SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ધમપરીક્ષા શ્લેક ર૦ त' मिच्छा जौं फलओ मुक्ख आराहगत्तमिह पगय । त' च ण एगंतेणं किंरियाए भावसन्नाए ॥२०॥ [तन्मिथ्या यत्फलतो मुख्यमाराधकत्वमिह प्रकृतम् । तच्च नकान्तेन क्रियया भावशून्यया ॥२०॥] तमिच्छत्ति । तत् सम्प्रदायबाह्योक्त मत मिथ्या यद् यस्मात इह प्रकृतचतुर्भङ्गीप्रतिपादकभगवती सूत्रे मुख्य मोक्षानुकूल आराधकत्व प्रकृत, ज्ञान-क्रियाऽन्यतरमोक्षकारणवादिनामन्यतीर्थिकानां मतनिरासार्थ तत्समुच्चयवादविशदीकरणायौतत्सूत्रप्रवृत्तेः । प्रत्येक ज्ञानक्रिययोः स्वल्पसामर्थ्यस्य समुदितयोश्च तयोः संपूर्णसामर्थ्यस्य प्रदर्शनार्थ देशाराधकादिचतुर्भङ्गशुपन्यासस्य सार्थक्यात , प्रत्येकस्वल्पसोमर्थ्यस्याभावे च सिकतासमुदायात्तैलस्येव तत्समुदायादपि मोक्षस्यानुपपत्तः । तदिदमाहाક્ષેપસમાધાનપૂર્વ માર્થા - વિ. માં- ૨૨૬૩-૬૪] 'पत्तेयमभावाओ णिव्वाण समुदियासु गा जुत्त । नाणकिरियासु वोत्तं सिकतासमुदाये तेल्लं व ।। २वीसुंण सव्वह च्चिय सिकतातेल्लं व साहणाभावो । देसोवगारिया जा सा समवायंमि संपुण्णा ।। [ સર્વથા ભાવશન્ય ક્રિયાને અહીં અધિકાર નથી-ઉ] ગાથાર્થ :-અન્યનો આ મત મિથ્યા છે, કેમકે ફળને આશ્રીને જે મુખ્ય હોય તેવા જ આરાધકત્વને અહીં અધિકાર છે અને તે તે એકાતે ભાવશૂન્ય ક્રિયામાં હોતું નથી. તે સંપ્રદાયબાહ્ય વિવેચકે કહેલ મત ખોટો છે, કેમકે ભગવતીજીના આ ચતુર્ભગીને જણાવનાર સૂત્રમાં મુખ્ય = મોક્ષને અનુકુલ = વહેલું મોડું પણ જે મોક્ષનું કારણ બને તે આરાધકત્વને અધિકાર છે, કારણ કે “એકલું જ્ઞાન જ મોક્ષનું કારણ છે કે એકલી ક્રિયા જ મોક્ષનું કારણ છે' એવું કહેતાં અન્યતીથિંકના મતને દૂર કરવા માટે “તે બન્નેને સમુદાય જ કારણ છે” એવો જે સમુચ્ચયવાદ આવશ્યક છે તેને સ્પષ્ટ કરવા આ સૂત્ર ઉપસ્થિત થયું છે. તેથી આ દેશઆરાધક વગેરે ચતુર્ભાગીને ઉપન્યાસ “જ્ઞાન અને ક્રિયા બને જુદા જુદા હોય તે તેઓમાં મેક્ષ મેળવી આપવાનું સામર્થ્ય અલ્પ હોય છે અને ભેગા થઈ જાય તે, સમુદિત તે બેમાં તે સામર્થ્ય પરિપૂર્ણ હોય છે” એવું જે જણાવતે હોય તે જ સાર્થક બને. અને એ માટે તે જે જ્ઞાન-ક્રિયા પ્રત્યેક અવસ્થામાં અલ્પ પણ સામર્થ્ય ધરાવતાં જ હોય તેને જ આ ભાંગાઓમાં વાત હેવી જોઈએ. માટે મુખ્ય આરાધકત જ અહીં પ્રસ્તુત છે. જે જ્ઞાન-ક્રિયા પ્રત્યેક અવસ્થામાં અલપ પણ સામર્થ્ય ધરાવતા નથી તેવા જ્ઞાન-ક્રિયાના તે સમુદાયથી પણ મોક્ષપ્રાપ્તિ થતી નથી. જેમકે પ્રત્યેક અવસ્થામાં તેલને અંશ પણ ન ધરાવતી રેતીના ઢગલામાંથી પણ તેલ મળતું નથી. આ વાત શંકા-સમાધાન પૂર્વક ભાષ્યકારે પણ કહી છે-“શંકા-જેમ રેતીના પ્રત્યેક કણમાં તેલ નથી તો તેના સમુદાયમાં પણ તે હોતું નથી, તેમ પ્રત્યેક જ્ઞાન કે ક્રિયામાં નિર્વાણજનકતા નથી તેથી સમુદિત તે એમાં તે શક્તિ કહેવી યુક્ત નથી. સમાધાન-સિકતા કણામાં તેલને જેમ સર્વથા અભાવ છે તેમ જ્ઞાન અને ક્રિયામાં કંઈ મોક્ષ સાધકતાને સર્વથા અભાવ નથી. એક એક પૃથકમાં જે થેલી ઘણી પણ દેશપકારિતા હોય છે તે સમુદાયમાં સંપૂર્ણ થાય છે. તેથી જ્ઞાન-ક્રિયાનો મેળ થવામાં જ કાર્ય સિદ્ધિ થાય છે. આ મુખ્ય આરાધક અસંયતભવ્ય દ્રવ્ય (દ્રવ્યલિંગી)માં તેઓની એકાન્ત ભાવશૂન્ય ક્રિયાથી આવી શકતું નથી તેથી દેશઆરાધક તરીકે દ્રવ્યલિંગી લઈ શકાતાં નથી १ प्रत्येकभभावान्निर्वाण' समुदितयोन युक्तम् । ज्ञानक्रिययोर्वक्तु सिकतासमुदाये तैल इव ॥ २ विष्वगन सर्वथैव सिकतातल इव साधनाभावः । देशोपकारिता या सा समवाये संपूर्णा ।।
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy