________________
કાળસપ્તતિકા પ્રકરણ
૩૧
કડાકોડી સાગરોપમન, (રામદુલદસૂUા) ચોથો આરો બેંતાળીસ હજાર વર્ષ ઊણા એક કડાકોડી સાગરોપમને, (વારસદારીના) પાંચમે આરો એકવીશ હજાર વર્ષનો અને (રૂાર સમા) છÈ આ એકવીશ હજાર વર્ષનો જાણો. એ પ્રમાણે (૨) વળી (રામા ) છ આરાનું માન જાણવું. ૮. इह तिदुइगकोसुच्चा, तिदुइगपलिआउ अरतिगम्मि कमा । तूअरिबोरामलमाण-भोअणा तिदुइगदिणहिं ॥९॥
અર્થ:–૬) અહીં એટલે ભરતક્ષેત્રમાં (તિનિ ) પહેલા ત્રણે આરાના પ્રારંભમાં (મા) અનુક્રમે (તિદુકુશા) યુગલીયાનું શરીર ત્રણ, બે અને એક કેશ ઉંચું હોય છે. એટલે કે પહેલા આરામાં યુગલીયાનું શરીર ત્રણ કોશ ઉંચું, બીજા આરામાં બે કોશ ઉંચું અને ત્રીજા આરામાં એક કોશ ઉંચું હોય છે. એ જ પ્રમાણે (તિદુઢિબrs) ત્રણ, બે અને એક પલ્યોપમનું આયુષ્ય હોય છે, એટલે કે પહેલા આરાના પ્રારંભમાં યુગલીયાનું આયુષ્ય ત્રણ પલ્યોપમનું, બીજા આરામાં બે પલ્યોપમનું અને ત્રીજા આરામાં એક પલ્યોપમનું હોય છે. તે જ પ્રમાણે (તિદુવડું) ત્રણ, બે અને એક દિવસે કરીને (ફૂગાવોસમસ્ટમાળમોબા) તુવેર, બોર અને આમળા પ્રમાણ ભેજનવાળા હોય છે. એટલે કે પહેલા આરાના પ્રારંભમાં યુગલીયા ત્રણ દિવસને આંતરે તુવેરના દાણું એટલે આહાર કરે છે, બીજા આરામાં બે દિવસને આંતરે બાર જેટલે આહાર કરે છે અને ત્રીજા આરામાં એક દિવસને આંતરે આમળા જેટલો આહાર ગ્રહણ કરે છે. ૯. तह दुछवन्नाअडवीस-सयगुचउसटिपिट्ठयकरंडा । गुणवन्ना चउसट्ठी-गुणसीदिणपालणा य नरा ॥ १० ॥
અર્થ– તદ) તથા (તુવન્ના) બસો ને છપન, (મકવાણg) એક સો ને અઠ્ઠાવીશ અને (રાષ્ટ્રિ) ચોસઠ (દિવાલ) પૃષ્ટકરંડક-વાંસાની પાંસળીઓ અનુક્રમે હોય છે, એટલે કે પહેલા આરાના પ્રારંભમાં યુગલીયાને ૨૫૬ પાંસળીઓ હોય છે, બીજા આરામાં ૧૨૮ પાંસળીઓ હોય છે અને ત્રીજા આરામાં ૬૪ પાંસળીઓ હોય છે. (૨) તથા (નર) યુગલીયા મનુષ્યો (ગુણવત્તા) ઓગણપચાસ, (૩૬) ચોસઠ અને () ઓગણએંશી (વિપઢિort) દિવસની પાવનાવાળા હોય છે, એટલે કે પહેલા આરાના પ્રારંભમાં યુગલીયા મનુષ્યને ૪૯ દિવસની અપત્યપાલના હોય છે, બીજા આરામાં ૬૪ દિવસની
- ૧ “ છ મહિના આયુષ શેષ સતે યુગલિની એક યુગલ પ્રસવે. ૪૯૬૪ ને ૭૯ દિવસ યુગલની પ્રતિપાલન કરે, ત્યારપછી યુગલ સ્વયમેવ હરતાફરતા થઈ જાય છે. તેના માબાપ તે છ મહિના પૂર્ણ થયા પછી મરણ પામે છે.