SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલીમાં વ્યહિંસા : અપવાદ વિષયક ઉપદેશ વિચાર श्रीसूत्रकृदङ्गचूभणितम् । अत एव "साहूण चेइआण य.' (उप माला-२४२) इत्यादौ सर्पबलेनेति स्वप्राणव्यपरोपणं यावदित्येवं भणितं, न पुनर्जिनप्रवचनाहितकर्ता हन्तव्य इति, जनानां तथाभाषाया वक्तुमायनुचितत्वात् । यद्यपि सर्वबलेन निवारगे पंचेन्द्रियव्यापादनं कादाचित्कंभवत्यपि, तथापि ‘स व्यापादनीयो व्यापाद्यतां च' इत्यादिरूपेण मनोव्यापारवानपि केवली न भवति, तथाभूतस्यापि मनोव्यापारस्य सावद्यत्वेन प्रत्याख्यातत्वाद् । न चापवादिकस्तथाव्यापारः सावद्यो न भविष्यतीति शङ्कनीयं, यतोऽपवादप्रतिषेवणं च संयतेष्वपि प्रमत्तस्यैव भवति, कथं तर्हि सर्वोत्कृष्टनियताप्रमत्तस्य केवलिनोऽपीति ? परं पञ्चे. જિનશાસન વગેરેની નિંદા કરનારને-વિરુદ્ધ બેલનારને મારી નાખવાનું વિધાન નથી કર્યું (કે જેથી ઉક્ત આગમ સાથે વિરોધ આવે) પણ “આચાર્ય અને શિષ્ય પરવાદનું =વિરુદ્ધવાદનું નિરાકરણ કરવામાં સમર્થ છે' એટલું જ જણાવ્યું છે. જેમ કે સૂત્રકૃતાંગની ચૂણિમાં જે કહ્યું છે કે “મિયાદષ્ટિએ પહિણાયે છતે સમ્યક્ત્વ સ્થિર થાય છે.” તેને “મિચ્છાદષ્ટિએ મરી ગયે છતે સમ્યક્ત્વ સ્થિર થાય છે એવો અર્થ ઘટતો ન હોવાથી “મિથ્યાદષ્ટિઓને વાદ હણાયે=નિરાકારણ એ છતે સમ્યકત્વસ્થિર થાય છે? એવો સુસંગત અર્થ કરાય છે. તેમ અહી પણ “અવર્ણવાદીને અર્થ “અવર્ણવાદીને વાદ” અને “પડિહણે જજને અર્થ “નિરાકરણ કરવું એવો હોવાથી ઉક્ત આગમને વિરોધ આવતો નથી. આમ ઉક્ત આગમનો વિરોધ ન આવે એ રીતે અર્થ સંગત કરવાનું હોવાથી જ ઉપદેશમાળામાં જે કહ્યું છે કે “સાધુઓના અને એના પ્રત્યેનીકને અને અવર્ણવાદને તેમજ જિન પ્રવચનના અહિતને સર્વશક્તિથી વારવું તેમાં “સર્વશક્તિથી એવું જે કહ્યું છે તેને પોતાના પ્રાણ ચાલ્યા જાય ત્યાં સુધી...” એવો અર્થ કહ્યો છે નહિ કે “જિનપ્રવચનનું અહિત કરનારને હણ (હણવા સુધી પોતાની શક્તિ વાપરવી)' એવો, કેમ કે જેને તે ભાષાપ્રયોગ કરવો પણ અનુચિત છે. જો કે પોતાની બધી તાકાત લગાડીને તેનું વારણ કરવામાં કયારેક પંચેન્દ્રિય જીવની (તે અહિત કરનાર મનુષાદિની) હત્યા થઈ પણ જાય, તે પણ “તે મારવા યોગ્ય છે “તેને મારી નાખે ઈત્યાદિ રૂપે તે કેવળી મનની પ્રવૃત્તિ પણ કરતાં નથી (તે તેવા વચન પ્રયોગની તે વાત જ કયાં છે કારણ કે તેવી મનની પ્રવૃત્તિ પણ સાવધ હેવાથી તેનું પણ તેઓને પચ્ચક્ખાણ હોય છે. [જિનાજ્ઞાથી વસ્તુસ્વરૂપનું જ્ઞાન, પ્રવૃત્તિ-નિવૃત્તિ સ્વતઃ–પૂo] કેવળી જે તે મને વ્યાપાર કરે છે તે આપવાદિક હોવાથી સાવધ હેત નથી” એવી શંકા ન કરવી, કેમકે છવાસ્થ–સંય તેમાં પણ અપવાદસેવન પ્રમત્તોને જ હોય છે, અપ્રમત્તને નહિ, તે સર્વોત્કૃષ્ટ અને નિયત (હંમેશા) અપ્રમત્ત એવા કેવલીઓને શી રીતે હોય? વળી છઘસ્થપ્રમત્ત જે જ્ઞાનાદિની હાનિના ભયથી અપવાદસેવન કરે છે તે ભય રૂપ કારણ જ કેવલીઓને તે ન હોવાથી અપવાદસેવન હોતું નથી. આમ “પંચેન્દ્રિય જીવ હણવા યોગ્ય છે? ઈત્યાદિ રૂપે કેવળીઓને વચનપ્રયોગ અપવાદપણે પણ હેતે નથી એ નક્કી થયું. તેમ છતાં “પંચેન્દ્રિયજીવની હત્યાના ભયથી
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy