SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૫ muninnlee પરાભવ કર્યો હતો. ત્યાર પછી અંગિરા તાપસથી બૃહસ્પતિની જેમ તે ઈન્દ્રદિન આચાર્યથી ઘણા ગુણવાન શ્રી દિન્નસૂરિ થયા. તેમણે જેમ નારાયણે કાલનેમિ અસુરનો નાશ કર્યો તેમ રાગનો નાશ કર્યો હતો. ત્યાર પછી ક્રમે કરીને જિનેશ્વરના પાદને મસ્તક વડે સ્પર્શ કરતી એવી તે દિન્તસૂરિની પટ્ટલક્ષ્મીને ધ્વજાનો સમૂહ જેમ પ્રાસાદસમૂહને શોભાવે તેમ સિંહગિરિ નામના સૂરીશ્વરે શોભાવી. ત્યાર પછી તેમના પટ્ટને મસ્તકને માણિક્યનો મુકુટ શોભાવે તેમ અજ્ઞાન તથા પાપના સમૂહરૂપ પર્વતનું દલન કરવામાં ઈન્દ્રના વજ જેવા શ્રી વજપ્રભુ ઉત્કૃષ્ટ શોભા પમાડતા હતા. ત્યાર પછી શ્રીવજપ્રભુના પદરૂપી ઉદયાચળ પર્વતની ચૂલિકા ઉપર સૂર્ય સમાન શ્રી વજસેનસૂરિ થયા. ત્યાર પછી ચંદ્રકુળના મૂળ કારણભૂત શ્રી ચંદ્રસૂરિ થયા. અહીંથી ચંદ્રગચ્છ એવું ત્રીજું નામ થયું. ત્યાર પછી જેમ સરોવરના મધ્ય ભાગને પ્રફુલ્લિત કમળ શોભાવે તેમ તરંગિત કરુણ રસવાળા તે ચંદ્રસૂરિના પટ્ટને સામન્તભદ્રસૂરિએ શોભાવ્યું, આ સૂરિ પ્રાયે વનમાં રહેતા હતા, તેથી તેમનાથી આ ગચ્છનું વનવાસીગચ્છ એવું ચોથું નામ થયું. ત્યાર પછી સામન્તસૂરિના પટ્ટ ઉપર વૃદ્ધદેવસૂરિ થયા. તેમણે કોરંટક નામના નગરમાં ભવ્ય પ્રાણીઓના નેત્રરૂપી પાંથની આજીવિકા (વિશ્રામસ્થાન) સમાન તથા પુણ્યના પાક (ઉદય)ને કરનારી જાણે સત્રશાળા (દાનશાળા) હોય તેવી શ્રી મહાવીરસ્વામીની મૂર્તિ સ્થાપના કરી હતી. ત્યાર પછી ઔરસ પુત્ર વડે જેમ પિતાનો વંશ ઉત્કૃષ્ટ શોભા પામે તેમ વૃદ્ધ દેવસૂરિનું પટ્ટ રૈલોક્યની લક્ષ્મીના તિલક સમાન શ્રી પ્રદ્યોતન નામના સૂરિ વડે ઉત્કૃષ્ટ શોભા પામ્યું. ત્યાર પછી ગંગાના તરંગ જેવો જેમનો વાગ્વિલાસ છે એવા અને બુદ્ધિથી બૃહસ્પતિને પણ જીતનારા શ્રીમાનદેવસૂરિએ સભામંડપને સભ્યજનની જેમ તે પ્રદ્યોતનસૂરિના સ્થાનને અલંકૃત કર્યું. આ શ્રીમાનદેવસૂરિને આચાર્યપદ આપતી વખતે તેમના સ્કન્ધ પર સાક્ષાત્ સરસ્વતી તથા લક્ષ્મીદેવીને જોઈને “અહો ! અન્યાયાદિક પ્રમાદને સેવનાર રાજાનો જેમ રાજ્યથી ભ્રશ થાય છે તેમ આ માનદેવ રાજાદિકનો સત્કાર પામીને ચારિત્રથી ભ્રષ્ટ થશે.” એવી શંકાથી જેમનું મન ખેદ પામતું હતું એવા પોતાના ગુરુ શ્રી પ્રદ્યોતનસૂરિને જોઈને નરેન્દ્ર, નાગેન્દ્ર અને દેવેન્દ્રો પણ જેમની કિર્તિનું ગાન કરતા હતા એવા તે માનદેવસૂરિએ જાણે કામ-ક્રોધાદિક છ અત્યંતર શત્રને જીતવા ઈચ્છતા હોય તે વૃતાદિક છ વિગયનો યાવજીવિત ત્યાગ કર્યો હતો. આ સૂરિ સંઘના ઉપદ્રવનો નાશ કરવા માટે લઘુશાંતિના રચનારા જાણવા. ત્યાર પછી તે માનદેવસૂરિના પટ્ટરૂપ આકાશમાં સૂર્ય સમાન શ્રીમાનતુંગ નામે સૂરીન્દ્ર થયા. તેમણે પૃથ્વી પરના અનેક રાજાઓને જેમ ચક્રવર્તી આજ્ઞા મનાવે તેમ સર્વ સાધુઓને પોતાની આજ્ઞા ગ્રહણ કરાવી હતી. આ સૂરિએ પોતાને બાંધેલા અડતાલીશ બંધનોને “ભક્તામર સ્તોત્ર રચીને તે વડે તોડી નાખ્યા હતા, તથા સંઘને વ્યંતરાદિકે ૧. જિનેશ્વરનું આદિપણું હોવાથી પરંપરા વડે આ પટ્ટ જિનેશ્વરના પાદરૂપ થયો અને આ પટ્ટલક્ષ્મી આદિ હોવાથી તેનું મસ્તક થયું.
SR No.022161
Book TitleUpdesh Prasad Part 05
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy