SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલીમાં દ્રવ્યહિંસા આચારગવૃત્તિઅધિકાર ૩૮૩ 'जिज्ञासिताऽजिज्ञासितयोर्वस्तुनोः पुरःस्थितयोरेकस्य दर्शनार्थमुन्मीलितेन चक्षुषाऽपरस्यापि दर्शनमवश्यं भवति' इति व्यवहियते । अत एव च जमालेभगवता दीक्षणे निहूनवमार्गोत्पाद स्यावश्यम्भावित्वमपि नानुपपन्नं, तदानी' तस्यानभिमतस्याप्यवर्जनीयसामग्रीकत्वाद्, एवंविधा બની જાય, કારણ કે કેવલીના કાયસ્પર્શવગેરેથી જે વિરાધના જ ન થતી હોય તે વિરાધનાથી થતા કર્મનાબંધ-અબંધની વિચારણામાં તેને ઉલ્લેખ કરવાની જરૂર જ શી? વળી પૂર્વપક્ષીની જે નીચેની માન્યતા છે તેને સ્વીકારવામાં અધિકૃત સૂત્ર જ અસંગત થઈ જાય છે. પૂવપક્ષમાન્યતા પ્રાયઃ અસંભવિસંભવવાળી જે વિરાધના હેય તે અવયંભાવી કહેવાય છે. અને તે તે અપ્રમત્તને જ હોય છે, પ્રમત્તને નહિ. કેમકે તેની (પ્રમત્તની) કાયપ્રવૃત્તિથી થતો જીવઘાત પ્રાયઃસંભવિસંભવવાળો હોય છે. અર્થાત્ પ્રમત્તના યોગો જીવઘાત કરવાના સ્વભાવવાળા હોઈ તેનાથી થનાર છવઘાત બહુલતાએ “ન થનાર નથી હોતે, પણ “થનાર” હોય છે, તેથી જ તે એ પ્રમત્તયોગની અપેક્ષાએ પ્રમત્ત સંયતને આરંભિકી ક્રિયા પણ હેવી માની છે, કેમકે તેઓના યોગો જીવઘાત કરવાને યોગ્ય હોય છે. અપ્રમત્તના યોગોને પણ આવા સ્વભાવવાળા માની શકાતા નથી. તે એટલા માટે કે પ્રમત્ત અને અપ્રમત્ત સંયતમાં કષાયાદિકૃત ભેદ તે હોતે નથી. તેથી જુદા જુદા સ્વભાવરૂપ યોગકૃતભેદ પણ જો તે બોમાં માનવાને ન હોય તો એ બેમાં કઈ ભેદ જ ન રહેવાની આપત્તિ આવે. [પૂર્વપક્ષવિચારણાને સ્વીકારવામાં સૂત્રની અસંગતિને દોષ]. ઉત્તરપક્ષ :- પૂર્વપક્ષીની આવી માન્યતા સ્વીકારવામાં અધિકૃતસૂત્ર જ એટલા માટે અસંગત થઈ જાય છે કે અનાકુટ્ટિથી (આદિ વગર) અનુપેય (અજાણપણે) પ્રવૃત્ત થએલા અને અવયંભાવી જીવવિરાધનાવાળા એવા પ્રમત્તસંયતને ઉદ્દેશીને જ ઈહલોકવેદનવેદ્યાપતિતકર્મબંધની વાત સૂત્રમાં સાક્ષાત્ કરી છે. જયારે પૂર્વપક્ષી તો પોતાની માન્યતા મુજબ, “પ્રમત્તસંયતથી થતી વિરાધના પ્રાયઃ સંભવિસંભવવાળી હેઈ અવયંભાવી જ હોતી નથી” એ રીતે પ્રમત્તસંયતમાં અવશ્યભાવી જીવવિરાધનાને જ નિષેધ કરે છે. માટે અવશ્યભાવિત્વવ્યવહારની આવી માન્યતા ગ્ય નથી. તો કેવી માન્યતા ગ્ય છે? એને જણાવવા વૃત્તિકાર (ગ્રન્થકાર) આગળ કહે છે અનભિમત હવા સાથે જે અવજનીયસામગ્રીવાળું હોય તે અવયંભાવી કહેવાય અર્થાત્ જે વસ્તુ ઇષ્ટ નથી, તેમ છતાં તેની કારણ સામગ્રી અવર્જનીય હોઈ તે પણ અવશ્ય થઈ જતી હોય તે એ અવસ્થંભાવી કહેવાય. તેથી જ જિજ્ઞાસિત અને અજિજ્ઞાસિત એમ સામે રહેલી બે વસ્તુમાંથી જિજ્ઞાસિત વસ્તુ જેવા માટે આંખ ખોલવામાં આવે તો અજિજ્ઞાસિત વસ્તુનું પણ અવશ્ય દર્શન થઈ જાય છે એવો વ્યવહાર કરાય છે. (અજિજ્ઞાસિત વસ્તુનું દર્શને ઈષ્ટ નથી. તેમ છતાં, એ વસ્તુ ચોગ્ય સ્થાનમાં હોવી, આંખ ખોલવી વગેરે એના દર્શનની જે કારણ સામગ્રી છે તે પણ જિજ્ઞાસિત ચીજના દર્શન માટે આંખ ખોલવામાં આવે છે ત્યારે સંપન્ન થઈ જાય છે. એટલે એ અજિજ્ઞાસિત ચીજનું
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy