________________
૧૩૦
ધમ પરીક્ષા શ્લોક ૨૪
સંમમિતિ ચરિવારિતા | garષ્યાદાન કૃત્તિસરના તુ વૃત્તિમબાગૈવ વિરુદ્ધા, 'अन्यत्र न सुन्दर" इत्यस्यार्थस्य वृत्तिकृदनभिप्रेतत्वात् , उदितानुदितयोरकरणनियमयोरभेदेन भणनं च यद्युदितम्याकरणनियमस्यावज्ञा तद्भदवादिभगवदवज्ञापर्यवसायिनी स्यात्तदा तद्भदवर्णनमपि सामान्याकरणनियमावज्ञा तदभेदवादिभगवदवज्ञापर्यवसायिनी स्यात् , न हि तद्भेदमेव भगवान वदति नत्वभेदमित्येकान्तोऽस्ति, भेदाभेदवादित्वात्तस्य, इति वक्रतां परित्यज्य विचारणीय 'परगुणद्वेष एव भगवतामवज्ञा' इति । एतदर्थसमर्थनायैव हि 'सर्वप्रवादमूल द्वादशाङ्ग रत्नाकरतुल्य" इत्यत्र 'उदधाविव' इत्यादिसंमतितयोद्भावित वृत्तिकृता ।
अत्र परः प्राहल्यत्तु 'सर्वप्रवादानां मूलद्वादशांग रत्नाकरतुल्य' इति समर्थनाय टीकाकारेण " उदधाविव सर्वसिन्धवः' इत्यादिरूप श्रीसिद्धसेनदिवाकरवचन संमतितयोद्भावित तच्च विचार्यमाणमसङ्गतमिवाभाति । तथाहि-यदि द्वादशाङ्ग रत्नाकरतुल्यं तर्हि नदीतल्याः प्रवादा न भवेयुः, समुद्रान्नदीनामुत्पत्तेरभावात् , समुद्रस्य च नदीपितृत्वापत्या 'नदीपतिः समुद्रः' इति कविसमय व्याहतिप्रसक्तेः, समुद्रस्य गांभीर्यहानिप्रसक्तेश्च । तस्मात्स्तुतिकर्तुरभिप्रायोऽय-हे नाथ ! त्वयि सर्वज्ञे दृष्टयोऽन्यतीर्थिकानां निजनिजमार्गश्रद्धानलक्षणाः, समुदीर्णाः सम्य गुदय प्राप्ताः, तद्विषयो
વળી ઉદિત-અનુદિત અકરણનિયમને અભિન્ન કહેવા એ ઉદિત અકરણનિયમની અવજ્ઞારૂપ હોવાના કારણે તે બેના ભેદને જણાવનાર ભગવાનની જ અવજ્ઞા રૂપે પર્યવસિત જે થતી હોય તો તે તે બેને જુદા જુદા કહેવા એ પણ સામાન્ય (ઉદિત-અનુદિતમાં ધારણ) અકરણનિયમની અવજ્ઞા રૂપ હોઈ (કેમકે સામાન્ય અકરણનિયમ તરીકે એ બને અભિન્ન છે) તે બે અકરણનિયમના અભેદને જણાવનાર ભગવાનની અવજ્ઞામાં જ પર્યવસિત થશે. તાત્પર્ય એ છે કે સમ્યગદષ્ટિ અને મિથ્યાત્વીના અકરણ નિયમ ઉદિત-અનુદિત તરીકે જેમ જુદા જુદા છે તેમ સામાન્ય અકરણનિયમ તરીકે અભિન્ન પણ છે જ. તેથી “ભગવાને તે બેનો ભેદ જ કહ્યો છે, અભેદ નહિ” એ બે એકાન્ત પણ નથી, કેમકે ભગવાન વાસ્તવિક એવા ભેદભેદને કહેનારા છે. માટે “તે બેના અકરણનિયમનો અમુક અપેક્ષાએ અભેદ કહેવો એ ભગવાનની અવજ્ઞા રૂપ નથી, પણ પરના (અન્યદર્શનસ્થ માર્ગાનુસારીના) ગુણો પર (તેઓને દોષ તરીકે જણાવવા રૂપ) ષ રાખ એ જ ભગવાનની અવજ્ઞા રૂપ છે” એ વાત વક્રતાને ત્યાગ કરીને વિચારવી, કારણકે તેવા જીવોને પણ તે ગુણોને ભગવાને ગુણ તરીકે કહ્યા છે. આ વાતને સમર્થન માટે જ “ દ્વાદશાંગ સવપ્રવાદનું મૂળ છે ઈત્યાદિ બાબતમાં વૃત્તિકારે “ઉદધાવિવ... ગાથાને સાક્ષી તરીકે કહી છે.
[ઉદધાવિવ સર્વસિન્ધવની પૂર્વપક્ષવ્યાખ્યા]. * આ અંગે પૂર્વપક્ષીનું કહેવું એ છે કે (સ. શ. ૭૬) પૂર્વપક્ષ “સવ પ્રવાદનું મૂળ દ્વાદશાંગ છે એ વાતનું સમર્થન કરવા ટીકાકાર શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ મ.નું ઉદધાવવી. ઈત્યાદિ વચન સાક્ષી તરીકે જે કહ્યું છે તે વિચાર કરતાં અસંગત જેવું લાગે છે, કેમકે દ્વાદશાંગ જે રત્નાકરસમાન હોય તે પ્રવાદ નદી જેવા બની શકે નહિ, કેમકે સમુદ્રમાંથી કંઈ નદીઓ નીકળતી નથી. વળી તેઓ નદીતુલ્ય હવામાં તે દ્વાદશાંગરૂપ સમુદ્ર તેઓના પિતા બની જવાથી “સમુદ્ર નદીપતિ છે' એ કવિઓમાં જે પ્રવાદ પ્રસિદ્ધ છે તે હણાઈ જાય. તેમ જ સમદ્રનું ગાંભીય પણ ખંડિત થઈ જાય. કેમકે રહેવાની જગ્યા મળતી હોય તે પાણુ કયાંયથી બહાર નીકળતું જ નથી. અહીં નદીઓ બહાર નીકળે છે એને અર્થ જ એ કે હવે પાણીને સમાવાની જગ્યા સમુદ્રમાં છે જ નહિ. જેથી એ બહાર નીકળ્યું. તેમજ બધી નદીએ સમુદ્ર તરફ જવાવાળી હોય છે. એવી આગપ્રસિદ્ધ અને સર્વાનુભવસિદ્ધ