SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલીમાં દ્રવ્યહિંસા : કાયિયાદિ ક્રિયાવિચાર प्रद्वेषाभावेन तत्र कायिक्यधिकरणिकीक्रियाभ्युपगमे च कायिक्यादि क्रियात्रयस्य परस्पर नियमानुपपत्तिरिति 'कायिकीक्रिया द्विविधा-अनुपरतकायिकीक्रिया दुष्प्रयुक्तकायिकी क्रिया चेति .सिद्धान्तेऽभिधानात, 'कायिकीक्रियाऽऽर भिक्या समनियता, प्राणानिपातिकी च प्राणातिपातव्यापारफलोपहितत्वात् तद्वयाप्यैवेति प्रतिपत्तव्यं, तत आर भकत्वं प्राणातिपातकत्वं च सत्यामपि द्रव्यहिंसायां, प्रमत्तस्यैव नाप्रमत्तस्येति भगवतस्तया तदापादनमयुक्तमेवेति दिकू ॥५१॥ .. ' સમાધાન – અકિયત્વની વધુ સ્પષ્ટતા થાય એ અભિપ્રાયથી વૃત્તિકારે વીતરાગ અવસ્થાને આશ્રીને એ સંગતિ કરી છે. “અપ્રમત્ત વગેરે અવસ્થામાં અક્રિય હોતું નથી” એવા અભિપ્રાયથી નહિ. બાકી પ્રદ્વેષ અન્વયમાત્રના કારણે બાંદરસં૫રાય (નવમાં ગુણઠાણ) સુધી ત્રણે ક્રિયાઓ માનવામાં આવે તો પણ સૂક્ષમપરાયગુણસ્થાનકવત્તી જીવ તે અક્રિય તરીકે મળે છે. (આમાં કારણ એવું લાગે છે કે ૧૦ મે ગુણુઠાણે માત્ર સૂકમલભ બાકી રહ્યો હોય છે જે રોગરૂપ છે, પ્રદ્વેષરૂપ નહિ. અથવા ત્યાં કષાય સૂક્ષમ છે જે પ્રસ્તુતમાં ઉપયોગી પ્રદ્વેષરૂપ નથી. તેથી પ્રષની ચાલી આવતી પરંપરાને વિછેદ થઈ જાય છે.) માટે, પ્રશ્ન તે ઊભે થાય જ છે કે “અયિત્વની સંગતિ એની અપેક્ષાએ ન કરતા વિતરાગ અવસ્થાની અપેક્ષાએ કેમ કરી ?”, તેથી “સ્પષ્ટતા માટે કરી” એ તેને જવાબ જે વિચાર જ પડે છે તે “સ્પષ્ટતા માટે જ અપ્રમત્તને છોડીને વીતરાગઅવસ્થાની અપેક્ષાએ અયિત્વની સંગતિ કરી છે, અપ્રમત્ત અક્રિય નથી” તેવા કારણે નહિ.” એ વાત અવશ્ય સ્વીકારવી જોઈએ. [ કાયિકી આરંભિકીની સમનિયત અને પ્રાણાતિપાતિકીની વ્યાપક ] - , વળી પ્રાણાતિપાતજનક પ્રઢષ ન હોવા છતાં (એટલે કે પ્રાધેષિકી ક્રિયા ન હોવા , છતાં) અપ્રમત્તમાં કાયિકી–અધિકરણિકીકિયા માનવામાં તો કાયિકી વગેરે ત્રણ ક્રિયાએને પરસ્પર જે નિયમ છે તે અસંગત બની જાય. તેથી “કાવિકી ક્રિયા બે પ્રકારે. હેય છે અનુપરતકાયિકક્રિયા અને દુપ્રયુક્તકાયિક ક્રિયા.” આવું સિદ્ધાન્તમાં કહ્યું હોવાથી જણાય છે કે કાયિકીકિયા આરંભિકીકિયાને સમનિયત હોય છે. (અર્થાત્ કાયિકી હોય તે આરંભિકી હોય જ અને આરંભિકી હોય તો કાયિકી પણ હોય જ.) જ્યારે પ્રાણાતિપાતવ્યાપારને ફળો પધાયક હેતુ બનનાર પ્રવૃત્તિ જ પ્રાણાતિપાતિક્રિયા બનતી હોવાથી તે તો કાયિકીકિયાને વ્યાપ્ય જ હોય છે (કારણ કે બધી કાયિકીક્રિયાથી કાંઈ પ્રાણાતિપાત થતો નથી.) તેથી એ પણ ફલિત થાય છે કે કાયિકક્રિયાના અભાવમાં "તે આરંભિકકિયા અને પ્રાણાતિપાતિકીક્રિયાને અભાવ જ હોય છે. તેથી અક્રિય એવા અપ્રમત્તમાં કાયિકીકિયા ન હોવાથી વ્યહિંસા થવા છતાં આરંભકત્વ કે પ્રાણા તિપાતકત્વ આવતું નથી, તેથી કેવલી ભગવાનમાં પણ તે બે આવતા નથી. માટે : “કેવલી ભગવાનને જે દ્રવ્યહિંસા હોય તે તેઓ આરંભક અને પ્રાણાતિપાતક બની " જશે એવી આપત્તિ આપવી અગ્ય જ છે. • ૫૧ છે
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy