________________
૦૦૦૦૦૦૦૦
A૦૦૦૦૦૦૦૦૦૦
@@@ @@ શ્રી આનંદવિમળસૂરિશિષ્ય વાનરર્ષિવિરચિત श्री विचारपञ्चाशिका प्रकरण
(મૂળ તથા ભાષાંતર યુક્ત)
वीरपयकयं नमिउं, देवासुरनरबिरेफसेविअयं । जिणसमयसमुद्दाओ, विचारपंचासियं वुच्छं ॥१॥
ભાવાર્થ-(રેવાકુના ) સુર, અસુર અને મનુષ્યરૂપી ( વિરેજ ) ભ્રમરોએ (રવિણં ) સેવન કરેલા (વીરપથાર્થ ) શ્રીમહાવીરસ્વામીના ચરણ કમળને (મઉં) નમસ્કાર કરીને (નિરમા ) જિનેશ્વરે કહેલા સિદ્ધાન્તરૂપી (મુદ્દાગ ) સમુદ્રમાંથી ઉદ્ધરીને ( વિવારંવારાં ) વિચારપંચાશિકાને (૩૪) હું કહું છું. ૧.
વિશેષાર્થ –આ વિચારપંચાશિકા નામના ગ્રંથમાં નવ પદાર્થોને વિચાર કહેવામાં આવશે. તેમાં પ્રથમ શરીર સંબંધી વિચાર (૧). જીવ કેટલો કાળ ગર્ભમાં રહીને નરકે તથા સ્વર્ગે જાય તથા તે નરક અને સ્વર્ગમાંથી નીકળી મનુષ્ય અને તિર્યંચમાં આવી કેટલે કાળ જીવે ? તેને વિચાર ( ૨ ). અપુદુગલી તથા પુદ્ગલીને વિચાર (૩). સંમૂછિમ મનુષ્યની ગતિ તથા આગતિને વિચાર (૪). પર્યાપ્તિને વિચાર (૫). જીવાદિકનું અ૫હત્વ (૬). પ્રદેશ પુગલ તથા અપ્રદેશ પુદ્ગલને વિચાર ( ૭ ). કડજુમ્મા વિગેરેનો વિચાર (૮). અને પૃથ્વી આદિનું પરિમાણ (૯). એ નવ વિચાર કહેવાના પ્રારંભમાં પ્રથમ શરીરનું સ્વરૂપ-શરીર સંબંધી વિચાર વિસ્તારથી કહે છે –
ओरालिय वेउविय, आहारग तेअ कम्मुणं भणियं । एयाण सरीराणं, नवहा भेयं भणिस्सामि ॥२॥
ભાવાર્થ –શરીર (ઓસ્ટિા ) દારિક (વિશ) વૈક્રિય, (માદા ) આહારક, ( તે મુi ) તેજસ અને કાર્મણ એ પાંચ (મળિથે ) કહ્યાં છે.