SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ * ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૫ ભાવાર્થ:- “આ પ્રમાણે અર્થ અને ધર્મથી ઉપશોભિત એવું પુણ્યપદ સાંભળીને ભરતચક્રીએ પણ ભરતક્ષેત્રનો અને કામાદિકનો ત્યાગ કરીને પ્રવજયા ગ્રહણ કરી.” આ પ્રમાણે તે ક્ષત્રિય મુનિએ ભરતાદિકથી માંડીને મહાબળ મુનિ પર્યત અનેક મહાપુરુષોના દૃષ્ટાન્તથી “પરિગ્રહ રહિત મુનિઓને જ્ઞાનપૂર્વક ક્રિયાઓ ફળદાયી છે.” એમ ઉપદેશ કરીને ફરીથી કહ્યું કે “જેમ ભરતાદિકે સ્યાદ્વાદ તત્ત્વનો આશ્રય કર્યો હતો, તેવી રીતે તમારે પણ તે જ ધર્મમાં દેઢ ચિત્તવાળા થવું.” એ પ્રમાણે સાંભળીને સંયતમુનિએ હર્ષ પામી તે મુનિનો ઉપદેશ અંગીકાર કર્યો. પછી ચિરકાળ વિહાર કરીને અનુક્રમે કેવળજ્ઞાન પામી તે સંયતમુનિ મોક્ષે ગયા. “હિંસાને તથા મમતા (પરિગ્રહ)ને તજીને તથા ક્ષત્રિય સાધુએ કહેલા એક જ વચનને સાંભળીને સંયતમુનિ ચારિત્ર પાળવામાં વિશેષ આદરવાળા થયા. તે પ્રમાણે બીજા વિદ્વાનોએ પણ અનુસરવું.” ૩૩૦ - અનુભવ व्यापारः सर्वशास्त्राणां, दिक्प्रदर्शन एव हि । पारं तु प्रापययत्येकोऽनुभवो भववारिधेः ॥१॥ ભાવાર્થ:- “સર્વ શાસ્ત્રોનો વ્યાપાર તો દિગ્ગદર્શન માત્ર જ છે, પરંતુ ભવસમુદ્રના પારને તો એક અનુભવ જ પમાડે છે.” સર્વ શાસ્ત્રોનો તથા અનુયોગ કથાદિકનો (ધર્મ વ્યાખ્યાનાદિકનો) જે વ્યાપાર એટલે અભ્યાસ શ્રવણ વગેરે છે તે માત્ર દિગ્દર્શન જ છે. જેમ કોઈ વટેમાર્ગ કોઈ માણસને કોઈ ગામનો માર્ગ પૂછે છે તો તે માણસ તેને માત્ર માર્ગ જ બતાવે છે; પણ ગામની પ્રાપ્તિ તો પોતાના પગ ચલાવવાથી જ થાય છે. એ પ્રમાણે શાસ્ત્રનો અભ્યાસ માત્ર તત્ત્વસાધનના વિધિને જ બતાવે છે; પણ સંસારસાગરના પારને તો એક અનુભવ જ પમાડે છે. શ્રી સુયગડાંગ વગેરે સૂત્રોમાં અધ્યાત્મભાવે કરીને જ સિદ્ધિ કહેલી છે. તેથી સદ્ગુરુના ચરણની સેવા કરનારે આત્મસ્વરૂપના ભાસનમાં તન્મયપણું ઉપજાવવું. આ પ્રસંગ ઉપર આભીરીને ઠગનાર વણિકની કથા છે તે આ પ્રમાણે - આભીરીવંચક વણિકની કથા કોઈ ગામમાં એક વણિક હતો, તે દુકાને બેસીને હમેશાં વેપાર કરતો હતો. એકદા તેની દુકાને કોઈ અતિ સરલ સ્વભાવની આભીરી બે રૂપિયા લઈને કપાસ લેવા આવી. તેણે વણિકના
SR No.022161
Book TitleUpdesh Prasad Part 05
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy