SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ બાદરનિવેદવ્યવહારિત્વ વિચાર ૫૫ तदसत्, 'ततः सिद्धयवच्छिन्नव्यवहारराश्यपेक्षया सिद्धानामनन्तगुणसिद्भावपि सामान्यापेक्षया तदसिद्धः, व्यवहारित्वभवनसिद्धिगमनयोरपर्यवसितत्वचानादिसूक्ष्मनिगोदान्नियतव्यवहारित्वाभिमुखजीवानां निर्गमान्नानुपन्नम । आवलिका संख्येयभागपुद्गलपरावर्त्तमानत्वेन व्यावहारिकाणां सर्वेषां લઈને તેણે એવી દલીલ કરી કે “વળી સિદ્ધના જ કરતાં બાદરનિગોદના તો અનંતગુણ છે જ, તેથી નક્કી થાય છે કે બાદરનિગદનાજી વ્યાવહારિક નથી, અર્થાત્ અવ્યાવ. હારિક છે. પરંતુ તેની આ માન્યતા બરાબર નથી. અલબત ઉક્ત ગાથાના બળે તેમ જરૂર કહી શકાય છે કે “સિદ્ધયવચ્છિન્નવ્યવહારરાશિ (જેટલા જ સિદ્ધ થયા છે તેટલા જ જે જીવે અવ્યવહારરાશિમાંથી વ્યવહારરાશિમાં આવેલી છે, અને તેમાંથી વિવક્ષિતકાળે પણ સિદ્ધા. વસ્થા પામ્યા વિના જેઓ હજુ વ્યવહારરાશિમાં જ છે તે જો રાશિ) કરતાં સિદ્ધો અનંતગુણ છે.” તેમ છતાં વ્યવહારરાશિ સામાન્યની અપેક્ષાએ કાંઈ તેવું સિદ્ધ થતું નથી. તેથી ઉક્તગાથાના બળે પૂર્વપક્ષીએ તારવેલે પાયાભૂત નિર્ણય જ છેટો હોઈ એ અનુમાન પણ ખોટુ કરે છે. વળી પૂર્વપક્ષીએ બીજા અનુમાનપ્રયોગમાં વ્યવહારિdભવન અને સિદ્ધિગમન ક્યારેય અટકવાનું નથી એ આગમસિદ્ધ હકીકતની અન્યથા અનુ૫૫ત્તિ દેખાડીને બાદરનિગોદને પણ અવ્યવહારરાશિમાં હોવી જે સિદ્ધ કરી તે પણ બરાબર નથી, કેમકે બાદરનિગેદ વ્યવહાર રાશિમાં હોય તો પણ આ બેનું નહિ અટકવાપણુ સંગત રહે જ છે, કેમકે અનાદિસૂક્ષ્મ નિગેદમાંથી (અથવહારરાશિમાંથી) વ્યવહારી બનવાને અભિમુખ થએલા નિયત પ્રમાણવાળા જ છો નીકળ્યા કરે છે. આ નિયત પ્રમાણ એટલી બધી નાની સંખ્યા છે કે જેથી અનંતકાળે એ નિયત સંખ્યા પ્રમાણે બહાર નીકળેલા અને નીકળનારા અનંતા પણ અનાદિસૂમનિગેદરાશિની અપેક્ષાએ સાવ નેગ્લીજીબલ (ગણતરીમાં ન લેવાય એટલા) હોય છે. અને તેથી માત્ર અનાદિસૂક્ષ્મનિગોદ રૂપ અવ્યવહારરાશિ ક્યારેય ખાલી તો નથી જ થવાની પણ. તેમાં નોંધપાત્ર ઘટાડે પણ થવાનું નથી. તેથી બાદરનિગોદ વ્યવહારરાશિમાં હોવા છતાં વ્યવહારિત્રભવન અટકવાનું નથી એ બાબત અસંગત રહેતી નથી. અને તેથી જ નવા નવા જો સિદ્ધ પણ થયા કરવાના હોવાથી “સિદ્ધિગમન અટકવાનું નથી” એ વાત પણ અસંગત રહેતી નથી. હવે રહી પૂર્વપક્ષીના ત્રીજા અનુમાનની (પૃ.નં. ૪૪) વાત–શાસ્ત્રમાં વ્યાવહારિક જીવની ઉત્કૃષ્ટસ્થિતિ આવલિકાના અસંખ્યાતમા ભાગના સમય જેટલા પુદ્ગલપરાવત્ત કહી છે અને કઈ પણ વ્યાવહારિક જીવ પાછા આવ્યાવહારિક તો બનતો નથી. તેથી વધુમાં વધુ એટલા કાલે તે અવશ્ય કોઈપણ વ્યવહારિક જીવ સિદ્ધ થઈ જવાનો હાઈ દરેક વ્યાવહારિક જીવ મોક્ષમાં જશે એવું સિદ્ધ થઈ જાય, જે સીધેસીધું સ્વીકારી લેવામાં અનંતાનંતકાળ સંસારમાં જ રહેનારા અભવ્યને અવ્યવહારી જ હોવા માનવા પડે. પણ તેઓ પણ વ્યાવહારિક તે છે જ તે ઉક્ત ચર્ચાથી સિદ્ધ થઈ ગયું છે. તેથી વ્યાવહારિક જીવની નિગોદરૂપે, તિર્યંચરૂપે. નપુંસક વગેરે રૂપે રહેવાની કાયસ્થિતિ જણાવનાર સૂત્રે બધા વ્યાવહારિક જીવોને લક્ષમાં રાખીને કહેવાયાં નથી કિન્તુ અમુક ચોક્કસ પ્રકારના વ્યાવહારિક અને લક્ષમાં રાખીને કહેવાયાં છે એવું ક૯૫વું જોઈએ જેથી વ્યવહારી એવા પણ અભ તેવા પ્રકારવાળા ન હાઈ, ઉક્તસ્થિતિથી વધુ કાળ માટે સંસારમાં રહે તે પણ કોઈ સૂત્રવિરોધ ન થાય) અથવા १, 'सिज्झति जचिया किर.' इत्यादिशास्त्रवचनादित्यर्थः ।
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy