SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ ધમ પરીક્ષા લેક રેક इत्यादि संमुग्धश्रद्धानवतां भगवदभिहितकतिपयसुन्दरार्थग्राहिणां धर्मबीजसद्भावस्य प्रतिहन्तुमशक्यत्वात् , औधिकयोगदृष्ट्या तत्प्रणीतवाक्येषु सुन्दरार्थमुपलभ्यान्यस्याप्यादिधार्मिकत्वोपपत्तेश्चेत्यध्यात्मदृष्ट्या विचारणीय, तां विना वादप्रतिवादादिव्यापारात् तत्त्वाप्रतिपत्तेः। तदुक्त થોવિનૌ [ ૬૭-૬૮ ]– वादांश्च प्रतिवादांश्च वदन्तो निश्चितांस्तथा । तत्त्वान्त नैव गच्छन्ति तिलपीलकवद् गतौ ॥ अध्यात्ममत्र परम उपायः परिकीर्तितः । गतौ सन्मार्गगमन यथैव ह्यप्रमादिनः ॥इति । अन्योऽपि व्यवहारेणान्यमार्गस्थोऽपि तदनुसारी जिनेन्द्रश्रुतमूलार्थपदानुसारी, तत् तस्मात्कारणात् , તેરારાધો યુકત રૂતિ જણાવનાર પ્રવચનનું વકતૃત્વરૂપ અતિશય જણાય છે. તેથી નદી સમુદ્રની ઉપમાથી વ્યતિરેક અલંકાર ઊભે થતો હાઈ કાવ્ય પુષ્ટાર્થક બનવાને લાભ થાય છે. વળી “ઉદધાવિવ. ઈત્યાદિ સ્તુતિને પૂર્વપક્ષીએ કપેલ અભિપ્રાય મુજબ પણ - જિનેક્ત પદાર્થની ઈતરને શ્રદ્ધા હેય છે” એવો જે સ્વીકાર કરાયો છે તેને કારણે તેઓને સત્રશંસારૂપ બીજની પ્રાપ્તિ થઈ ગઈ છે એવું માનવાની પણ પૂર્વપક્ષાને આપત્તિ આવશે. (આ પૂર્વપક્ષીને જ આપત્તિરૂપ છે એ જાણવું, કેમકે ઈતરદશનસ્થ જીવોને માર્ગનુસારી માન્યા ન હાઈ બીજપ્રાપ્તિ વગેરે પણ માન્યા નથી.) શંકાઈતરદર્શનસ્થ જીવોને જિનેક્ત કેઈક પદાર્થની શ્રદ્ધા હોવા છતાં તેને કહેનાર શ્રી અરિહંત પરમાત્મામાં “દેવ” તરીકેની શ્રદ્ધા હોતી નથી. જેમકે શાક્ય વગેરે પરદશનીઓની માન્યતા એવી હોય છે કે “દેવ રાગ-દ્વેષરહિત તેમજ સર્વજ્ઞ જ હોય છે અને તેવા તે આપણે માનેલા સુગત વગેરે જ છે” જ્યારે દિગંબર વગેરેની માન્યતા એવી હોય છે કે "દેવ તે શ્રી અરિહંત જ છે પણ તેઓ આપણું દિગમ્બર માર્ગના જ પ્રણેતા છે” ઈત્યાદિ આમ આ બધા માં આવું મિથ્યાત્વબીજ હાજર હોવાથી ધમબીજ પ્રાપ્તિ સંભવ હોતો નથી. [ પક્ષપાત જૈનેતરમાં પણ ધમબીજ સંભવિત] સમાધાન–પક્ષપાતરૂપ તેવી માન્યતાવાળા અન્ય દર્શનસ્થ જીવોમાં તેને સંભવ ન હોવા છતાં તેવા પક્ષપાત વિનાના અને “જે કોઈ રાગાદિશૂન્ય હોય તે વિશિષ્ટ પુરષ દેવ છે' ઇત્યાદિ મૂધશ્રદ્ધાવાળા જિનેક્ત કેટલાક સુંદર પદાર્થોને રવીકારનારા જીવોમાં તેની હાજરીને નિષેધ કરી શકાતો નથી. આ સિવાયના અન્ય જેમાં પણ તપ્રણીત વાકયમાંથી ઓધિકગદષ્ટિથી સુંદર અર્થની જાણકારી મેળવીને આદિધામિકત્વ હોવું એ સંગત હેવાના કારણે પણ ધમબીજને નિષેધ કરી શકાતું નથી. તેથી અન્ય માર્ગસ્થ જીવોમાં ધમ બીજ, આદિધાર્મિકવ-માર્ગનુસારિતા વગેરે હોય કે નહિ” એ બાબત અધ્યાત્મદષ્ટિથી વિચારવી જોઈએ, કેમકે માત્ર શુષ્ક વાદ-પ્રતિવાદ (સામસામી દલીલ) કરવાથી તવ (વાસ્તવિક્તા) જાણી શકાતું નથી. ગબિન્દુ (૬૭-૬૮)માં કહ્યું છે કે–“અસિદ્ધાદિ દોષના પરિ. હારપૂર્વક નિશ્ચિત વાદ અને પ્રતિવાદને કરનારા ચર્ચાકારે વાસ્તવિક તત્વને પામી શકતાં નથી. જેમકે ઘાંચીને બળદ ઘણી ગત કરવા છતાં કોઈ સ્થાન મેળવતો નથી. તત્તપ્રાપ્તિને તે અધ્યાત્મ જ શ્રેષ્ઠ ઉપાય કહેવાયો છે. જેમકે ઈષ્ટનગરની પ્રાપ્તિને ઉપાય અપ્રમત્ત વ્યક્તિનું ગમન છે.” આ પરમ ઉપાયભૂત અધ્યાત્મદષ્ટિથી જે જણાય છે તેને જણાવતાં ગ્રન્થકાર ઉત્તરાર્ધમાં કહે છે કે તેથી (=અન્યશાસ્ત્રમાં રહેલ સમાન અર્થપદ જિનેન્દ્રભૃતમૂલક હેવાના કારણે) વ્યવહારનયથી
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy