SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ ચારિત્ર લઈ તપ કરવા લાગી. તે અનુક્રમે સ્વર્ગસુખને પામી. આ પ્રમાણે પૂર્વે વર્ણન કરેલી રતિસુંદરી વગેરે ચારે સખીઓ સ્વર્ગે ગઈ. ત્યાંથી આવીને ચંપાનગરીમાં ચાર જૂદા જૂદા શ્રીમંત ગૃહસ્થની પુત્રીઓ થઈ. તે ચારે વિનયંધર નામના શ્રેષ્ઠી પુત્રની સાથે પરણી. એકદા રાજાએ તે ચારેને સમાન સ્વરૂપવાળી જોઈ. જાણે એક જ માતાથી ઉત્પન્ન થયેલી હોય તેવી સમાન લાવણ્યવાળી જોઈને તેના પર રાજા મોહિત થયો, તેથી રાજાએ વિનયંધર શ્રેષ્ઠિની સાથે કપટમૈત્રી કરી વિનયંધર રાજાનો માનીતો થવાથી રાજાના અન્તઃપુરમાં પણ સ્વેચ્છાએ ગમનાગમન કરવા લાગ્યો. એકદા રાજાએ વિનયંધરના હાથથી નીચેની ગાથા કાગળ પર લખાવી. एसच्छेर विचखणि, अज्ज उभच्चस्स तुह विओअंभि । सा रयणी चउमासा, जामसहस्सं च वोलीणा ॥१॥ ભાવાર્થ:- “હે વિચક્ષણ સ્ત્રી ! આ આશ્ચર્ય છે કે આજે આ બૃત્યને તારા વિયોગથી ચાર પ્રહરવાળી રાત્રી પણ હજાર પ્રહર જેટલી લાંબી થઈ.” આ ગાથા લખાવીને રાજાએ પોતાની પાસે રાખી. કેટલાક દિવસો ગયા પછી વિનયંધર તો તે વાત પણ ભૂલી ગયો. પછી રાજાએ તે ગાથા સભામાં બતાવીને કહ્યું કે “આ ગાથા વિનયંધરે મારા અંતઃપુરમાં મોકલી છે.” આ પ્રમાણે તે શ્રેષ્ઠિની ચાર સ્ત્રીઓને ગ્રહણ કરવા માટે રાજાએ તેના પર ખોટું કલંક મૂકી તેને કારાગૃહમાં નાખ્યો અને તેની ચારે સ્ત્રીઓને પકડી લાવીને અંતઃપુરમાં રાખી. ત્યાં તે ચારે સ્ત્રીઓ બે ભવમાં પાળેલા શીલવ્રતના પ્રભાવથી તથા પતિવ્રતનો લોપ ન કરવાથી અત્યંત કદરૂપી થઈ ગઈ. તે જોઈને રાજાએ ભય પામી શ્રેષ્ઠિને છોડી દીધો તથા તે સ્ત્રીઓને મુક્ત કરી તે સ્ત્રીઓનો શીલપ્રભાવ પૃથ્વી પર વિસ્તાર પામ્યો. “તે ચારે સ્ત્રીઓના અંગ ઉપર કુશીલ કદાપિ લેશ પણ સ્પર્શ કરવા પામ્યો નહીં અને આ લોકના અનેક પ્રકારના ભોગસુખો પ્રાપ્ત થયા છતાં પણ તેઓ તેમાં લેપાઈ નહીં, તેથી શુદ્ધ કર્મ કરીને સ્વર્ગસુખને પામી.” ૩૧૪ મંત્રીપણાની નિંદા ध्यायत्यशुभकर्माणि, प्रत्यहं राष्ट्रचिन्तया । अनेकपापपाथोधिं, मंत्रत्वं नाद्रियेत् सुधीः ॥१॥
SR No.022161
Book TitleUpdesh Prasad Part 05
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy