________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૫
તે સાંભળીને સ્કન્દકે “કેવા મરણથી જીવ સંસારની વૃદ્ધિ તથા હાનિ કરે?' એ પ્રશ્ન પૂછ્યો. ભગવાને ઉત્તર આપ્યો કે “બાલમરણથી સંસારની વૃદ્ધિ થાય અને પંડિત-મરણથી ભવપરંપરાની હાનિ થાય. તેમાં બાળમરણ બાર પ્રકારનું છે, તેવું મરણ કરવાથી જીવ ચાર ગતિવાળા સંસારરૂપ કાંતારમાં ભટકે છે. તેમાં સુધાદિકની પીડાથી અથવા સંયમભ્રષ્ટ થઈને મૃત્યુ પામે તે બાલમરણ (૧). પાંચ ઈન્દ્રિયોને આધીન રહીને તેની પીડાથી મૃત્યુ પામે તે વશાર્તમરણ (૨). મનમાં શલ્ય રાખી મૃત્યુ પામે તે અન્તઃશલ્ય મરણ (૩). માણસ પોતાના ભવનું નિયાણું કરીને મૃત્યુ પામે તે તદ્દભવમરણ (૪). પર્વત પરથી પડીને મરે તે ગિરિપતન મરણ (૫). વૃક્ષ પરથી પડીને મરે તે તરુપતનમરણ (૯). જલમાં ડૂબીને મરે તે જલપ્રવેશમરણ (૭). અગ્નિમાં પ્રવેશ કરીને મારે તે જ્વલનપ્રવેશમરણ (૮). વિષભક્ષણ કરીને મરે તે વિષભક્ષણમરણ (૯). શસ્ત્રથી મરે તે શસ્ત્રમરણ (૧૦). વૃક્ષની શાખા પર પાશા બાંધીને મરે તે વૃક્ષપાશમરણ (૧૧). ગીધ પક્ષી, હાથી વગેરેના પ્રહારથી મારે તે ગૂધપૃષ્ઠમરણ (૧૨). પંડિત મરણ બે પ્રકારનું છે – પાદપોપગમન અને ભક્ત-પ્રત્યાખ્યાન. આ બે મરણથી અનંત ભવનો ક્ષય થાય છે.” આ પ્રમાણે સાંભળીને તે સ્કન્દક સંદેહ રહિત થયા અને પ્રભુને ત્રણ પ્રદક્ષિણા કરીને બોલ્યા કે - “હે ભગવન્! આપનું વાક્ય ખરેખરું સત્ય છે.”
પછી તે સ્કન્દકે ઈશાન ખૂણે જઈ પોતાના સર્વ ઉપકરણો મૂકી દઈને શ્રી જિનેન્દ્ર પાસે દિક્ષા ગ્રહણ કરી. અનુક્રમે અગિયાર અંગનો અભ્યાસ કરી પ્રભુની આજ્ઞા લઈને બાર પ્રતિમા અંગીકાર કરી. પછી પ્રભુની આજ્ઞાથી ગુણરત્નસંવત્સર તપ અંગીકાર કર્યું. તે તપમાં પહેલે માસે એક એક ઉપવાસ કરીને બીજે દિવસે પારણું, બીજે મહિને નિરંતર છઠ્ઠ તપ કરીને પારણું, એવી રીતે ચડતાં-ચડતાં સોળમે મહિને સોળ ઉપવાસે પારણું થાય છે, સ્કન્દક મુનિ એ પ્રમાણે તપ કરતાં, દિવસે ઉત્કટ આસને સૂર્ય સન્મુખ રહીને આતાપના લેતા, અને રાત્રે વીરાસન વાળીને વસ રહિત રહેતા હતા. આ ગુણરત્નસંવત્સર તપમાં બોંતેર પારણાના દિવસો આવે છે. એવી રીતે છઠ્ઠ, અટ્ટમ અર્ધમાસ તથા માસક્ષમણાદિ તપે કરીને આત્માને ભાવતા સતા શરીરનું સઘળું માંસ શુષ્ક થઈ ગયું. માત્ર જીવની શક્તિ વડે ગમન કરતા અને બોલતા સતા ગ્લાનિ પામી જતા હતા. તેમનું શરીર એટલું બધું કૃશ થઈ ગયું હતું કે તે ચાલતા અથવા બેસતા ત્યારે જાણે સુકાં કાષ્ટનું ભરેલું અથવા પાંદડાનું ભરેલું અથવા તલ અને સરસવના કાષ્ટનું ભરેલું અથવા કોલસાનું ભરેલું ગાડું ચાલતું હોય તેમ તેમના શરીરના હાડકાં ખડખડ શબ્દ કરતાં હતાં. એકદા ધર્મ જાગરણ કરતાં રાત્રિના પાછલા ભાગે તેમણે વિચાર્યું કે - “હવે હું અનશન ગ્રહણ કરું.”
પછી પ્રાતઃકાલે શ્રી જિનેશ્વરની આજ્ઞા લઈને અત્યંત હર્ષપૂર્વક ધીમે ધીમે તેઓ વિપુલગિરિ પર ચડ્યા. ત્યાં પૃથ્વીશીલાપટ્ટનું પ્રમાર્જન કરીને પૂર્વાભિમુખે પદ્માસનવાળી દર્ભના સંથારા પર બેસીને યોગમુદ્રાએ “નમોઘુર્ણ ઈત્યાદિ ભણીને બોલ્યા - “હે ભગવન્! આપ ત્યાં રહ્યા સતા મને અહીં રહેલાને જુઓ. પ્રથમ મેં આપની પાસે પાંચ મહાવ્રત અંગીકાર કર્યા છે. હવે અત્યારે પણ