SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ અનુમોદના-પ્રશંસા વિચાર ૧૭૧ अत्र हि सामान्येनैव कुशलव्यापाराणामनुमोद्यत्वमुक्त, इति मिथ्यादृशामपि स्वाभाविकदानरुचित्वादिगुणसमूहो व्यक्त्याऽनुमोद्यो न तु तद्विशेषएवाश्रयणीयः । यत्तु “दानमपि परेषामधर्मपोषकत्वादधिकरणमिति दानरुचित्वादिगुणेष्वपि विशेषाश्रयणमावश्यकमित्यासन्नसम्यक्त्वसङ्गमनयसारादिसहशसाधुदानादिनैव दानरुचित्वादिकं ग्राह्यमि"ति परस्याभिमतं तदसत् , भूमिकाभेदेन दानविधेरपि भेदात्, सम्य दृष्टिं प्रति प्रासुकैषणीयादिदानविधेरियादिधार्मिक प्रति 'पात्रे दीनादिवर्गे च” इत्यादेरपि दानविधेः प्रतिपादनात् । ततः सामान्येन कुशलव्यापारा आदिधार्मिकयोग्या एव ग्राह्या इति युक्तं पश्यामः ।। પંચસૂત્રમાં પણ કહ્યું છે કે-“હું અનુમોદના કરું છું એ અધિકાર છે. શેની શેની ? નીચેની બાબતોની–સ અરિહંત ભગવંતના ધર્મ દેશના વગેરે અનુષ્ઠાને, સવસિદ્ધભગવંતના અવ્યાબાધાદિ રૂપ સિદ્ધભાવ, એમ સર્વ આચાર્ય ભગવંતના જ્ઞાનાચારાદિરૂ૫ આચાર, સવ ઉપાધ્યાય ભગવંતોનું વિધિયુક્ત સૂત્રપ્રદાન, સર્વ સાધુભગવંતોની સમક્ષ સ્વાધ્યાયાદિરૂપ સાધુક્રિયા, સર્વ શ્રાવકેના વૈયાવૃત્યાદિ મક્ષસાધનમૂતયોગો, ઈન્દ્રાદિ સવ* દેના, સામાન્યથી સવ ના પવિત્ર આશયવાળા આસન્નસિદ્ધિક જીવોના સામાન્ય રીતે કુશલ વ્યાપારરૂપ માગસાધન યોગે...આ બઘાને હું અનુમેહું છું. આ દેવ વગેરે જીવોમાં પણ માગસાધનભૂત ગે હોય છે, કેમ કે કેદાગ્રહમુક્ત દશામાં (અનાભિગ્રહિક મિથ્યાત્વકાળમાં) તેઓમાં પણ ગુણસ્થાનક માનેલું છે. પોતાના પ્રણિધાનની શુદ્ધિને જણાવવા “મને આ અનુમોદને...' ઇત્યાદિ કહ્યું છે.” [ સઘળાં કુશળ વ્યાપાર સામાન્યથી અનુમોદનીય]. અહીં સામાન્યથી જ કુશળવ્યાપારને અનુમોદનીય કહ્યા છે. તેથી મિથ્યાત્વીઓને પણ સ્વાભાવિક દાનરુચિત્વ વગેરે ગુણોને સમુહ પ્રકટ રીતે અનુમોદનીય છે જ. માટે “સમ્યક્ત્વાભિમુખ મિથ્યાત્વીઓના જ દાનાદિ અનુમોદનીય છે, અન્ય મિથ્યાત્વીઓના નહિ એવો ભેદ કરવો નહિ. પર જે અભિપ્રાય છે કે “અન્ય મિથ્યાત્વીઓનું તો દાન પણ અધર્મનું પિષક હોઈ અધિકરણરૂપ બને છે. તેથી એ દાનાદિ અનુમોદનીય નથી. માટે જે કેઈ દાનાદિ ગુણો હોય તે બધા જ અનુમોદનીય હોય એવો નિયમ નથી, કિનતુ કેટલાક દાનાદિ અનુમોદનીય હોય છે અને કેટલાંક અનનુમોદનીય. દાનાદિ ગુણોમાં જેમ આવે, વિભાગ કરે પડે છે તેમ દાનરુચિસ્વાદિ ગુણમાં પણ અનુદનીય-અનનુમોદનીયન વિભાગ પાડવે આવશ્યક બને જ છે. માટે સમ્યક્ત્વપ્રાપ્તિની નજીક રહેલા સંગમ-નયસારાદિ એ કરેલા દાન જેવા દાનથી જે દારુચિવાદિ ગુણો જણાય તેને જ અનુમોદનીય માનવા જોઈએ “આ જે પરાભિપ્રાય છે તેને ખોટો જાણ, કેમ કે ભૂમિકાભેદના કારણે દાનવિધિમાં પણ ભેદ હોય છે. સમ્યક્ત્વને ઉદ્દેશીને પ્રાસુક-એષણય આહારાદિની દાનવિધિ હી છે જ્યારે આદિધાર્મિકને ઉદ્દેશીને “પાત્ર, દીનાદિવગં? વગેરેને આપવા રૂપ, દાનવિધિ જે કહી છે તેના પરથી ઉક્તવાત ફલિત થાય છે. તેથી સમ્યફવાભિમુખ જીવની દાનવિધિ કરતાં વિલક્ષણ એવી આદિધાર્મિક જીવની દાનવિધિથી પણ જે દાનરુચિસ્વાદિ ગુણો જણાય છે તેને અનુમોદનીય માનવા જોઈએ. માટે તમે કહ્યા તેવા વિભાગ વગર સામાન્યથી જ આદિધાર્મિક જીવ એગ્ય સકલ કુશલ અનુષ્ઠાને અનુમોદનીય માનવા જોઈએ એવું અમને યોગ્ય લાગે છે.
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy