SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૫ ૩૦૫ ૩૦૫ ૩૫૯ શ્રી હીરવિજયસૂરિનું સંક્ષિપ્ત ચરિત્ર वैराग्यपूर्णहृदया-स्त्यक्तमूर्छा जगृहश्चारित्रम् । सुविहितसाधुप्रभवः, श्रीहीरविजयसूरीन्द्राः ॥१॥ ભાવાર્થ :- “વૈરાગ્યથી પૂર્ણ હૃદયવાળા સુવિહિત મુનિના ગુરુ શ્રી હીરવિજયસૂરિએ મૂછનો ત્યાગ કરીને દીક્ષા ગ્રહણ કરી હતી.” શ્રી ગુર્જરદેશમાં તારંગગિરિ વગેરે તીર્થો છે. તેમાં કૈલાસ પર્વત જેવા ઊંચા તારંગગિરિ ઉપર કોટિશિલા છે. તે શિલા જાણે મુક્તિરૂપી સ્ત્રીના પાણિગ્રહણમાં કરોડો મુનિઓને માટે રચેલી સ્વયંવરની ભૂમિ હોય તેવી શોભે છે. વળી તે દેશમાં જાણે વિધાતાએ જગતના લોકોનો મનોરથ સિદ્ધ કરવા માટે મેરુપર્વત ઉપરથી કલ્પવૃક્ષને લાવીને સ્થાપન કરેલ હોય તેમ નાગેન્દ્રથી સેવાતા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ વિરાજે છે. આ પાર્શ્વનાથના બિંબનું પ્રથમ નમિ અને વિનમિ નામના વિદ્યાધર રાજાએ અર્ચન કર્યું હતું; ત્યાર પછી જાણે પોતાના સ્થાનની સ્થિરતા માટે જ હોય તેમ સ્વર્ગમાં ઈન્દ્ર પૂજા કરી હતી. પછી ઈન્દ્ર તે બિંબને ઉજ્જયંત (ગિરનાર) ગિરિ પર મૂક્યું હતું. ત્યાંથી લઈને સૂર્ય તથા ચન્ટે પોતાના સ્થાનમાં રાખીને અર્ચન કર્યું હતું. તેમણે પાછું ગિરનારના શંગ ઉપર સ્થાપન કર્યું હતું. ત્યાંથી ધરણેન્દ્ર પોતાના ધામમાં લઈ ગયા હતા. ત્યાર પછી શ્રી નેમિનાથના વચનથી શ્રીકૃષ્ણ તે બિંબને લાવ્યા હતા. વળી તે દેશમાં ખંભાતનગરમાં જેનો અપૂર્વ મહિમા છે અને જે બિંબના પ્રભાવથી ધન્વન્તરીની જેમ શ્રી અભયદેવસૂરિનો કુષ્ઠ રોગ નાશ પામ્યો હતો એવા સ્થંભન પાર્શ્વનાથ વિરાજે છે. આ પ્રમાણે અનેક પુણ્યના સ્થાનો જેમાં રહેલાં છે એવા તે ગુજરાત દેશમાં શ્રી પ્રહલાદનપુર (પાલણપુર) નામે નગર છે. તેમાં ઓસવાળવંશી કરાશાહ નામે શેઠ હતા. તેને નાથી નામે પત્ની હતી. તેણે સંવત ૧૫૮૩ ના માર્ગશીર્ષ માસની શુક્લ નવમીને દિવસે ગજના સ્વપ્નથી સૂચિત હીરકુમાર નામના પુત્રને જન્મ આપ્યો હતો. તે કુમાર ક્રમે વૃદ્ધિ પામતાં યુવાવસ્થા પામ્યો. એકદા તે કુમારે શ્રી વિજયદાનસૂરિના મુખથી દેશના સાંભળી કે, “જીવિત સંધ્યાના રંગ જેવું ચપળ છે, નદીના વેગ જેવું યૌવન અસ્થિર છે અને લક્ષ્મી વિદ્યુતના જેવી ક્ષણિક છે, માટે તે ભવ્ય પ્રાણીઓ ! નિરંતર જિનધર્મનું સેવન કરવામાં ત્વરા કરો.” આ પ્રમાણેની દેશના સાંભળીને હીરકુમાર હર્ષ પામી પોતાને ઘેર ગયો. પછી અનુક્રમે પોતાના માતા-પિતા સ્વર્ગે ગયા, ત્યારે કુમારે વિમલા નામની બહેન પાસે દીક્ષાની રજા માગી. તે સાંભળીને બહેન બોલી કે “હે ભાઈ ! તું વૃદ્ધાવસ્થામાં દીક્ષા લેજે. હાલ તો તારી સ્ત્રીના મુખામૃતનું પાન કરવા વડે મારા નેત્રરૂપ ચકોર પક્ષીને આહ્વાદ આપવા માટે ચંદ્ર જેવો થઈને ચપળતા તજી તું ગૃહસ્થાશ્રમમાં ચિરકાળ રહે.” તે સાંભળીને કુમારે કહ્યું કે “હે
SR No.022161
Book TitleUpdesh Prasad Part 05
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy