SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ ૧૭૫ કરવી તને યોગ્ય નથી. જેમ તને મૃત્યુનો ભય છે તેમ બીજા પ્રાણીઓને પણ મરણનો ભય છે, માટે પરલોકના હિતનું કાર્ય કર. સ્ત્રી, પુત્રો અને આ દેહ પણ જીવતાની પાછળ જીવે છે, અર્થાત્ તેણે મેળવેલા દ્રવ્યાદિકનો ઉપભોગ કરે છે. પણ તે જીવ મૃત્યુ પામે છે ત્યારે તે સ્રી પુત્રાદિક તેની પાછળ જતા નથી. માટે તેઓ શી રીતે આ જીવના સહાયભૂત થાય ? તેથી તે સર્વ કૃતઘ્નીઓ ઉ૫૨ આસ્થા કરવી યોગ્ય નથી. માટે તું સર્વ પરિગ્રહનો ત્યાગ કરીને ચારિત્રને અંગીકાર કર.” ઈત્યાદિ ધર્મોપદેશ સાંભળીને રાજાએ તત્કાળ રાજ્યઋદ્ધિનો ત્યાગ કરીને તે ગર્દભાલિ મુનિની પાસે પ્રવ્રજ્યા ગ્રહણ કરી. હવે તે સંયતમુનિ સમાચારીમાં આસક્ત થઈને અપ્રતિબદ્ધપણે વિહાર કરતા કોઈ ગામમાં ગયા. ત્યાં કોઇ એક મુનિ સ્વર્ગથી ચ્યવીને ક્ષત્રિય રાજા થયા હતા, તેને કાંઈક નિમિત્ત મળવાથી જાતિસ્મરણ જ્ઞાન થયું હતું, તેથી વૈરાગ્ય પામીને તેણે પણ દીક્ષા લીધી હતી. તે મુનિએ વિહાર કરતાં સંયત મુનિને જોયા. એટલે તેની પરીક્ષા કરવા માટે તેણે પૂછ્યું કે “હે મુનિ ! તમારું નામ શું ? ગોત્ર શું ? અને શા માટે તમે આ પ્રવ્રજ્યા અંગીકાર કરી છે ?’” તે સાંભળીને સંયતમુનિએ જવાબ આપ્યો કે “મારું નામ સંયતમુનિ છે, મારું ગૌત્ર ગૌતમ છે, ગર્દભાલિ નામના આચાર્યે મને ઉપદેશ આપીને જીવહિંસાથી નિવૃત્તિ પમાડ્યો છે અને મુક્તિરૂપ ફળ બતાવીને તેની પ્રાપ્તિ માટે મને દીક્ષા આપી છે.” તે સાંભળીને સંયતમુનિના ગુણથી જેનું ચિત્ત હર્ષિત થયું છે એવા તે ક્ષત્રિય મુનિએ ફરીથી કહ્યું કે “ક્રિયાવાદી પ્રમુખ સર્વે એક એક અંશનું ગ્રહણ કરવાથી યથાર્થ વસ્તુસ્વરૂપને જાણી શકતા નથી અને કહી પણ શકતા નથી. તેથી અસત્પ્રરૂપણાનો ત્યાગ કરીને તમારે સદ્ધર્મશીલ થવું. (સ્યાદ્વાદ ધર્મમાં દૃઢ થવું). વળી परिग्रहग्रहावेशा-हुर्भाषितरजः किराः 1 શ્રયન્તે વિતા: નિ, પ્રતાપા િિશનામપિ ॥॥ ભાવાર્થ :- “પરિગ્રહરૂપી ગ્રહ (ભૂતાદિક)ના આવેશથી ઉત્સૂત્ર ભાષણરૂપ રજ વડે વ્યાપ્ત થયેલા અને દોષરૂપ વિકારવાળા જૈન વેષવિડંબકોના પણ પ્રલાપો (અસંબદ્ધ વચન વ્યૂહો) શું નથી સંભળાતા ? અર્થાત્ સંભળાય છે.” પરિગ્રહરૂપ જે ગ્રહ તેના આવેશથી ગ્રસ્ત ને પરિગ્રહમાં આસક્ત થયેલા મુનિવેષધારી પણ જ્ઞાનપૂજનાદિકનો ઉપદેશ કરીને પરિગ્રહ મેળવવાની ઈચ્છાથી ઉત્સૂત્ર પ્રરૂપણા કરે છે. ફરીથી પણ ક્ષત્રિય મુનિએ મહાપુરુષોના દૃષ્ટાંત વડે સ્થિર કરવા માટે સંયત મુનિને કહ્યું. શ્રી ઉત્તરાધ્યયનના અઢારમા અધ્યયનમાં કહ્યું છે કે - एयं पुण्यपयं सोच्चा, अत्थधम्मोवसोहियं । भरो व भारहं वासं, चिच्चा कामाइ पव्व ॥ १ ॥
SR No.022161
Book TitleUpdesh Prasad Part 05
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy