SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૫ કાગડા, કૂતરા અને ઘુવડ વગેરેએ તે શબને ચાવી નાખ્યું હતું. તેથી તેમાંથી નીકળતું દુર્ગધવાળું પાણી પૃથ્વીને આર્ટ કરતું હતું. આવી સ્થિતિમાં તે શબને જોઈને રાજાને પરમ વૈરાગ્ય પ્રાપ્ત થયો. તે વિચારવા લાગ્યો કે - “જયાં સુધી મારો જીવ આ શરીરને તજીને જાય નહીં, ત્યાં સુધીમાં હું આ શરીરે કરીને મારા આત્માનું હિત કરું.” ઈત્યાદિ વિચારીને તેણે તત્કાળ દીક્ષા ગ્રહણ કરી. પછી ચારિત્રનું પાલન કરી તપ તપીને ત્રીજા સ્વર્ગે દેવતા થયો. ત્યાંથી ચ્યવીને રત્નપુરમાં જિનધર્મ નામે વણિક થયો. પેલો નાગદત્ત પણ ભવમાં ભ્રમણ કરીને સિંહપુરમાં અગ્નિશર્મા નામે બ્રાહ્મણ થયો. તેણે તાપસપણું અંગીકાર કર્યું. તે તાપસ બે માસ ઉપવાસના પારણા માટે રત્નપુરમાં આવ્યો. રાજાએ પારણા માટે નિમંત્રણ કર્યું. ત્યાં જિનધર્મ શ્રાવકને જોઈને તેણે રાજાને કહ્યું કે, “જો આ વણિકના પુષ્ઠ પર ઉષ્ણ ભોજનપાત્ર રાખીને જમાડો તો હું જપું.” તે સાંભળીને રાજાએ તે પ્રમાણે કરાવ્યું. ભોજનપાત્ર અતિ ઉષ્ણ હોવાથી જિનધર્મના પૃષ્ઠની ચામડી ઉખડી ગઈ, તો પણ તેણે ક્રોધ કે દ્વેષ કર્યા વિના પોતાના પૂર્વ કર્મનું જ એ ફળ છે એમ ધાર્યું. પછી તેણે સાત ક્ષેત્રમાં દ્રવ્યનો વ્યય કરીને વ્રત ગ્રહણ કર્યું. પ્રાંતે અનશન કરી એક માસે કાળધર્મ પામી સૌધર્મ દેવલોકમાં ઈન્દ્ર થયો. પેલો તાપસ તે ઈન્દ્રનો ઐરાવણ હસ્તી થયો. તે હસ્તી ત્યાંથી ચ્યવને ભવમાં ભ્રમણ કરી અમિત નામે યક્ષ થયો અને જિનધર્મનો જીવ જે ઈન્દ્ર થયો હતો તે આયુષ્ય પૂર્ણ થતાં આવીને ચૌદ મહાસ્વપ્નોથી સૂચિત સનકુમાર નામનો ચોથો. ચક્રવર્તી હસ્તિનાપુરમાં અશ્વસેન રાજાની પટરાણી સહદેવીની કુક્ષિથી ઉત્પન્ન થયો. તે ચક્રીને મહેન્દ્રસિંહ નામે એક મિત્ર હતો. એકદા વસન્ત ઋતુને વિષે યુવાવસ્થાના આરંભમાં મિત્ર સહિત સનકુમાર નંદનવન જેવા મકરંદ નામના વનમાં ગયો. ત્યાં કોઈ અશ્વપાલકે એક જાતિવંત અશ્વ કુમારને ભેટ તરીકે આપ્યો. તેના પર ચઢીને સનકુમાર તેને ચલાવવા લાગ્યો. તેવામાં તે અશ્વ એક ક્ષણમાં સર્વ જનને અદશ્ય થઈ ગયો. તે ખબર અશ્વસેન રાજાને થતાં તેણે ઘણી શોધ કરાવી. પણ અશ્વ તથા પુત્રની શોધ મળી શકી નહીં. પછી સનકુમારનો મિત્ર મહેન્દ્રસિંહ રાજાની રજા લઈને મિત્રની શોધ માટે ચાલ્યો. એક વર્ષ સુધી તે મોટા અરણ્યમાં ભટક્યો, પણ મિત્રની પ્રાપ્તિ થઈ નહીં. એકદા સારસ પક્ષીનો ધ્વનિ સાંભળીને તે શબ્દને અનુસાર આગળ ગયો, તો એક સરોવર તેના જોવામાં આવ્યું. તે સરોવરની પાસે કદલીગૃહમાં સ્ત્રીઓના સમૂહથી અનુસરતા બંદિજનના મુખથી એક સ્તુતિનો શ્લોક મહેન્દ્રસિંહે સાંભળ્યો કે - कुरुदेशैकमाणिक्य, अश्वसेननृपांगज । श्रीमन् सनत्कुमार त्वं, जय त्रैलोक्यविश्रुत ॥१॥ ભાવાર્થઃ- “કુરુદેશના એક માણિક્ય સમાન અને અશ્વસેન રાજાના પુત્ર એવા હે શ્રીમાનું સનકુમાર ! ત્રણ લોકમાં વિખ્યાત એવા તમે જય પામો !”
SR No.022161
Book TitleUpdesh Prasad Part 05
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy