________________
શ્રી પંચનિર્ચથી પ્રકરણ
૧૫
૩૬ સમુદ્રથતિ –સમુદ્દઘાત સાત પ્રકારે–૧ વેદના, ૨ કષાય, ૩ મરણ, ૪ વૈક્રિય, પ તૈજસ, ૬ આહારક, ૭ કેવળી સમુદ્દઘાત. તેમાંથી કેટલા હોય?
રૂર ગર–કયા ક્યા નિગ્રંથને કેટલા ક્ષેત્રની અવગાહના હોય ? ૨૨ નાતા–કોને કોને કેટલી કેટલી સ્પર્શના હોય ?
રૂછ માવદર–ભાવ પાંચ પ્રકારે–દયિક, ક્ષાયિક, ક્ષાપશમિક, ઔપશમિક ને પરિણામિક. તેમાં ઔદયિક ને પારિણુમિકનું જીવસ્વરૂપ પણ છે, તેમાં મોક્ષમાર્ગનો અભાવ છે અને અપ્રશસ્ત છે માટે એ બે ગ્રહણ કરેલ નથી અને સંનિપાતિકનું તે સંયોગરૂપપણું છે માટે ગ્રહણ કરેલ નથી; બાકીના ત્રણ ભાવ જ ગ્રહણ કર્યો છે. તેમાંથી કયા ભાવે વર્તતા હોય ?
રૂ૫ મિાળા-ક્યા ક્યા નિગ્રંથની પ્રતિપદ્યમાન તથા પ્રતિપન્ન એ બે પ્રકારની સંખ્યા કેટલી હોય ? રૂદ્ બહાદુ–કયા નિગ્રંથ છેડા હોય અને ક્યા વધારે હોય ?
ટીકાને આધારે પાંચ પ્રકારના નિર્ચનું વિવરણ અહીં પાંચે નિથામાં જ્ઞાનદર્શન, ચારિત્રના પરિણામ કેટલાક યથાયોગ્ય હેવાથી જ નિર્ચથના વ્યપદેશને (નામને) પામે છે, જ્ઞાનાદિ પરિણામના અભાવે નિગ્રંથ શબ્દના અર્થની સંગતિ જ થતી નથી, અહીં શિષ્ય પ્રશ્ન કરે છે કે-મૂળ નિગ્રંથ અને પેટભેદરૂપ (ચોથો) નિગ્રંથમાં પ્રતિવિશેષપણું (જુદાપણું ) શું છે? તેને ઉત્તર આપે છે કે-મૂળ નિગ્રંથપણું મોહનીય કર્મના ક્ષપશમાદિ પ્રકારે કરીને (ઉદયન સભાવ છતાં પણ) કહેવાય છે અને પ્રભેદ નિર્ચથપણું (ચોથા ભેદરૂપ) મેહનીય કમની ઉપશમના કે ક્ષપણા વડે સર્વથા ઉદયના અભાવે જ (શ્રેણીમાં) થાય છે. એટલા માટે તે બેમાં ફેર છે. પુલાકના બે ભેદ છે. તેમાં લબ્ધિપુલાકાણું લબ્ધિ ઉપજીવનવડે ચારિત્રને અસાર કરવાથી પ્રાપ્ત થાય છે અને આસેવનાપુલાકાણું તે જરા જરા અતિચારના આસેવનથી ચારિત્રના સર્વથા અવિરાધક અને અલ્પતર વિરાધકપણાથી પ્રાપ્ત થાય છે. બકુશ અતિચારને આશ્રયીને કાંઈક અધિકતર વિરાધક હોય છે. અથવા દેહવિભૂષાદિકમાં આસક્ત છતાં પણ અતિચારના લાઘવપણાથી પુલાકથી વિશુદ્ધ પણ હોય છે. કુશીલ તો બંને પ્રકારના જ્ઞાનાદિ ઉપજીવનવડે અને કષાયના આસેવનવડે સ્કુટ રીતે જ જુદા પડે છે. સંયમસ્થાનને આશ્રયીને આદિમાં પુલાક સાથે અને મધ્યમાં બકુશ સાથે તુલ્ય છતાં આગળ તે બંનેને અતિક્રમીને વિશુદ્ધતર પણ હોય છે. આ પ્રમાણે એ પાંચેનું પ્રતિવિશેષ (જુદું જુદું ) સ્વરૂપ છે.
એ પાંચ પ્રકારના નિર્ચ થેનો આ કમેપન્યાસ વિશુદ્ધિના ક્રમને અપેક્ષીને જ સંભવે છે. તે આ પ્રમાણે-સર્વથી ઓછી વિશુદ્ધિ પુલાકમાં, તેથી વધારે