણે જ છે.
આ. શ્રી પાદલિપ્તસૂરિજી રચિત ગ્રન્થોના ઉલ્લેખ આ પ્રમાણે મળે છે. પ્રશ્નપ્રકાશ (પ્રબંધચિંતામણિ પ/૩૪૭), કાલજ્ઞાન (ચૂર્ણિમાં ઉલ્લેખ), નિર્વાણકલિકા (પ્રગટ થયેલ છે.) શત્રુંજયકલ્પ અને રૈવતગિરિ કલ્પ (વિવિધ તીર્થકલ્પ શત્રુંજયકલ્પ ગ્લો. ૧૨૨ અને રૈવતગિરિ કલ્પ સંક્ષેપ ગ્લો. ૬) ગાહાસત્તસઈની કેટલીક ગાથા આ. પાદલિપ્તસૂરિએ રચ્યાનું મનાય છે. પં.ધનપાલે પાઈઅલચ્છી નામમાલામાં આ. પાદલિપ્તસૂરિએ દેસી નામમાલા રચ્યાનું જણાવ્યું છે. આ. પાદલિપ્તસૂરિની અગત્યની રચના “તરંગવતી' કથા જો કે આજે મળતી નથી પણ એના ઉપરથી આ. નેમિચન્દ્રસૂરિએ કે એમના શિષ્ય “જસ” (યશ) એ રચેલ સંક્ષેપ મળે છે. આ ઉપરાંત “વિત્ત તાંડવ વદ્દી' પ્રાચીન કવિકૃત મળે છે. (શ્રી હરિવલ્લભ ભાયાણીના ગુજ. અનુવાદ સાથે લા.દ. વિ.મ. તરફથી ઇ.સ. ૧૯૭૯માં પ્રગટ થઈ છે.) ૧૬૪૨ ગાથા પ્રમાણ આ રચનામાં “તરંગવતી'માંથી જ દેશ્ય શબ્દો કાઢીને આ. પાદલિપ્તસૂરિએ રચેલી ગાથાઓમાંથી જ પસંદગી કરી હોવાનું કર્તાએ જણાવ્યું છે. કહાવલી'માં પણ તરંગવતીનો સંક્ષેપ છે. પ્રાકૃત ભાષામાં અનેક દેશ્ય શબ્દોથી મઢેલી આ અનુપમ કૃતિનો ઉલ્લેખ અનુયોગદ્વાર સૂત્રમાં થયો છે. આ. ઉદ્યોતનસૂરિજીએ કુવલયમાળામાં) અને ૫. ધનપાલે “તરંગવતી'ની ભારોભાર પ્રશંસા કરી છે. ૧-૨. જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ ભા. ૧ પૃ. ૧૨૩/ પ્રભાવકચરિત્ર પ્રબંધ પર્યાલોચન પૃ. ૧૮ ૩. આનુ જર્મન ભાષાંતર અર્નેસ્ટ લૉયમેને કર્યું છે તેના ઉપરથી કરેલ શ્રી નરસીભાઈ પટેલ કૃત ગુજરાતી અનુવાદ “જૈન
સાહિત્ય સંશોધક અંક-૨માં છપાયો છે. “જૈન સાહિત્યના સંક્ષિપ્ત ઇતિહાસ' પૃ. ૭૦ ટિ, ૯૩ મુજબ આ સંક્ષેપ (તરંગલોલા) ૧૯૦૦ ગાથા પ્રમાણ છે. “પાઇઅ (પ્રાકૃત) ભાષાઓ અને સાહિત્ય' પૃ. ૮૩માં ૪૫૦ શ્લોક પરિમાણ
હોવાનું શ્રી હીરાલાલ કાપડિયાએ જણાવ્યું છે. ૪. “કહાવલી' પ્રથમપરિચ્છેદનો પ્રથમખંડ મુનિ શ્રી કલ્યાણકીર્તિ વિ.મ. સંપાદિત ક.સ. હેમચન્દ્રસૂરિ નવમ જન્મશતાબ્દી
શિક્ષણનિધિ તરફથી વિ.સં. ૨૦૬૮માં પ્રગટ થયો છે. ‘તરંગવઇ કહા' બીજા ભાગમાં આવશે. “પ્રબંધચતુષ્ટય' નામે
કહાવલી’ના ૪ પ્રબંધો પ્રગટ થયા છે. ૫. અનુયોગદ્વાર સૂત્ર ૧૩૦ પત્ર ૧૪૯B માં તરંગવાઈ સાથે મલયવઈનો પણ ઉલ્લેખ છે. આ “મલયવઈ પણ
પાદલિપ્તસૂરિની રચના હોવાની સંભવના નિર્વાણકલિકાની અંગ્રેજી પ્રસ્તાવનામાં વ્યક્ત થઈ છે.