SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૬ | ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ બહેન ! આ જીવિત દર્ભના અગ્ર ભાગ પર રહેલા જળબિંદુ સમાન છે, લક્ષ્મી પણ કુલટા સ્ત્રી જેવી છે, ઈશુના અગ્ર ભાગ જેવું યૌવન પણ નીરસ છે અને નાટકના સમય જેવો આ સ્વજનનો સંબંધ પણ ક્ષણિક છે. મારી બાલ્યાવસ્થા જશે, અને યૌવન લક્ષ્મી મારા શરીરને શોભાવશે અને પછી અમાત્યની જેમ વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થશે. એવું (ચોક્કસ) કોણ જાણી શકે છે ?” આ પ્રમાણે અનેક યુક્તિથી ઉત્તર-પ્રત્યુત્તર કરવા વડે શ્રાંત થયેલા સ્વજનોએ તેમને દીક્ષા લેવાની રજા આપી. એટલે સંવત ૧૫૯૬ ના કાર્તિક કૃષ્ણ દ્વિતીયાને દિવસે ગુરુ પાસે દીક્ષા ગ્રહણ કરી. ગુરુએ તેનું હીરહર્ષ એવું નામ પાડ્યું. - ગુરુ પાસે અભ્યાસ કરીને તેઓ જૈનધર્મ સંબંધી સર્વ શાસ્ત્રમાં નિપૂણ થયા. પછી પરદેશની ભાષા તથા પરધર્મના શાસ્ત્રો જાણવાની ઈચ્છાથી તેઓ દક્ષિણ દેશમાં ગયા. તે દેશમાં શ્રી માણિક્યનાથ ઋષભદેવ વિરાજે છે, તથા ત્યાં અન્તરિક્ષ પાદવ પણ છે. તે અન્તરિક્ષ નામના પાશ્વદેવ જમીનથી ઊંચા રહેલા હોવાથી જાણે ભવ્ય પ્રાણીઓનો મહા ઉદય કરવાના હેતુથી જ ઊંચા રહ્યા હોય નહિ એમ જણાવતા હતા. વળી કરડેટક ગામમાં મોટા પ્રભાવવાળા કરdટક નામના પાર્શ્વનાથ સ્વામી બિરાજે છે. જે દિશામાં તેઓ રહેલા છે તે સ્થાનને તે પ્રભુની જ વાંછાથી જાણે હોય નહિ તેમ શેષનાગ કદાપિ તજતો નહીં, તેમજ જાણે આ પાર્શ્વનાથ, દેવોના પણ દેવ છે એમ કહેવાને માટે જ આવતી હોય તેમ- વસન્ત વગેરે ઋતુઓ વૈભવ સહિત પ્રતિવર્ષે આવીને તે પ્રભુની સેવા કરતી હતી. વળી તે દેશમાં સોપારક નામના પુરમાં જાણે ભરતચક્રના પુણ્યનિધિ હોય તેવા જીવસ્વામી શ્રી આદીશ્વર પ્રભુની પ્રતિમા બિરાજમાન છે. એ દેશમાં દેવગિરિ નામના કિલ્લામાં શહેરમાં) કોઈ બ્રાહ્મણ પાસે તર્કશાસ્ત્રાદિકનો અભ્યાસ કરીને શ્રી હરમુનિ ગુરુ પાસે આવ્યા. ગુરુએ તત્કાળ તેમને વાચક (ઉપાધ્યાય) પદ આપ્યું. પછી ગુરુએ સૂરિમંત્રના અધિષ્ઠાયક દેવતાની આજ્ઞાથી સંવત ૧૬૧૦ ના પોષ શુક્લ પંચમીને દિવસે હરહર્ષમુનિને સૂરિપદે સ્થાપન કર્યા. પછી ગુરુ અન્યત્ર વિહાર કરવા લાગ્યા. - અહીં અકબર બાદશાહની સભામાં અનેક જાતિના લોકો આવીને બેઠેલા હતા, તે વખતે સૌએ પોતપોતાના ધર્મનું વર્ણન કર્યું, તેમાં એક વિદ્વાન પુરુષે શ્રી હીરસૂરિની પ્રશંસા કરી કે “હે બાદશાહ! જેમ સર્વ રાજાઓમાં આપ મુકુટ સમાન છો, તેમ સર્વ દર્શનોમાં અદ્વિતીય વિદ્વાન અને સર્વ ધાર્મિકોમાં મુકુટ સમાન એક હીરવિજયસૂરિ જ છે. આ પ્રમાણેની તેમની પ્રશંસા સાંભળીને બાદશાહે બે દૂતોને વિજ્ઞપ્તિયુક્ત ફરમાન આપીને લાટદેશમાં ગાંધાર નામના બંદરે જ્યાં હીરસૂરિ બિરાજમાન હતા ત્યાં તેમને બોલાવવા માટે મોકલ્યા. તે દૂતોએ ત્યાં જઈને જેના ચરણકમળની સેવા સર્વ સંઘ કરી રહેલા હતા એવા હીરગુરુના ચરણકમળમાં તે ફરમાન મૂક્યું. તે દૂતે કરેલી વિજ્ઞપ્તિ સાંભળીને શ્રાવકોએ પણ વિનંતીપૂર્વક કહ્યું કે “હે ગુરુ મહારાજ ! જેમ કેશીગણધરે પ્રદેશ રાજાને બોધ પમાડ્યો હતો, તેમ આપ પણ ૧. હું પ્રભુના પદને (મોક્ષને) પામું એવી ઈચ્છાથી.
SR No.022161
Book TitleUpdesh Prasad Part 05
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy