________________
તેના હૃદયમાં છે. વૈભવ કે સમૃદ્ધિથી તેની દષ્ટિ અંનતી નથી, શુદ્ધ ધાર્મિક હૃદયને જ તે માન આપે છે, અને પૂર્ણ શ્રદ્ધાથી જ્ઞાન, દર્શન અને ચારિત્રને સેવન કરતાં અનુક્રમે ક્ષપક શ્રેણીમાં તે આરૂઢ થાય છે.
આવા આહત ધર્મનું રહસ્ય અને તેના તત્વનું સ્વરૂપ અતિ સૂક્ષમ છે, અતિ વિસ્તારવાળું છે, અને તેનું અનુભવરૂપ સ્વરૂપ સમક્વામાં સ્વ સંવેદનત્વ તથા ગુરૂગામ અવબેધની સંપૂર્ણ આવશ્યકતા છે. જ્યારે ધર્મનું રહસ્ય અને તત્વ સ્વક્ષ યથાર્થ રીતે જાણવામાં આવે, અને તે પ્રમાણે વર્તન કરવામાં આવે ત્યારેજ માગનુસારી શ્રાવકપણું પ્રાપ્ત થાય છે. તેવી અભિલાષા ધારણ કરતારા ઉત્તામાં છના હિતને અર્થે પૂર્વોચાયોએ પિતાની પછી થનારી સ્વધર્મ પ્રેમી જૈન પ્રજા ઉપર મહાન કૃપા કરી, અનેક ગ્રંથ રચેલા છે, તે એવા વિચારથી કે, કાળાંતરે પણ ઉત્તરોત્તર જૈન પ્રજા ધર્મની ઉન્નતિ કરવાને સમર્થ થાય.
તેઓ માંહેલો આ ધર્મ સંગ્રહ નામે એક વિધિવાદ પ્રધાન ગ્રંથ છે. પ્રાચીન મહાન ગ્રંથકારના અતિ ઉત્તમ ગ્રંથમાંથી જિન વચનામૃતનું દેહના કરી આ પૂર્ણ ઉપયોગી ગ્રંથ રચવામાં આવ્યું છે. ગ્રંથ કર્તાએ આ ગ્રંથનું નામ, ધર્મ સંગ્રહ આપેલું છે, તે યથાર્થ છે. કારણ કે, તેમાં આહત ધર્મના ઉપયોગી વિષયને સંગ્રહ કરવામાં આ વ્યો છે. ગ્રંથને વિષય શું છે ? ગ્રંથના વિષયને, અને લેખો સંબંધ શું છે ? ગ્રંથ રચવાનું પ્રયોજન શું છે ? અને એ ગ્રંથ સમજવાને અધિકારી, ધ્રણ છે? એ ચાર વાર્તિ પ્રત્યેક ગ્રંથ પર અવશ્ય જાણવી જોઈએ. આનું નામ અનુબંધ ચતુમ કહેવાય છે. તે વિષે વિચાર કરતાં સમગ્ર ભારત વર્ષની જૈન પ્રજામાં સર્વ માન્ય અને પ્રમાણભૂત એવા આ ધર્મસંગ્રહ ગ્રંથને વિષય, પ્રહસ્થ અને યતિધર્મનું વિધિવાદ પ્રધાન પ્રવર્તનને વિચાર એ છે સંબંધ કર્તવ્યના પ્રતિપાદન પ્રતિપાદક છે. પ્રજન અધિકારી આ સ્તિક મનુષ્યનું ધાર્મિક હિત બતાવવું એ છે, અને તેના અધિકારી જે ધમાચરણ કરવામાં ઉઘુક્ત હોય તે છે.
આ સર્વોત્તમ ગ્રંથનું પૂર દહજાર, છ અને બે લેકનું છે. તેના ચાર અને ધિકાર છે. પહેલા અધિકારમાં ગ્રહસ્થને સામાન્ય ધર્મ વર્ણવેલો છે. બીજા અધિકારમાં ગ્રહસ્થને વિશેષ ધર્મ વિસ્તારથી દર્શાવ્યો છે. ત્રીજા અધિકારમાં સાપેક્ષ યતિધર્મનું વર્ણન છે, અને ચોથા અધિકારમાં નિરપેક્ષ યતિધર્મનું ખ્યાન આપેલું છે. મૂળ ગ્રંથ તે સંક્ષેપથી છે, પણ ગ્રંથકારે સ્વપજ્ઞ વૃત્તિથી તેને મોટા રૂપમાં મુકેલ છે. દરેક જુદા જુદા વિષયની વ્યવસ્થા જોતાં લેખ ઘણે ઉત્તમ છે, અને તેની ટીકા બહુ સૂક્ષ્મ વિવેકથી પરિપૂર્ણ છે. જુદા જુદા વિષયની પર્યાલચના ઘણું સૂક્ષ્મતાથી કરેલી છે, અને બીજા ગ્રંથનાં પ્રમાણે આપી ચાલતા વિષયનું એવી રીતે સ્પષ્ટીકરણ કર્યું છે કે, આ ગ્રંથનું સાંગ અને ધ્યયન કર્યાથી ધર્મનું રહસ્ય, અને સર્વ કર્તવ્ય સમજવામાં આવી જાય તેમ છે.
આ ગ્રંથના કર્ત શ્રી માનવિજય ગણું ભારત વર્ષના સર્વ જૈન મુનિઓમાં