SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ધમપક્ષ-અધમ પક્ષ ૧૩૫ __ ~नन्वेतदयुक्त, मिथ्यादृशां प्राणातिपातादिविनिवृत्तेरप्यधर्मपक्षे निवेशितत्वात तया तेषां देशाराधकत्वाभावात् । तदुक्तं सूत्रकृताङ्गे (२-२-१९) अहावरे तच्चम्स ठाणस्स मीसगरस विभंगे एवमाहिज्जइ, जे इमे भवंति आरणिआ' इत्यिादि यावत 'जाव असव्वदुक्खप्पहीणमग्गे एगत. मिच्छे असाहु' त्ति । एतद्वत्येकदेशो यथा “ अत्र चाधर्मपक्षेण युक्तो धर्मपक्षो मिश्र इत्युच्यते, तत्राऽधर्मस्येह भूयिष्ठत्वादधर्मपक्ष एवाय द्रष्टव्यः" । एतदुक्त भवति- यद्यपि मिथ्यादृष्टयः काञ्चित्तथाप्रकारां प्राणातिपातादिविनिवृत्ति विदधति तथाप्याशयस्याशुद्धत्वादभिनवे पित्तोदये सति शर्करामिश्रक्षीरपानवदूषरप्रदेशे वृष्टिव द्विविवक्षितार्थाऽसाधकरवान्निर्थक्तामापद्यते, ततो मिथ्यात्या नुभाषान्मिश्रपक्षोऽप्यधर्मपक्ष एवावगन्तव्य इति" इत्यादि इति चेत ? ~ सत्यन हि वयमपि सन्मार्गग दिहेतप्रबलमिथ्यात्वविशिष्टया प्राणातिपातादिविनिवत्तिक्रियया देशाराधकत्व ब्रूमः, किन्तु रागद्वेषासद्ग्रहादिमान्येन मार्गानुसारिण्टौव तया । सा च सामान्यधर्मपर्यवसन्नापि धर्मपक्षे न समवतरति, तत्र भावविरतेरेव परिगणनात् , तदभावे बालत्वात् , तदुक्त અન્યમાર્ગમાં રહેલ પણ માર્ગનુસારી જીવ જિનેન્દ્રભૃતમૂલક અર્થપદને અનુસરનારો હોઈ દેશ આરાધક હોવો યક્ત છે. શંકા-તમારી આ વાત ચોગ્ય નથી, કેમકે મિથ્યાત્વીઓની પ્રાણાતિપાતાદિથી થએલ નિવૃત્તિને પણ અધર્મપક્ષમાં જ માનેલી હોઈ તે ક્રિયાના કારણે તેઓમાં દેશ આરાધકત્વ આવી શકતું નથી. સૂત્રકૃતાંગ-(૨-૨-૧૯)માં કહ્યું છે કે “હવે ત્રીજા મિશ્રક સ્થાનને વિર્ભાગ=રવરૂપ આ પ્રમાણે કહેવાય છે. જે આ તાપસ વગેરે કે અન્યગૃહસ્થ હોય છે તેઓ કઈક પાપસ્થાનથી અટકયા હોવા છતાં પ્રબળ મિથ્યાત્વથી હણાયેલા હોઈ ઉપવાસ વગેરે મોટા કાયકલેશને કારણે દેવગતિમાં જવા છતાં કિબિષિક વગેરે થાય છે અને પછી મનુષ્યભવમાં મૂંગા બહેરા વગેરે રૂપે થઈ અનંત કાળ સંસારમાં રખડે છે. તેથી તેઓની આ ક્રિયા વગેરે રૂ૫ માર્ગ સવદુ:ખને ક્ષય કરનાર નથી, એકાન્ત મિથ્યા છે અને સર્વથા અસુંદર છે ” આની વૃત્તિનો એક ભાગ આવો છે– અધમપક્ષથી યુક્ત ધર્મપક્ષ મિશ્ર કહેવાય છે. તેમાં અધર્મ જ ઘણો હોવાથી વસ્તુતઃ આને અધર્મપક્ષ જ જાણુ. તાત્પર્ય એ છે કે જે કે મિયાત્વીઓ તેવા પ્રકારની કાંઈક હિંસાનિવૃત્તિ વગેરે કરે છે ખરાં, છતાં પણ તેઓને આશય અશુદ્ધ હોવાથી વિવક્ષિત અર્થસાધક ન બનવાના કારણે તે બધી ક્રિયાઓ નિરર્થક જ બને છે. જેમકે નવો પિત્તોદયવાળા માણસની સાકરવાળું દુધ પીવાની ક્રિયા કે ઉખરભૂમિમાં મેઘ વરસવાની ક્રિયા. તેથી મિશ્ર એવો પણ તેને પક્ષ મિથ્યાત્વના પ્રભાવે અધર્મપક્ષ જ બની જાય છે.” [મિથ્યાત્વીની દ્રવ્યવિરતિમાં પ્રધાનતા-અપ્રધાનતાને વિભાગ) સમાધાન–તમારી વાત સાચી છે. તેમ છતાં અમારી વાત પણ અયોગ્ય નથી, કેમકે અમે પણ કાંઈ સન્માર્ગની નિંદા વગેરેના હેતુભૂત પ્રબળ મિથ્યાત્વયુક્ત અહિંસા વગેરેના કારણે દેશઆરાધકતા કહેતાં નથી. કિન્તુ રાગ-દ્વેષ અસદુગ્રહ વગેરેની મંદતા યુક્ત માર્ગનુસારી ક્રિયાના કારણે જ તે કહીએ છીએ. સામાન્યધર્મરૂપે ફલિત થતી પણ તે ક્રિયા ધમપક્ષમાં ગણતી નથી, કેમકે તેમાં તે માત્ર ભાવવિરતિ જ ગણાય છે જેના અભાવમાં જીવની ‘બાળ” તરીકે ગણતરી થાય છે. કહ્યું છે કે (રૂ.કૃ. ૨-૨-૮૪) “ અવિરતિના १ अथापरस्तृतीयस्य स्थानस्य मिश्रकस्य विभङ्ग एवमाख्यायते-य इमे भवन्त्यारण्यिकाः (यावतू ) असर्वदुःख. प्रक्षीणमार्गमेकान्तमिथ्यमसाध्विति ।
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy