________________
૩૦૦
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ કરેલા ઉપસર્ગો દૂર કરવા માટે ‘નિમઊણ પણયસુરગણ' ઈત્યાદિ સર્વ ભયનું હરણ કરનાર સ્તોત્ર બનાવી આપ્યું હતું.
ત્યાર પછી શ્રીકૃષ્ણની જેમ શુક્લધ્યાનરૂપ સર્વેન્દ્ર તે રૂપ મન્થનરજ્જુ તેના વડે અને સમતારૂપી મંદરાચળ પર્વત વડે મદરૂપી સમુદ્રનું મંથન કરીને શ્રી વીર નામના આચાર્ય તે માનતુંગસૂરિની પટ્ટલક્ષ્મીને વર્યા. ત્યાર પછી જેમણે સમગ્ર કુવાદીઓના સમૂહને દૂર કર્યા છે એવા શ્રી જયદેવસૂરિ થયા, કે જેની વાણીના વિલાસથી જેના માધુર્યનો તિરસ્કાર થયો છે એવી સુધા (અમૃત) જાણે ક્ષીરસાગરમાં ડૂબી ગઈ હોય નહિ શું ? ત્યાર પછી સ્વર્ગની અપ્સરાઓએ જેમની કીર્તિનું ગાન કર્યું છે અને જેમનું મન સદા ચિદાનંદ (આત્માનંદ)માં જ મગ્ન છે એવા શ્રી દેવાનંદસૂરિએ યુવાવસ્થા જેમ ચંદ્રમુખી સ્રીને શોભા પમાડે તેમ તે જયદેવસૂરિની પટ્ટલક્ષ્મીને શોભા પમાડી. ત્યાર પછી જાણે અજ્ઞાનરૂપ અંધકારના સૈન્યને હણવાની ઈચ્છાવાળા પરાક્રમે શરીરનો સ્વીકાર કર્યો હોય તેવા અને દેવાનંદસૂરિના પટ્ટરૂપી સમુદ્રને ઉલ્લાસ કરવામાં ચંદ્ર સમાન શ્રી વિક્રમ નામના સૂરીશ્વર થયા. ત્યાર પછી સિદ્ધાન્તસમુદ્રના પારને જોનારા એવા શ્રી નરસિંહસૂરિ થયા. તેમણે જેમ સૂર્ય જગને નિદ્રાનો ત્યાગ કરાવે તેમ એક યક્ષને માંસ ખાવાનો ત્યાગ કરાવ્યો હતો.
ત્યાર પછી જેમ અમૂલ્ય માણિક્ય અંગુલીને શોભાવે તેમ ખૂમાણરાજાના કુળમાં દીપક સમાન સમુદ્રસૂરિ નામના આચાર્યે શ્રી નરસિંહસૂરિની પટ્ટલક્ષ્મીને અલંકૃત કરી. ત્યાર પછી તે સમુદ્રસૂરિના પટ્ટ ઉ૫૨ શ્રી માનદેવ નામના (બીજા) સૂરિ થયા, કે જેમના મુખકમળમાં વાસ કરનારી સરસ્વતી દેવી અમૃતના ભોજન વડે કંઠ સુધી તૃપ્ત થયેલી હોવાથી, આ આચાર્યના મનોહર વાવિલાસના મિષથી જાણે પીધેલા અમૃતના ઉદ્ગાર કાઢતી હોય એવો ભાસ થતો હતો. ત્યાર પછી તેમના પટ્ટ ઉપર વિબુધ સમાન શ્રી વિબુધપ્રભ નામના આચાર્યેન્દ્ર થયા, જેમનાથી પરાભવ પામેલો પુષ્પરૂપ આયુધવાળો કામદેવ ફરીથી યુદ્ધ કરવાની ઈચ્છા વડે તીક્ષ્ણ આયુધવાળો થયો. ત્યાર પછી તેમના પટ્ટરૂપી કમળમાં હંસ સમાન શ્રીમાન્ જયાનંદસૂરિ થયા, જેમના હૃદયમાં અગસ્ત્યમુનિની અંજલીમાં સમુદ્રની જેમ સમગ્ર સિદ્ધાન્ત સમાઈ ગયા હતા. ત્યાર પછી તેમના સ્થાન પર રવિપ્રભ નામના મુનિંદ્ર થયા, તેમનું મુખ ચંદ્રસમાન આચરણ કરતું હતું, તેમના દાંતની કાંતિ ચંદ્રની જ્યોત્સ્નાનું આચરણ કરતી હતી. તેમની ભૂકુટીની વક્રતા ચંદ્રમાં રહેલી વક્રતાનું આચરણ કરતી હતી અને વાણીનો વિલાસ અમૃત શ્રવવાનું આચરણ કરતો હતો.
ત્યારપછી તે રવિપ્રભસૂરિના પટ્ટ ઉપર શ્રી યશોદેવસૂરિ થયા, તેમના વૃદ્ધિ પામતા કીર્તિરૂપી ક્ષીરસાગરે કરીને જગત્માં અર્હતના મહિમાએ કરીને ઈતિઓ (ઉપદ્રવો)ની જેમ કૃષ્ણનીલાદિક અસિત પદાર્થોએ પોતાના નામનો પણ લોપ કર્યો હતો, અર્થાત્ આ આચાર્યની કીર્તિથી સર્વ વિશ્વ શ્વેત થયું હતું, તેથી કૃષ્ણ-નીલાદિક વર્ણો જોવામાં પણ આવતા નહોતા. ત્યાર પછી તેમના પટ્ટ ઉપર અલૌકિક પ્રદ્યુમ્નદેવ (કામદેવ) સમાન પ્રદ્યુમ્નદેવ નામે આચાર્ય થયા, કારણ કે તે આચાર્યે ભવને (સંસારને) ભેદી નાંખ્યો હતો, અને કામદેવ તો ભવથી (શિવથી) ભેદાયો