________________
૨૩૮
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૩ મૂકે છે અને રોજ તેની પૂજા કરે છે. પ્રભુની આશાતના ન થાય તે માટે તેઓ સુધર્મા સભામાં કામક્રીડા પણ કરતા નથી.
સિદ્ધનું સુખઃ “અવ્યય પદને-સિદ્ધિ ગતિને પામેલા સિદ્ધોને જે સુખ પ્રાપ્ત થાય છે તેવું સુખ દેવતાઓ કે મનુષ્યોને મળતું નથી. ગોળ જેવો મધુર-મીઠો પદાર્થ ખાનાર તે પદાર્થના સ્વાદને કહી શકતો નથી તેમ આ સુખના જાણકાર કેવળી પણ તેનું વર્ણન કરી શકતા નથી. સિદ્ધ, બુદ્ધ, પારંગત, પરંપરાગત એવા મુક્ત જીવો અનંતા અનાગત કાળ સુધી સુખમાં રહે છે.”
અરૂપી છતાં ઉત્કૃષ્ટ રૂપને પ્રાપ્ત કરનારા, અનંગ છતાં અનંગ (કામ) થી મુક્ત થયેલા અને અનંત અક્ષર છતાં અશેષ વર્ણ રસ ગંધ સ્પર્શાદિથી રહિત થયેલા તેમજ વચનને અગોચર એવા સિદ્ધના જીવોની અમે સ્તુતિ કરીએ છીએ.”
©
૨૦૬
કાળનું સ્વરૂપ अवसर्पिण्युत्सर्पिण्योः, स्वरूपं जिननायकैः ।
यथा प्रोक्तं तथा वाच्यं, भव्यानां पुरतो मुदा ॥ શ્રી જિનેશ્વર ભગવંતે અવસર્પિણી અને ઉત્સર્પિણી કાળનું જેવું સ્વરૂપ કહ્યું છે તે ભવ્યજનની સમક્ષ આનંદથી કહેવામાં આવે છે.”
અવસર્પિણી અને ઉત્સર્પિણી મળતા એક કાળચક્ર થાય છે. કાળચક્રમાં બાર આરા હોય છે. પહેલા આરાની શરૂમાં પૃથ્વી ઉપર પ્રથમ પ્રવર્તેલા, કાળચક્રના અગિયારમા આરાને પ્રાંતે જુદા જુદા સાત સાત દિવસ સુધી વિદ્યુત અને વિષાદિકની થયેલી વર્ષોથી તૃણ અને અન્નાદિકનો નાશ થયેલો હોય છે અને મનુષ્યો રથના માર્ગ જેટલા વિસ્તારવાળી, ઘણા મત્સ્યથી આકુળ એવી ગંગા તથા સિંધુ નદીના કિનારા પર રહેલા વૈતાગિરિની બંને બાજુ આવેલા નવ નવ બીલ મળી કુલ બોતેર રોગાદિથી વ્યાપ્ત એવા બીલમાં વસેલા હોય છે. આ આરાના મનુષ્યો માંસાહારી હોય છે. તેમનું આયુષ્ય સોળ વરસનું હોય છે. શરીરનું પ્રમાણ એક હાથનું હોય છે. તેઓ સ્વભાવે નિર્લજ્જ, નગ્ન, નફટ, કુળધર્મરહિત, દૂરકર્મી હોય છે. મોટા ભાગે તેઓ દુર્ગતિગામી હોય છે. આ આરાની સ્ત્રી છ વરસની વયે સગર્ભા બને છે. બહુ સંતાનવાળી હોય છે અને દુઃખે પ્રસવનારી હોય છે.
ઉત્સર્પિણીના પહેલા આરામાંથી મનુષ્યો તેમના બીલમાંથી ધીમે ધીમે બહાર નીકળે છે. કાળ નિર્ગમન થતાં પહેલા આરાના અંતે પુષ્કરરસ, ક્ષીરરસ, ધૃતરસ, અમૃતરસ અને સર્વરસ