________________
૧૦
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૫ આપની જ સાક્ષીએ અઢાર પાપસ્થાનકોનું અને ચાર પ્રકારના આહારનું હું છેલ્લા શ્વાસોશ્વાસ સુધી પ્રત્યાખ્યાન કરું છું. આ પ્રમાણે કહી સર્વ પાપ આલોચીને તથા પ્રતિક્રમીને મૃત્યુને અણઈચ્છતા છતાં એક માસની સંલેખના કરી. પ્રાંતે બાર વર્ષ સુધી ચારિત્રનું પાલન કરી કાળધર્મ પામીને અશ્રુત દેવલોકમાં દેવતા થયા, ત્યાં મોટું આયુષ્ય ભોગવી ત્યાંથી આવીને મહાવિદેહક્ષેત્રમાં મનુષ્યપણું પામી સમસ્ત દુઃખનો અંત કરી સિદ્ધિપદને પામશે.
ચાર પ્રકારનું સંલીનતા નામનું શુદ્ધ તપ ધારણ કરીને શ્રી મહાવીર સ્વામીના શિષ્ય સ્કંદક નામના સાધુ વિપુલ નામના પર્વત ઉપર માસની સંલેખના કરીને અશ્રુત સ્વર્ગમાં ગયા.'
©
-
૨૮૮ પ્રાયશ્ચિત્ત નામનો સાતમો તપાચાર गीतार्थादिगुणैर्युक्तं, लब्ध्वाचार्य विवेकिना ।
प्रायश्चित्तं तपो ग्राह्यं, पापफलप्ररोधकम् ॥१॥ ભાવાર્થ - વિવેકી પુરુષે ગીતાર્યાદિક ગુણોથી યુક્ત એવા આચાર્યને પામીને પાપના ફળને રોકનારું પ્રાયશ્ચિત્ત નામનું તપ ગ્રહણ કરવું.”
ગીતાર્થ એટલે નિશીથ વગેરે છેદસૂત્રાદિના ભાવાર્થને જાણનાર, આદિ શબ્દ કરીને કૃતયોગી (કરેલા છે યોગ જેણે) વગેરે ગુણોથી યુક્ત મુનિ જાણવા. કહ્યું છે કે -
गीअत्थो कडजोगी, चारित्ती तह गाहणाकुसलो ।
खेअन्नो अविसाई, भणिओ आलोयणायरिओ ॥१॥ ભાવાર્થ:- “ગીતાર્થ એટલે સમગ્ર સિદ્ધાન્તના અર્થને જાણનાર, કૃતયોગી એટલે મન, વચન અને કાયાના યોગનો અભ્યાસ કરનાર અથવા વિવિધ પ્રકારનું તપ કરનાર, ચારિત્રી એટલે અતિચાર રહિત સંયમનું પાલન કરનાર તથા ગ્રાહણકુશલ એટલે ઘણી યુક્તિથી આલોચના લેનારને વિવિધ પ્રકારના પ્રાયશ્ચિત્ત તપ ગ્રહણ કરાવવામાં કુશળ, ખેદજ્ઞ એટલે સમ્યફ પ્રકારે પ્રાયશ્ચિત્ત લેતાં તથા કરતાં જે પરિશ્રમ થાય તેને જાણનાર, અવિષાદી એટલે પ્રાયશ્ચિત્ત લેનારના અનેક દોષો સાંભળ્યા છતાં ખેદ નહિ પામતાં ઉલટા પ્રાયશ્ચિત્ત લેનારને તેવા તેવા પ્રકારના દાંતો કહેવાપૂર્વક વૈરાગ્યવાળાં વાક્યોથી ઉત્સાહ પમાડનાર, એવા પ્રકારના આચાર્ય આલોચનાને માટે યોગ્ય કહેલા છે.”
માટે આલોયણ લેનારે અવશ્ય ગીતાર્થ ગુરુની શોધ કરવી. કહ્યું છે કે -