________________
એક પ્રખ્યાત જૈન મુનિ થઈ ગયા છે. વિક્રમ સંવત ૧૭૩૧ના વર્ષના વૈશાખ માસની શુકલ દ્વતીયા [ અક્ષય તૃતીયા ] ને દિવસે રાજનગરમાં [ અમદાવાદમાં ] રહી આ ગ્રંથ તેઓએ પૂર્ણ કર્યો છે. એમ તેઓ પોતાની પ્રશસ્તિમાં લખે છે. ગુરૂ પદાવલીમાં તેઓ જણાવે છે કે, ભગવાન મહાવીર સ્વામીના પરિવારમાં તપાગચ્છની અંદર શ્રી હીરવિજય પંડિત થઈ ગયા, જેઓએ અકબર બાદશાહને પ્રતિબોધ આપ્યો હતો, તેમના શિષ્ય વિજયસેનસૂરિ થયા, કે જેમણે બાદશાહની સભામાં અન્ય દર્શની પંડિતને ભેટે ૫રાભવ કર્યો હતો. તેમના શિષ્ય તિલકવિજય, તેમના વિજયાનંદસૂરિ, અને તેમના માનવિજયસૂરિ થયા છે. આ પ્રસંગે એમ પણ જણાવ્યું છે કે, શ્રી વિજયાનંદસૂરિના શાંતિવિજય નામે એક શિષ્ય હતા, તેમના શિષ્ય આ ગ્રંથના કર્તા શ્રી માનવિજ્યગણી છે. આ ઉપરથી તેઓ પરંપરાએ તે વિજયાનંદસૂરિના શિષ્ય હશે, પણ વખતે વડી દીક્ષા મોટા ગુરૂભાઈ શાંતિવિજયની પાસે લીધેલી હાય, એમ જણાય છે. વિશેષમાં વળી લખે છે કે, રાજનગરમાં મનિયા નામના એક ધનાઢય શ્રાવક ગ્રહસ્થને પિતાના શાંતિદાસ નામના ચતુર પુત્રને ગ્રહ ભાર સોંપી વૃદ્ધ અવસ્થામાં ધર્મ શ્રવણ કરવાની ઈચ્છા થઈ હતી, તેની પ્રાર્થનાથી આ ધર્મ સંગ્રહ ગ્રંથ રચવામાં આવ્યો છે, અને વાચકેંદ્ર યશવિજય પંડિતે આ ગ્રંથનું શોધન કરેલું છે.
- આવા સર્વોત્તમ ઉપયોગી ગ્રંથને મૂળ સાથે ભાષાંતર સહિત ઉદ્ધાર થાય છે, અને મારા સાધર્મી બંધુઓને લાભ મળે, અને જૈન દર્શનની જ્ઞાન સમૃદ્ધિ જે અંધકારમાં પડી છે તે પ્રકાશમાં આવે, એવા ઉત્તમ હેતુથી આ ગ્રંથ બાહર પાડવા પ્રયાસ કરવામાં આ વ્યો છે. જૈન દર્શનમાં સાત ક્ષેત્રમાં દ્રવ્યને વ્યય કરવાની જિનાજ્ઞા છે, તે સાત ક્ષેત્રમાં તાનક્ષેત્રને સમાવેશ છે. આ ક્ષેત્ર એવું બલવાન છે કે, તેના રક્ષણ કરવા ઉપર આહંત દર્શનના અસ્તિત્વને વિશેષ આધાર છે.
આ ગ્રંથને મેરે વિસ્તાર હોવાથી અમે તેને આ પ્રથમ ભાગ બાહર પાડેલ છે. તેમાં પહેલે અધિકાર સંપૂર્ણ, અને બીજા અધિકારમાં પાંચ અણુવ્રત સુધીનો ભાગ આપવામાં આવ્યો છે. ગ્રંથ વસ્તુના પ્રવાહને વિચ્છેદ ન થાય, તે માટે સંસ્કૃત મૂળ ગ્ર થને અને ભાષાંતરનો સંબંધ જુદે જુદે રાખવામાં આવ્યો છે. ભાષાંતરની પદ્ધતી કેવળ અક્ષરશઃ નહિં લેતાં વાક્યના સંબંધને આધારે લેવામાં આવી છે. કારણ કે, ભાષાંતરને હેતુ મુજરાતીમાં મૂળ વાત સમજાવવાને છે, પણ જે અધિકારીને ઉદ્દેશીને મૂળ સંસ્કૃત લેખ હોય, તેવા અધિકારીને ઉપયોગી થાય તેવું ભાષાંતર થાય તે અદોષ છે. એમ ન હોય તે ભાષાંતર નહિ પણ ટીકા કહેવાય.
ભારતવર્ષની જૈન પ્રજા આવા ઉપયોગી ગ્રંથને લાભ સારી રીતે લઈ શકે, તે હેતુથી ભાષાંતર સ્પષ્ટ અને સરલ કરાવા પર પૂરતું લક્ષ દેવામાં આવ્યું છે, ને આવા ઉત્તમ ગ્રંથનું બાહ્ય સ્વરૂપ સુશોભિત કરવા માટે પણ પૂરતી કાળજી રાખી છે. તેટલું છતાં ધાર્મિક મનુષ્યો એને વિશેષ લાભ લે, એવા હેતુથી ગ્રંથ મૂલ્ય ઘણું અલ્પ રાખવામાં આવ્યું છે. આ ઉત્તમ ગ્રંથ ભારતવર્ષની ભૂમિ ઉપર ચિરકાળ વ્યાખ્યાનરૂપે રહી, ભા