________________
૨૮૮
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫
તે મુનિઓ બૌદ્ધના સાધુ જેવા નથી. બૌદ્ધાચાર્ય તો ભોજનમાં આવેલા સૂક્ષ્મ ચર્મના ખંડોને ખાતી વેળાએ મુખાદિકના સ્પર્શથી પણ જાણી શક્યા નહીં.” પછી રાજાએ તે વખતનું સ્વરૂપ પૂછ્યું. ત્યારે રાણીએ બધી વાત ખરેખરી કહી દીધી.
આ રીતે અનેક યુક્તિથી રાણીએ બોધ કરીને રાજાને જૈનધર્મમાં રસિક બનાવ્યો. પછી અનુક્રમે શ્રી મહાવીરસ્વામીની દેશના વગેરેથી શ્રેણિકરાજા જૈનધર્મમાં સ્થિર થયો.
આ દૃષ્ટાંત જેવું સાંભળવામાં આવ્યું તેવું જ લખી દીધું છે.
“આ શ્રેણિકરાજાની કથા સાંભળીને જૈનધર્મના તત્ત્વને જાણનાર માણસોએ બૌદ્ધ, શાક્ય, વેદાંતી અને કણાદાદિક એકાંતવાદીના કુધર્મનો ત્યાગ કરવો.”
૩૫૫
તીર્થસ્તવના
शत्रुंजयादितीर्थानां प्रत्यूषे समयेऽनिशम् ।
1
विदध्यात् स्तवनां जन्तुः, सर्वाघौघप्रणाशिनीम् ॥१॥
ભાવાર્થ :- “હંમેશા પ્રાતઃકાળે દરેક પ્રાણીએ સર્વ પાપના સમૂહને નાશ કરનારી શત્રુંજયાદિક તીર્થોની સ્તુતિ કરવી.”
પૂર્વાચાર્યોએ નીચે પ્રમાણે શત્રુંજયાદિ તીર્થોની સ્તુતિ કરેલી છે -
श्री तीर्थराजस्तवना
राजादनाधस्तनभूमिभागे, युगादिदेवांघ्रिसरोजपीठम् । देवेन्द्रवन्द्यं नरराजपूज्यं, सिद्धाचलाग्रस्थितमर्चयामि ॥ १ ॥ आदिप्रभोर्दक्षिणादिग्विभागे, सहस्रकूटे जिनराजमूर्तिः । सौम्याकृतिः सिद्धततीनिभाश्च, शत्रुञ्जयस्था: परिपूजयामि ॥२॥ आदिप्रभोर्वक्त्रसरोकहाच्च, विनिर्गतां श्रीत्रिपदीमवाप्य । यो द्वादशांगीं विदधे गणेशः, स पुंडरीको जयताच्छिवा ॥३॥ चउदसाणं सयसंखगाणं, बावन्न सहियाण गणाहिवाणं । सुपाउआ जत्थ विराजमाणा, सत्तुंजयं तं पणमामि निच्चं ॥४॥